પેટ અને સ્કીનની દરેક સમસ્યા થી છૂટકારો મેળવી, લોહીની ઉણપ ને દૂર કરે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ અન્ય ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે સાઉથ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે.  તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે.

સાબુદાણા પોષણ ધરાવતા નથી. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ જ છે. પ્રોટીન, વિટામિન કે મિનરલ્સ નથી, પણ તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાઇ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. તેમાં બદામ, સિંગ નાખીને વધુ પોષક બનાવી શકાય. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરમાં ખાંડ ઓછી હોય તો પેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ મળી રહેશે.

સાબુદાણા શરીર ને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે. અને તેને ચોખા સાથે મિક્સ કરીને પ્રયોગ કરવાથી તે શરીરમાં વધનારી ગરમીને ઓછી કરે છે. જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો આવામાં દૂધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તરત જ આરામ આપે છે.

સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારા કરી તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીયો માટે પણ ફાયદાકારી છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ જ સહાયક હોય છે.

પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે. તે શરીરમાં અને પાચનતંત્રમાં રસોના સ્રાવ વધારે છે જેને કારણે તમારુ પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે શરીરને ખોરાક વધુ સારી રીતે પચાવવામાં મદદરૂપ બને છે.

સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે. તે જન્મજાત ખોડખાંપણનો ખતરો ઘટાડવામાં મદદરૂપ છે. નિયમિત સાબુદાણા ખાવાથી ગર્ભમાં વિકસતા બાળકને પૂરતા પોષકતત્વો મળી રહે છે.

સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે  ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનુ વજન સહેલાઈથી નથી વધતુ. આવામાં સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે.  સાબૂદાણાનુ સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે.

સાબુદાણા શરીર ને સાફ રાખવામાં મદદરૂપ છે. સાબુદાણાનો ઉપયોગ ફેસમાસ્ક બનાવવામાં કરવામાં આવે છે. તેનુ ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરા પર ટાઈટનેસ આવે છે. અને કરચલીઓ ઓછી થઈ જાય છે. મોટાભાગ ના લોકો ને પીમ્પલ્સની પરેશાની હોય છે.  પણ સાબુદાણા આ સમસ્યા ને દુર કરવા માટે ઘણા મદદરૂપ થાય છે.

સાબુદાણા નો ઉપયોગ કરવા માટે પહેલા સાબુદાણા ને પીસી તેમાં થોડું પાણી મેળવી લેપ તૈયાર કરો પછી તેને મોઢા પર લગાવો સુકાય ગયા પછી ઠંડા પાણી વડે સ્વસ્થ કરી લો. આ પેક નો ઉપયોગ અઠવાડિયા માં 2 અથવા ૩ વાર કરો જેનાથી પિમ્પલ્સ દુર થાય છે.

આટલુ જ નહી સુકી સ્કીન ની સમસ્યા ને દુર કરવા માટે પણ સાબુદાણા નો ઉપયોગ કરી શકાય છે. સુકી સ્કીન માટે પહેલા સાબુદાણા ને પીસી તેમાં થોડી મલાય મેળવી લેપ તૈયાર કરો ત્યાર બાદ તેને મોઢા પર લગાવો અને સુકાય ગયા બાદ ઠંડા પાણી વડે સ્વસ્થ કરી લો. અને આ લેપ ને અઠવાડિયા માં 2 અથવા 3 વાર લગાવો જેનાથી આ સમસ્યા દુર થશે.

જો ઓઈલી સ્કીન ની સમસ્યા થી હેરાન છો તો પીસેલા સાબુદાણા માં લીંબુ નો રસ મેળવી તેને મોઢા પર લગાવો જેનાથી એક્સ્ટ્રા ઓઈલ નીકળી જશે અને સ્કીન ખુબજ સુંદર દેખાશે. શાકાહારીઓ માટે સાબુદાણા પ્રોટીનનો ઘણો સારો સ્રોત છે. બીજા બધા પ્રોટીન ફૂડ્સ કરતા તે સસ્તા પણ છે. અને વધુ અસરકારક પણ. જો બોડી બનાવવા માંગતા હોવ તો નિયમિત સાબુદાણા ખાવાથી ફાયદો થઈ શકે છે.

શરીરમાં લોહીની ઉણપ હોય તો આયર્નના સિરપ લેવાને બદલે સાબુદાણા ખાવાનું શરૂ કરી દો. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે એનિમિયાથી બચાવે છે. તે શરીરમાં રક્તકણોની સંખ્યા વધારે છે. આથી એનિમિયા માટે સાબુદાણા રામબાણ ઈલાજ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top