દાંત આપણાં શરીર નું એક કીમતી અવયવ છે. તેમાં દુખાવો કે સડો હોય તો એ ખૂબ પીડા દાયક હોય છે. આજકાંલની દોડધામ વળી જિંદગી માં લોકો પોતાના દાંત ની ચોખ્ખાઈ પાછળ પૂરતું ધ્યાન આપી શકતા નથી. ખાલી ટૂથ પેસ્ટ વાપરવાથી દાંત ચોખ્ખા રહેતા નથી.
તેના માટે અમુક અમુક સમયે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારો કરવા જરૂરી છે, જેનાથી તમારા દાંત નું આયુષ્ય ઘણું લાંબુ થઈ જાય છે અને જો તમને દાંત માં દુખાવો કે સડો હોય તો એમાં પણ રાહત થઈ ને માટી જે છે. રાત્રે સૂતી વખતે હમેશા દાંત સાફ કરી ને સુવાની ટેવ પાડવી જોઈએ.
નાના બાળકો એ કોઈ ગળ્યો ખોરાક કે ચોકલેટ ખાધી હોય તો તેને તરત મુખવાસ ખવડાવવો અથવા તો દાંત કોગળા કરી ને સાફ કરવી નાખવા જોઈએ, જેને લઈ ને તેના દાંત ને કાય નુકસાન થાય નહીં.અહી નીચે કેટલાક આયુર્વેદિક ઘરગથ્થુ ટુચકા બતવામાં આવ્યા છે.
દાંત ની સંભાળ માટેના ઘરેલુ આયુર્વેદિક ઉપાયો
હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે. દાંત હલતા હોય અને દુખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે. સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત થાય છે. તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે. ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.
તેલ લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. સફરજન નો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
પાકા ટમેટાનો રસ 50 ગ્રામ જેટલો દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં વારંવાર કરવાથી આરામ મળે છે. કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે.
કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે. રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે. તુલસીના પાન ચાવવાથી અને તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.
પોલા થઈ ગયેલા અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે. દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.
દાઢ દુખતી હોય તો રાસ તેલ અથવા spirit નું પૂમડું બનાવી તેની ઉપર કપૂર ભભરાવી દુખતી દાઢ ઉપર પર મૂકવું. જાંબુના ઝાડની છાલ ધોઈ સ્વચ્છ કરી અધકચરી ખાંડી શેર પાણીમાં નાખી ઉકાળી અડધો શેર પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી તે પાણી ઠંડું કરીને કોગળા કરવાથી દાંત ના પેઢા મજબૂત થાય છે.
વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો હાલતા દાંત પણ મજબૂત રીતે ચોંટી જાય છે. 10 ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયા માં ફાયદો થાય છે. જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દુર થાય છે.