આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ 30 ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે.
સદાબહાર” શબ્દનો અર્થ એ છે કે પાંદડાં જે ચાલુ રહે છે, સમગ્ર વર્ષ દરમિયાન તેના રંગને જાળવી રાખે છે. પાંદડા તહેવારો દરમિયાન સુશોભન માટે વપરાય છે. આ વૃક્ષ ભારતભરના બગીચાઓમાં એક મુખ્ય આકર્ષણ છે. વૃક્ષને વિવિધ આકારમાં કાપી શકાય છે અને જરૂરી કદમાં જાળવવામાં આવે છે. ભૂતકાળમાં, મુસાફરીના જહાજો માટે માસ્ટ્સ બનાવવા માટે ફ્લેક્સિબલ, સીધી અને લાઇટ-વેઇટ ટ્રંકનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી વૃક્ષને મસ્ત વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અશોક વૃક્ષ હંમેશા રેતી ની આસપાસ સરળતાથી જોવા મળે છે. આ ઝાડના નામ નો અર્થ છે કે કોઈ દુઃખ નથી. અશોક વૃક્ષ એકદમ સીધું અને સદાબહાર છે. તે ખૂબ જ ઊંચું નથી હોતું અને તે લીલા પાંદડા ધરાવે છે. અશોક વૃક્ષ સુખ સમૃદ્ધિ અને પ્રેમનું પ્રતીક છે. તું માનવું છે કે આ વૃક્ષ પ્રેમના દેવ ભગવાન કામદેવ ને સમર્પિત વૃક્ષ છે. અશોક વૃક્ષ ના ફૂલો તેજસ્વી અને પીળા રંગના હોય છે. અને આ ફૂલો માં એક અનોખી સુગંધ હોય છે અને વિવિધ પ્રસંગો દરમ્યાન શણગાર માટે અશોક વૃક્ષના ફૂલો ઉપયોગમાં લેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આંગણામાં અથવા ઘરની સામે અશોક ના વૃક્ષ ની હાજરી તે ઘરમાં રહેતા પરિવારના સભ્યોમાં સુમેળ, શાંતિ અને આનંદ લાવી શકે છે વૃક્ષો અને છોડ માનવ અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણે કે તે હવાને શુદ્ધ કરે છે અને વરસાદનું મુખ્ય કારણ પણ છે.
ધાર્મિક રૂપે વૃક્ષો વિવિધ દેવતાઓના અભિવ્યક્તિથી કંઈ ઓછા નથી. ધાર્મિક માન્યતા અનુસાર, આ વૃક્ષોની પૂજા કરવાથી લોકોને વિવિધ સમસ્યાઓ થી સુરક્ષિત રહેવા માં મદદ મળી શકે છે.
૪૦થી ૫૦ ફૂટ ઊંચા સદાબહાર વૃક્ષો ભારતના સર્વ પ્રદેશોમાં થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે વધુ થાય છે. બોરસલીનાં પાન આંબાના પાન જેવા જ તથા ફૂલો નાના નાના, શ્વેત અને ખૂબ જ સુગંધીદાર હોય છે.
આયુર્વેદ પ્રમાણે બોરસલી તૂરી, તીખી અને મધુર, શીતળ, ત્રિદોષ નાશક, મન પ્રસન્નકર્તા, હૃદય માટે હિતકારી, પચવામાં ભારે તથા બળપ્રદ છે. તે કફ, પિત્ત, સફેદ કોઢ, દંત રોગો, વિષ તથા પેટનાં કૃમિઓનો નાશ કરનાર છે. તેનાં ફળ મધુર અને તૂરા, દાંતને દૃઢ કરનાર, શીતળ, વાયુકર્તા તથા કબજિયાત કરનાર છે.
બોરસલીના દંત્ય ગુણની તો આયુર્વેદમાં લગભગ બધાં જ ગ્રંથકારોએ પ્રશંસા કરી છે. મર્હિષ ચક્રદત્તે દાંત હલતા હોય એમને માટે બોરસલીની છાલનો ઉકાળો મુખમાં ધારણ કરવાનું સૂચવ્યું છે.
બોરસલીની છાલના બે ચમચી ભૂકાનો ઉકાળો કરી મુખમાં ધારણ કરવો. ૫થી ૧૦ મિનિટ સુધી ઉકાળો મુખમાં રાખી પછી મુખશુદ્ધિ કરી લેવી. આ ઉકાળો પોતાની તૂરાશથી પેઢાંને સંકુચિત કરી દાંતના મૂળને મજબૂત કરે છે.
દાંતમાં સડો થયો હોય અને દુખાવો પણ થતો હોય તો ઉપર પ્રમાણે બોરસલીની છાલનો ઉકાળો કરી લેવો. આ ઉકાળામાં થોડું પીપરનું ચૂર્ણ, મધ અને ઘી મેળવી ૫થી ૧૦ મિનિટ મુખમાં ધારણ કરી રાખી પછી મુખશુદ્ધિ કરી લેવી. દાંતના દુખાવામાં રાહત થઇ જશે.
બોરસલીનાં ફૂલો બાળકોની ખાંસીમાં ઉત્તમ પરિણામ આપે છે. ચાર-પાંચ ફૂલોને થોડા વાટીને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળીને એ પાણી બાળકને આપવું. સૂકી ખાંસીમાં તો આ ઉપચાર ઘમો લાભકારી છે.
મૂત્રત્યાગ વખતે જો બળતરા થતી હોય તો બોરસલીના ૨૦ થી ૨૫ પાકાં ફળનાં ઠળિયા કાઢી, વાટીને એક ગ્લાસ ઊકળતા પાણમાં નાખી તરત જ વાસણ ઉતારી લેવું. ઠંડું થયા પછી આ પાણી ગાળીને પી જવું. સવાર-સાંજ આ પ્રમાણે ઉપચાર કરવાથી બે-ચાર દિવસમાં જ મૂત્રમાર્ગની બળતરા મટે છે.