Site icon Ayurvedam

શરદી-ઉધરસ, ફ્લૂ અને તાવથી બચવા માત્ર કરી લ્યો આનું સેવન રોગપ્રતિકારક શક્તિ થઈ જશે 10 ગણી

અત્યારે ચાલી રહેલ મહામારી વચ્ચે પોષણ સ્થિતિ અને રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી’ તેના પર રિસર્ચ પેપર તૈયાર કરનાર પ્રો.વનિશાએ કહ્યું કે, અત્યારસુધી આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર જ રહ્યા છે. પોષણતત્વયુક્ત ખોરાક લેતા જ નથી એટલે હવે એક દિવસમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધી જાય તે અશક્ય છે માટે રોજિંદા આહારમાં કેવા પ્રકારના શાકભાજી, ફળ, કઠોળ વગેરે ખાવા જોઈએ તેને મેં રિસર્ચ પેપરમાં રજૂ કર્યા છે. જેમાં રોજની થાળીમાં લોકોએ ચરબી, તેલ અને ખાંડનો ઉપયોગ ઓછો કરી ફરસાણ, બીસ્કીટ, પેસ્ટ્રી, કૂકીઝ, જામનો વપરાશ ટાળીને તાજા ફળ-શાકભાજી ખાવા જોઈએ.

બદામ અને સુરજમુખીના બીજમાં રહેલાં વિટામિન રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. તે ચરબીને ઓગાળે તેવું વિટામીન છે જે પ્રતિકારક શક્તિ ના કોષને પ્રવૃત્ત રાખે છે તથા બેક્ટેરિયા અને વાયરસ ની સામે લડવાની શરીરની ક્ષમતા વધારે છે. બદામ કે સૂરજમુખીના બીજને તમે ફળ સાથે અથવા તો સ્મુધીઝમાં ઉમેરીને ખાઈ શકો છો.

વિટામીન સી એક સુપર પોષક તત્વ છે. તેના રસમાં રહેલું રસાયણ રોગપ્રતિકારક શક્તિ માટે બહુ મહત્વનું છે તે કોઈપણ પ્રકારના સામાન્ય ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ છે. વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે કોષોને થતી હાની તથા કોષના અસ્તવ્યસ્ત બંધારણને રોકે છે. વિટામીન સી માટે તમે તમારા ખોરાકમાં રોજ લીંબુ , સંતરા , જામફળ, આમળાં કે કેપ્સીકમ નો ઉપયોગ કરી શકો છો.

રોગ પ્રતિકારક શક્તિ ને વધુ સારી બનાવવા માટે જેટલાં શાકભાજી ખાશો તેટલું સારું છે. રંગીન ફળો અને શાકભાજી માં ઘણા પ્રકારના પિગમેંટ જેમકે ક્લોરોફિલ એક્સ્ટાસ્કેનથિન, બીટા કેરોટીન વગેરે રહેલાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને ઘડવામાં કામ લાગે છે. લાલ, લીલા અને પીળા કેપ્સીકમ લાલ કોબી બ્રોકલી પણ ખૂબ લાભદાયી છે.

હળદર માં રહેલા કર્ક્યુમાઇનોડિસ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં ખૂબ મહત્વના સાબિત થાય છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી સ્નાયુઓને કરનારા તથા હીલિંગ ક્ષમતા ધરાવે છે. પારંપરિક હળદર વાળું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આદર્શ પીણું છે. આદુ ખૂબ જ સક્ષમ એન્ટિઓક્સિડન્ટ છે અને સાહજિક રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિવિધ પ્રકારના વિટામિન્સ જેમકે આયરન અને કેલ્શિયમ રહેલા હોય છે. જિંજરોલને કારણે ઇન્ફ્લેશન, ગળા વગેરેનો કાયમી દુખાવો તથા બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

બેરિઝ એટલે કે રસ ઝરતા ફળો, ખાસ કરીને ખાટા ફળો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. બેરિઝ ખૂબ વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. બ્લેક બેરીઝ, સ્ટ્રોબેરી અને બ્લુબેરીઝમાં ફ્લેવોનોઇડ્ઝ હોય છે જે ખૂબ જ અસરકારક એંટીઓક્સિડેંટ છે. ફળો અને શાકભાજી મોસમ પ્રમાણે જ ખાવાથી તમારું સ્વાસ્થ્ય વધુ તંદુરસ્ત બનશે એન્ટિઓક્સિડન્ટ્સ પ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને છે.

ગિલોય અને તુલસી પણ ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. તેનું સેવન અનેક રીતે લાભદાયી છે. ગિલોયને પાણીમાં ઉકાળીને પી શકાય છે. જ્યારે તુલસીનો ઉકાળો અનેક પ્રકારના ફાયદા કરાવે છે. તુલસીના 20 પત્તા સારી રીતે સાફ કરી તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળી લો, હવે આ પાણીમાં એક ચમચી વાટેલું લસણ અને તજનો પાવડર નાખીને પાણી અડધુ રહેવા પર ઉકાળો. તેમાં થોડુ મધ ઉમેરીને દિવસમાં 2થી 3 વખત તે લો. તેને તાજુ જ બનાવીને પીવો. એનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

તુલસીના 20 પત્તા આદુનો એક નાનો ટુકડો અને 5 કાળામરીને ચામાં નાખીને ઉકાળો અને તે ચાનું સેવન કરો. તેનું સેવન સવારે અને સાંજના સમયે કરી શકાય છે. બે ચાની વચ્ચે 10થી 12 કલાકનો ગેપ રાખો. પાલક શરીર માટે ખુબજ ઉપયોગી છે. પાલક મા પણ વિટામિન સી હોય છે. એન્ટી ઓક્સિડન્ટ અને ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે. જે શરીર માટે ખુબજ જરૂરી છે.

ટામેટા, આંબળા, ગાજરનું ઝીંક માટે સેવન કરી શકો છો. ઝીંક એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે અને અતિ મહત્વનું કાર્ય કરે છે. ઝીંક બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં ખુબજ મદદ કરે છે અને આપણા શરીર ને રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે.

Exit mobile version