સામાન્ય રીતે રસોઈમાં ભોજનનો સ્વાદ વધારવા અને મસાલાના રૂપમાં પ્રયોગમાં લેવાતા મરી ખાવાના અનેક ફાયદા છે. સામાન્ય રીતે એ અવધારણા છે કે મરીનું વધુ સેવન આરોગ્યને તકલીફદાયક હોય છે. આથી જરૂરી છે કે મરીનું સેવન કરવામાં સંયમિત રહો. દરરોજ બેથી ત્રણ દાણા મરી શરીરમાં અનેક રીતે ફાયદારૂપ સાબિત થશે. એટલું જ નહીં, મરી ખાવાથી અનેક રોગોની સારવાર કરી શકીએ છીએ.
મરીનું સેવન કરવાથી ગળું પણ સાફ રહે છે. એટલું જ નહીં, કેટલાક લોકોને શરદીના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે. તેનાથી આરામ મળે છે. મરીના સેવનથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળી શકે છે.
સફેદ મરી એ નાનકડા બી જેવું હોય છે. જેને તોડી અને પાણીમાં પલાળવામાં આવે છે. પલાળવાથી તેની ઉપરનું પડ નરમ થઈ જાય છે, અને નીકળી જાય છે. સફેદ મરી થોડી તીખી હોય છે. અને તેનો ઉપયોગ સોસ, બાફેલા બટેટા, સેન્ડવિચ જેવી વસ્તુઓમાં સોસ સાથે થાય છે. સફેદ મરીમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ, વિટામિન હોય છે. તેના પ્રયોગથી સ્વાસ્થ્યલક્ષી અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ મરીનું સેવન લાભકારી હોય છે. જો રોજ મેથીના દાણા, સફેદ મરીનો પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી પીવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. કાળી મરી કરતા સફેદ મરીમા શરીર ને સ્વસ્થ રાખવાના તત્વો ભરપુર પ્રમાણમા જોવા મળે છે. જો શરીર પર ફોડલી કે ગુમડા થવાનું સામાન્ય હોય તો મરીને ઘસીને ફોડલીવાળી જગ્યા પર લગાડી લો.
ઘણાને હેડકી બહુ આવતી હોય છે. જો લીલા ફૂદીનાની ૩૦ પત્તી, બે ચમચી વરિયાળી અને મરીને વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી તે મિશ્રણ પી લો તો હેડકી બંધ થવાની શક્યતા છે. પાંચ દાણા મરીને બાળીને વાટીને વારંવાર સૂંઘવાથી પણ હેડકીની સમસ્યા ઓછી થાય છે. આધુનિક જીવનશૈલીના લીધે વાયુ અને પિત્ત (અનુક્રમે ગેસ અને એસિડિટી)ની સમસ્યા થાય છે. જો આ તકલીફ હોય તો લીંબુના રસમાં મરી અને સંચળનો ભૂકો મેળવીને તે ચપટી જેટલું લો. વાયુથી થતા દર્દમાં ઝડપથી આરામ મળશે.
જો સ્નાયૂમાં સોજો કે સાંધાનો દુખાવો રહેતો હોય તો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ તેમજ કૈપ્સૈસિઈન તત્વ હોય છે જે સાંધા અને સ્નાયૂના સોજાને દૂર કરે છે.
શરદી, ઉધરસ હોય તો સફેદ મરીના પાવડરને મધ સાથે લેવો. આ મરી તાવ, ખાંસીમાંથી તુરંત રાહત આપે છે. તેમાં ભરપૂર માત્રામાં એંટીબાયોટિક ગુણ હોય છે. જે શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડકના વાતાવરણમાં થતી તકલીફોમાંથી રાહત આપે છે.
જો નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો બોડી કેન્સરના જોખમથી બચી શકાય છે. તેમાં એવા તત્વો હોય છે જે શરીરની અંદર જઈ અને કેન્સર સેલ્સનો નાશ કરે છે. અને શરીર કેન્સર થી મુક્ત રહે છે.
ભોજનમાં સફેદ મરીનો ઉપયોગ કરો તો પેટની સમસ્યાઓ થતી નથી. સફેદ મરીમાં હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે જે અપચો, ગેસ, એસિડિટી તેમજ પેટના ઈંફેકશનને દૂર કરે છે. નિયમિત રીતે સફેદ મરીનું સેવન કરવાથી શરીરના વિષાક્ત પદાર્થ યૂરિન વડે શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
તેનાથી ઓછા સમયમાં આરામ મળશે. તે ઉપરાંત મોઢા પર થતાં ખીલથી પણ મરી રાહત આપે છે. જોકે તેને લગાવવાથી થોડો સમય તકલીફ પડી શકે છે પરંતુ ઝડપથી આરામ મળશે. મરીમાં પિપરાઇન હોય છે. તેમાં એન્ટી ડિપ્રેસન્ટ ગુણો હોય છે. તેના લીધે લોકોને ટેન્શન અને ડિપ્રેશનમાં રાહત મળે છે. આથી જ ઘરડા લોકો મરીના સેવનને મહત્ત્વ આપતા હતા.
મરી લેવાથી દાંતો સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. પેઢામાં થતા દર્દમાં મરીથી જલદી આરામ મળે છે. મરી, માજુફૂલ અને સિંધાલૂણને ભેળવીને ચૂર્ણ બનાવીને કેટલાંક ટીપાં સરસવના તેલમાં મેળવીને દાંતો અને પેઢામાં લગાવીને અડધો કલાક મોઢું સાફ કરો. તેનાથી ત દાંત અને પેઢામાં થતા દર્દમાં રાહત મળશે.
મરીનો ભૂકો ભોજનમાં ઉપયોગમાં લેવાથી પેટમાં જીવડાની સમસ્યા દૂર થાય છે. તે ઉપરાંત મરીની સાથે કિશમિશ ખાવાથી પેટમાં જીવડાની સમસ્યાથી છૂટકારો મળે છે. મહિલાઓ માટે મરી ખાવું ફાયદારૂપ હોય છે. મરીમાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવૉનૉઇડ્સ કેરોટિન અને અન્ય એન્ટી ઑક્સિડેન્ટ હોય છે. તેનાથી મહિલાઓમાં સ્તન કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે.