Site icon Ayurvedam

કોઈપણ પ્રકારની મોંઘી દવા વગર પિત્ત, ગળાનો કફ, ઉધરસ અને એસિડિટી જેવા 50થી વધુ રોગોનો 100% કાયમી ઈલાજ છે આનું સેવન

સાકર શીતળ, સ્નિગધ, ગુરુ, કામશક્તિ વધારનાર તથા તૃષા અને રક્તપિત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટિક, સ્નેહન, મૂત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દૂર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હિતકારક છે.

પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 ગ્રામ જેટલી સાકર મિક્સ કરો. થોડી જ મિનિટમાં આ મિશ્રણ થી પેટનો દુખાવા માં રાહત મળશે. સાકર હૃદયને પુષ્ટિ આપનાર હોઈ ડાયાબિટીસ ન હોય તો એનો ઉપયોગ થઈ શકે. એક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગલાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજપીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, કાકડા વગેરે મટે છે.

સેક્સ લાઈફ સુધારવા માંગતા હોવ તો એન્ટિબાયોટિક્સ છોડો અને સાકર ખાવાનું શરૂ કરી દો. સૂતા પહેલા અખરોટ અને સાકરને દૂધ સાથે લેવાથી નપુંસકતા દૂર થાય છે. નિયમિત રીતે સાકરનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે. તો સાથે લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થતું હોય છે.

શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોવાથી લોહીની ઉણપ સર્જાય છે. કંઇ પણ કામ કર્યા વગર થાક અનુભવવો, નબળાઇનો અહેસાસ થવો તેમજ ઘણા લોકોને ચક્કર આવે છે. જો આ તમામ સમસ્યાઓમાંથી પરેશાન થઈ રહ્યા છો, તો પછી નિયમિતરૂપે સાકરનું સેવન કરવું જરૂરી છે. તેનાથી ફાયદો થાય છે.

ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. સાકરનું સેવન કરવાથી તરત નાકમાંથી લોહી નીકળવું બંધ થઈ જાય છે. સાકરનું સેવન કરવાથી પાચન ક્રિયા બરાબર થાય છે. સાકરમાં ડાયજેસ્ટિવ ગુણ હોય છે, જેથી ખાવામાં ઝડપથી અને આરામથી પચી જાય છે. તેથી જમ્યા બાદ સાકરનું સેવન કરવું જરૂરી છે.

અનિંદ્રા થી છુટકારો મેળવવા માટે દૂધ માં સાકર તથા ગંઠોડા નું ચૂર્ણ નાખી ઉકાળી ને પીવાથી સારી ઊંઘ આવે છે. જીરા અને સાકરનું ચૂર્ણ, ચોખાના ધોવાણમાં પીવાથી સ્‍ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે. અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. અથવા સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. અથવા સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.

ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય બીમારી છે. લોકોને ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એવામાં સાકરના પાવડરમાં કાળા મરીનો પાઉડર અને ઘી નાખીને પેસ્ટ તૈયાર કરી લો, પછી રાત્રના સમયે તેનું સેવન કરો. આ સિવાય જો સાકર અને કાળા મરીનો પાઉડર નવશેકું પાણી સાથે પીશો તો ઉધરસથી અને શરડદી માં રાહત મળશે.

પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે. અથવા તો ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.

પથરીની ટ્રીટમેન્ટમાં પણ સાકર ખૂબ જ અસરકારક છે. સાકરમાં 2 ચમચી જેટલો ડુંગળીનો રસ ઉમેરી તેને બે અઠવાડિયા સુધી દિવસમાં એક વાર લો. આ મિશ્રણથી પથરીના નાના ટુકડા થઈ જાય છે. અને તે મૂત્રવાટે શરીરમાંથી નીકળી જાય છે. મોઢાના સ્વાદમાં વધારો કરવા સિવાય સાકરનું સેવન કરવાથી શરીરને ઊર્જા પણ મળે છે.

વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી મૂડ સારો રહે છે. જો થાક લાગતો હોય તો થોડી સાકર ખાવાની રાખો. સાકર ખાવાથી તરત જ એનર્જીનો બૂસ્ટર ડોઝ મળી જશે અને શરીર માં ફરી તરવરાટ આવી જશે. ગળોનો રસ માં  સાકર નાખી પીવાથી અમલપિત્ત તરત જ મટે છે. અને પિત્તથી થતી ઊલટી તરતજ શાંત થાય છે. ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે.

મહાત્રિફળા ધૃતમાં એટલા ન પ્રમાણમાં સાકર ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી આંખોના બધા રોગ દુર થાય છે. ખાસ કરીને પિત્તજ દોષથી થયેલી આંખોની બળતરા, આંખોના કોઈ ભાગ ઉપર સોજો વગેરે રોગ દુર થાય છે. સાકરની ચાસણીમાં લવિંગનું ચૂર્ણ નાખીને પીવાથી ગર્ભવતી સ્ત્રીનો જીવ ગભરાવો બંધ થઇ જાય છે.

જો અત્યાર સુધી સાકરનું સેવન ફક્ત માઉથ ફ્રેશનરની રીતે જ કરો છો, તો હવે તેને પોતાના ડાયટમાં પણ શામેલ કરી લો, કારણ કે સાકર સેહત માટે ફાયદાકારક છે. તેમાં આપણને ઘણી બિમારીઓથી દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version