સફેદ ડાઘ ચામડી સંબંધિત રોગ છે. કેટલાક લોકો આ રોગને કુષ્ઠ રોગ પણ માને છે. દુનિયામાં સફેદ ડાઘથી દુનિયામાં લગભગ 4 ટકા લોકો ગ્રસ્ત છે. ભારતના 4 ટકા (લગભગ 5 કરોડ લોકો) આ સમસ્યાથી પીડાય છે. શરુઆતમાં નાની દેખાતી આ સમસ્યા સમય જતા વધતી જાય છે.
લીમડાના પાનને ખાસ કરીને દરેક બીમારી માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. જેના માટે લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને સફેદ દાગ વાળા ભાગ પર લગાવી લો. જેનાથી થોડાક દિવસમાં ફરક પડી શકે છે. તમે ઇચ્છો તો લીમડાના જ્યૂસનું પણ સેવન કરી શકો છો.
સરસોના તેલમાં હળદર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને સફેદ દાગ પર લગાવી લો. જ્યાકે આ મિશ્રણ સૂકાઇ જાય તો તેને ઠંડા પાણીથી ધોઇ લો. પરંતુ સાબુનો ઉપયોગ બને તેમ ઓછો કરો.
એલોવેરા જેલથી સફેદ દાગ પર યોગ્ય રીતે મસાજ કરી લો અને તે સૂકાય જાય તે બાદ તેને ધોઇ લો. તમે તે દિવસમાં બે-ત્રણ વખત કરી શકો છો. તે સિવાય એલોવેરા જ્યૂસના સેવન કરવાથી પણ ખૂબ ફાયદો થાય છે.
આ રોગ માટે બાબચી બીજ એક અસરકારક દવા માનવામાં આવે છે. 50 ગ્રામ બીજને 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખો. દરરોજ પાણી બદલો બીજને વાટવું અને તેને શેડમાં સૂકવો. તેને પીસીને પાવડર બનાવો આ દવા દરરોજ દોઢ ગ્રામ દૂધ સાથે પીવાથી સફેદ ડાઘ માં રાહત મળે છે.
બાબચી ના દાણા અને આમલીના દાણા જેટલું પ્રમાણ લો અને ચાર દિવસ પાણીમાં પલાળી રાખો. બીજને છૂંદો કર્યા પછી, તેને છોલી કાઢીને સૂકવી લો. ઝીણા પાવડર બનાવવા માટે પીસી લો. આ પાવડર થોડી માત્રામાં લો અને પાણીથી પેસ્ટ બનાવો. આ પેસ્ટને એક અઠવાડિયા માટે સફેદ ડાઘ પર લગાવો.
આદુના પાનની પેસ્ટ બનાવીને તેને પાણીમાં મિક્સ કરીને પીવાથી સફેદ દાગની સમસ્યાથી રાહત મળે છે.તે સિવાય તમે તેની પેસ્ટ સફેદ દાગ પર પણ લગાવી શકો છો. તેમજ આદુના નાના ટૂકડા કરીને તેને સફેદ દાગ પર રગડવાથી થોડાક દિવસોમાં સફેદ દાગથી આરામ મળે છે.
સફેદ રક્તપિત્ત દર્દી માટે તાંબાના વાસણમાં રાતોરાત રાખેલું પાણી પીવું ફાયદાકારક છે. મૂળાના દાણા સફેદ ડાઘ રોગમાં પણ ફાયદાકારક છે. લગભગ 30 ગ્રામ બીજને સરકોમાં ભેળવીને પેસ્ટ બનાવીને તેને ડાઘ પર લગાવવાથી ફાયદો થાય છે. કાળા મરીમાં એક તત્વ હોય છે. આ તત્વ કાળા મરીને મસાલેદાર સ્વાદ આપે છે. કાળા મરીનો ઉપયોગ ત્વચાના રંગને પાછો લાવવામાં મદદ કરે છે.
આઠ લિટર પાણીમાં અડધો કિલો હળદર પાવડર મિક્સ કરીને તેને ઉચી આંચ પર ઉકાળો, જ્યારે 4 લિટરની નજીક રહેશે, ત્યારબાદ તેને ઠંડુ કરો પછી અડધો કિલો સરસવનું તેલ નાખીને ફરી જ્યોત પર મૂકો. જ્યારે ફક્ત તેલનું મિશ્રણ બાકી રહે છે, તેને જ્યોતમાંથી ઉતારી લો અને મોટી બોટલમાં ભરો. , આ દવા દિવસમાં બે વખત સફેદ ડાઘા ઉપર લગાવો. આશ્ચર્યજનક રીતે 4-5 મહિના સારવાર ચલાવીને અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે.
જો નિયમિત રૂપે છાશનું સેવન કરે તો તેના શરીરની અંદર રહેલા ઝેરી તત્વો દૂર થઈ જાય છે. અને કોઢની આ સમસ્યામાં રાહત મળે છે. હળદર એ સર્વશ્રેષ્ઠ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે.આથી જો હળદર ની અંદર થોડું સ્પિરિટ ભેળવી દિવસમાં ત્રણથી ચાર વખત આ પેસ્ટનો લેપ કરવામાં આવે તો તમારા ચામડીનો રંગ ધીમે ધીમે પહેલા જેવો જ થતો જાય છે.અને તમે ધીમે ધીમે કોઢની આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
દાડમના પાનને સૂકવી દો અને તેનો પાઉડર બનાવી લો. તેને રોજ એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી સફેદ દાગની સમસ્યા દૂર થાય છે. અને કાયમ માટે આ સમસ્યાથી રાહત મળે છે.
જ્યાં સફેદ દાગ પડ્યા હોય તો તે ભાગ પર નારિયેળના તેલથી માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી સફેદ દાગની સમસ્યા દૂર થાય છે. દિવસમાં બે-ત્રણ વખત તેનાથી માલિશ કરી શકો છો.
સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.
ગાયના મુત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી સફેદ ડાઘ મટે છે. તાજા અડદ વાટી ધોળા સફેદ ડાઘ પર ચોપડવાથી સારો લાભ થાય છે. તાંદળજાની ભાજી ખાવાથી સફેદ ડાઘ મટે છે. રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે. તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી સફેદ ડાઘ મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.