Site icon Ayurvedam

100 થી પણ વધુ રોગોનું મૂળ છે કબજિયાત, માત્ર આ દેશી રીતે મેળવી લ્યો જીવનભર છુટકારો

આજની લાઈફસ્ટાઈલ અને ભોજનમાં અનિયમિતતા તેમજ ભાગદોડવાળું જીવન રોજ સવારે પેટ સાફ કરવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે. આ સમસ્યા માત્ર મોટી ઉમરના લોકોને જ નહીં પરંતુ નાના બાળકો અને યુવાનોમાં પણ જોવા મળે છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે  તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકે છે.  કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે.

કબજિયાત એટલે આમ સીધીભાષામાં કહીએ તો ખોરાક તેના મૂળ સ્વરૂપે પાચતો નથી અને મોટા આંતરડામાં પડયો પડ્યો સડે છે. સામાન્ય રીતે જે ખાવામાં આવે  તે જઠર, નાનું આંતરડું અને મોટા આંતરડામાંથી પસાર થઈને અંતે મળ સ્વરૂપે કચરો બહાર કાઢે  છે. આવું મોટાભાગે ઓછું પાણી પીવાને કારણે થાય છે , ઓછા પાણીને કારણે  આંતરડામાં જે વલોવાની પ્રક્રિયા થાય એ થતી નથી. એટલે ખોરાક પચતો નથી અને ત્યાં પડ્યો પડ્યો સડે છે.

કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણ ઉત્તમ છે. આ આયુર્વેદિક ઔષધ છે, જે આમળાં, હરડે અને બહેડાના મિશ્રણથી બને છે. તેથી તેને ત્રિફળા (ત્રણ ફળોથી બનેલ) કહે છે. તેમાં ગ્લાઈકોસાઈડ નામનું તત્ત્વ છે, જે પાચનમાં મદદ કરે છે. એક ચમચી ત્રિફળા ચૂર્ણને રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ભેળવી દો. સવારે આ પાણી પી જાઓ, કબજિયાત દૂર થશે.

આ ઉપરાંત, કબજિયાતનો એક જ ઉપાય છે કે  પુષ્કળ પાણી પીઓ. અને એવા ફ્રુટ ખાઓ જેમાં પાણી હોય જેમ કે, તરબૂચ, મોસંબી. જ્યારે પણ વનસ્પતિ જન્ય ખોરાકને બદલે ફેક્ટરીમાં બનેલ ખોરાક ખાવામાં આવે ત્યારે કબજિયાતનું પ્રમાણ વઘી જાય છે. પપૈયું કબજીયાતની સમસ્યા દુર કરે છે. જેનું વિટામીન ડી રોગ પ્રતિકારક શક્તિપણ વધારે છે.

 ઈસબગુલનું ચૂર્ણ કબજીયાતનો રામબાણ ઈલાજ છે. જેનો ઉપયોગ દૂધ અથવા પાણીમાં ભેળવીને પીવાથી કબજિયાત બિલકુલ દુર થાય છે. આ ઉપરાંત, જીરું અને અજમાને ગરમ કરીને તેમાં કાળું મીઠું નાખીને આ ત્રણેયનું મિશ્રણ ડબામાં રાખી લો. દરરોજ અડધી ચમચી હુંફાળા પાણી સાથે પીવાથી કબજિયાત મટી જય છે. અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાંકવાથી કબજિયાત મટે છે.

Exit mobile version