શરીર પરની અણગમતી રુવાંટી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાળ કુદરતની આપેલી અનમોલ ભેંટ છે પરંતુ આ વાત તે લોકો જ સમજી શકે છે જેના માથામાં વાળ ના હોય. પરંતુ વાળ કુદરત દ્વારા આપવામાં આવેલ સૌથી ખરાબ વસ્તુ પણ છે, આ વાત તે સમજી શકે છે જેમના શરીર પર અણગમતી જગ્યાએ પણ વાળ હોય છે. આવી મહિલા હોય કે પુરૂષ જેમના શરીર પર અણગમતી જગ્યાએ વાળ હોય અને જેને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા હોય.

ઘણી જગ્યાએ એવું જોયું હોય છે કે અનેક છોકરીઓને હાથ-પગ અને મોઢા પરના અણગમતા વાળને દૂર કરવા માટે બ્યુટી પાર્લર ચક્કર લગાવવા પડતા હોય છે. ઘણા બધા પૈસા ખર્ચ કર્યા પછી પણ તેમની સમસ્યા દૂર નથી થતી. તેવી જ રીતે પુરુષોને પણ  શરીરના અમુક એવા ભાગમાં નાગમતી જગ્યાએ વાળ હોય છે અને જેને દૂર કરવા માટે તે અનેક પ્રયત્નો પણ કરતા હોય છે પરંતુ તે પણ સફળ નથી થતા. જો કોઇ છોકરીના મોઢા પર વાળ હોય તો તે એક અભિશાપ જેવું થઈ જાય છે. તેથી તે સુંદર અને ખૂબસૂરત દેખાવા માટે શરીર પરના અણગમતા વાળને દૂર કરવાના પ્રયત્ન કરે છે.

કોલગેટનો સફેદ પેક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા એક કટોરીમાં બે ચમચી એવરયુથ પીલ માસ્ક અને બે ચમચી કોલગેટ લઈને સારી રીતે મિક્ષ કરી લેવું. શરીરના જે ભાગમાંથી તમે વાળ દૂર કરવા માગતા હોવ તો તે ભાગમાં આ પેસ્ટને લગાવીને ૨૦ મિનિટ સુધી રહેવા દેવું. જ્યારે તે સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેને ધીરે ધીરે દૂર કરવું. તેનાથી તમને દર્દ પણ નહીં થાય અને તે ભાગમાં ફરીથી વાળ પણ નહીં આવે.

એક ચમચી હળદર પાવડર, ચણા દાળ પાવડર બન્નેને પાણીમાં મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો. સૂકાઈ જાય ત્યારે તેને રગડીને કાઢી લો. નિયમિત રીતે આમ કરવાથી ધીરે-ધીરે વાળ દૂર થઈ જાય છે. જો તમારા ચહેરા કે શરીરના અન્ય ભાગ પર વધુ પડતી રૂંવાટી હોય તો આ પ્રયોગ તમારા માટે બેસ્ટ છે.

સૌ પ્રથમ મધ , દાળિયાની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરી લો. તે બાદ આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી લો. આ પેસ્ટને લગાવીને રહેવા દો. સૂકાઇ જાય તે બાદ બરાબર સ્ક્રબ કરો અને 15 મિનિટ બાદ ચહેરાને પાણીથી બરાબર ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે.આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે.

ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો. થોડીવાર પછી તેને રગડીને કાઢી દો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો. રોજ આમ કરવાથી ન જોઈતા વાળ થી છૂટકારો મળશે અને ચહેરામાં ચમક આવશે.

ઈંડાનો માસ્ક આ પૈકને બનાવવા માટે 1 ઈંડાના વ્હાઈટ ભાગમાં 1 ટેબલસ્પૂન શુગર અને 1/2 સ્પૂન મકાઈનો લોટ મિક્સ કરો. હવે તમે જે બોડી પાર્ટ્સ પરથી વાળ હટાવવા માંગો છો ત્યા આ પૈકને 10-15 મિનિટ સુધી લગાવી મુકો અને સૂકાયા પછી તેને પીલૉક માસ્કની જેમ ઉતારી લો. પછી એ સ્થાનને પાણીથી સાફ કરી લો. તેનાથી તમે કોઈપન જાતની સાઈડ ઈફેક્ટ્સ અને દુખાવા વગર અણગમતા વાળથી છુટકારો મેળવી લેશો.

બેસન અને દૂધ ત્વચાના અણગમતા વાળને હટાવવાની સાથે સાથે આ પૈક ચેહરાને ગ્લોઈંગ પણ બનાવે છે.  તેને બનાવવા માટે 1/2 વાડકી બેસન, 1/2 વાડકી દૂધ, 1 ટી સ્પૂન હળદર પાવડર અને 1 ટી સ્પૂન ફ્રેશ ક્રીમ મિક્સ કરીને અડધો કલાક રાખી મુકો પછી જ્યા વાળ હોય એ સ્થાન પર લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. જ્યારે સુકાય જાય ત્યારે કુણા પાણીથી સ્ક્રબ કરતા તેને કાઢી લો.

ખાંડ અને લીંબૂનુ પેક 2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન ફ્રેશ લીંબુનો રસ અને 10 ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. પછી તેને વધેલા વાળ પર 15-20 મિનિટ સુધી લગાવીને છોડી દો. ત્યારબાદ હળવા હાથે માલિશ કરતા તેને સાફ કરી લો. અઠવાડિયામાં 3 વાર આ પેસ્ટને નિયમિત રૂપે લગાવવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.

વાળને થ્રેડિઁગ દ્વારા દૂર કરાવી શકો. જોકે કેટલીક યુવતીઓને થ્રેડિઁગ કરાવ્યા પછી નાજુક અને સંવેદનશીલ ત્વચાને લીધે સમસ્યા ઉદ્ભવતી હોય છે. તેના બદલે થોડા દિવસના અંતરે કોઇ સારા પાર્લરમાં જઇને બ્લીચ કરાવો અથવા જો તમે ફાવે તો ઘરે પણ બ્લીચ કરી શકો છો.

ચહેરા તથા શરીરના અન્ય અંગો પરથી બિનજરૂરી વાળને દૂર કરવા માટે ઉપલબ્ધ વિવિધ પધ્ધતિઓમાં વેક્સીંગ તથા થ્રેડિંગ ઉપરાંત ઈલેકટ્રોલિસીસ, પ્લકીંગ (પ્લકર દ્વારા વાળને ખેંચી કાઢવા), શેવીંગ (રેઝર દ્વારા વાળ કાઢવા) ક્રીમ તથા લેઝરનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. આ યાદીઓમાં હવે ‘બ્લેન્ડ’ પધ્ધતિનો ઉમેરો થયો છે.

ક્રિમ લગાડીને બિનજરૂરી વાળ કાઢવા’આ એક અત્યંત ઝડપી તથા તકલીફ રહિત પરિણામ આપનારી પધ્ધતિ છે. આ ક્રિમ બજારમાં સહેલાઈથી મળે છે તથા આ પધ્ધતિથી વાળનો નિકાલ કરવા માટે બ્યુટીપાર્લરમાં જવાની પણ કોઈ જરૂર નથી. કારણ કે ક્રીમના પેકેટમાં છાપેલી સૂચનાઓનું પાલન કરીને કોઈપણ વ્યક્તિ ઘરમેળે પોતાની જાતે જ આ પધ્ધતિનો અમલ કરી શકે છે. આ પધ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ જ છે કે આનાથી વાળ નીકળ્યા બાદ તે ફરી પાછા જલદી ઉગી જાય છે, કારણ કે ક્રિમ દ્વારા નીકાળેલા વાળ તેના મૂળ પરથી કપાયા નથી હોતા.

રેઝર દ્વારા બિનજરૂરી વાળ કાઢવા વાસ્તવમાં જોવા જઈએ તો આ પધ્ધતિ પુરુષો માટે જ યોગ્ય છે. સ્ત્રીઓ જો રેઝર વાપરીને તેમના હાથ-પગના બિનજરૂરી વાળને દૂર કરે તો તેમની ચામડી છોલાઈ જવાનો, ડાઘા, પડવાનો તથા ચામડી પર નાના ફોલ્લા થવાની સંભાવના ઘણી વધી જાય છે. ઉપરાંત રેઝર દ્વારા દૂર કરેલા વાળની બદલે ઉગેલા નવા વાળ ઘણા બરછટ તથા લાંબા હોવાનું પણ ઘણીવાર જોવા મળે છે.

થ્રેડીંગ આ એક ઘણી કાબેલિયત માગી લેતી પધ્ધતિ છે. નિષ્ણાત બ્યુટીશિયનો પાસે જ થ્રેડીંગ કરાવવું સલાહભર્યું છે. આઈબ્રો તથા મૂછની જગ્યાએ ઉગેલા બિનજરૂરી વાળને થ્રેડીંગથી દૂર કરાય છે.

કેટલીક બ્યુટીશીયનોને પૂરતી તાલીમ તથા પ્રેકટીસ મળી હોવાને લીધે તેઓ થ્રેડીંગ કરે ત્યારે ખાસ કોઈ પીડા થતી નથી. પરંતુ જો કોઈ નવા નિશાળિયા પાસે થ્રેડીંગ કરાવો તો કેટલીકવાર અસહ્ય પીડા થતી હોવાનું બની શકે છે.

પ્યુમીક સ્ટોન’ (પથ્થર) વડે વાળ કાઢવા જેવી પદ્ધતિ જેમાં જૂના જમાનામાં સ્ત્રીઓ આ પધ્ધતિનો ઉપયોગ કરતી હતી. આ એક ધીમી તથા પીડાદાયક પધ્ધતિ છે. આમાં, જો પથ્થર વધારે ઘસાઈ જાય તો ચામડી છોલાવાનો કે ડાઘા રહી જવાનો પણ સંભવ હોય છે.

ઈલેકટ્રોલિસિસ પધ્ધતિ જેમાં ઘણી સ્ત્રીઓ ઈલેકટ્રોલિસિસ વડે અણગમતા વાળનો કાયમી નિકાલ કરવો વધુ પસંદ કરે છે. આ એક આધુનિક પધ્ધતિ છે. પરંતુ અમેરિકા તથા કેટલાંક પાશ્ચાત્ય દેશોમાં ‘બ્લેન્ડ’ પધ્ધતિના આગમન બાદ ઈલેકટ્રોલિસિસની માગ ઘટી ગઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top