Site icon Ayurvedam

વર્ષો જૂના કોઢથી લઈને શરીર ના અનેક રોગથી આપશે છુટકારો અપાવશે આ નાનકડી ઔષધિ

રાઈ એ દાળશાકમાં વઘારમાં અને અથાણામાં વપરાતી એક મહત્ત્વની ચીજ છે. બધા દેશોમાં મસાલા તરીકે રાઈનો ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી રાઈનો ઉપયોગ થાય છે. તેને બેસર અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. તેના છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈના થાય છે. તેને પીળાં ફૂલ અને ઇંચ-દોઢ ઇંચ લાંબાઈની શીંગો આવે છે. એ શીંગોમાં રાઈના દાણા હોય છે. રાઈના દાણા બહુ ઝીણા હોય છે. તેના પાનનું શાક થાય છે. રાઈ ભારતમાં સર્વત્ર થાય છે

ધોળી, કાળી અને રાતી એમ રાઈ ત્રણ જાતની થાય છે. રાતી કરતાં ધોળી રાઈના દાણા મોટા હોય છે. રાઈડાના દાણા રાઈના દાણા જેવા જ પણ સહેજ મોટા હોય છે. દાળ-શાકના વઘાર ઉપરાંત રાયતા અને અથાણામાં પણ રાઈ વપરાય છે. ‘રાયતું ‘ શબ્દ “રાઈ ‘ પરથી જ પ્રચલિત થયો છે.

દહીંના મઠામાં રાઈ વાટી તેમાં જરૂરી મીઠું નાખવાથી સરસ અનોખો સ્વાદ પેદા થાય છે. ઉપરાંત તેમાં દ્રાક્ષ, કેળાં, કાકડી, મોગરી વગેરે નાખીને મનગમતી વસ્તુનું રાયતું બનાવાય છે. રાયતામાં રાઈ એ મુખ્ય વસ્તુ હોય છે. રાયતું એ વિશિષ્ટ અને ઉપયોગી બનાવટ છે. એ ઉષ્ણ, પાચક, રુચિકર અને સ્વાદિષ્ટ છે. રાયતું શિયાળાની ઋતુમાં વધારે ગુણકારી માનવામાં આવે છે.

રાઈ એટલે કે સરસવના બીજોનો ઉપયોગ ભારતીય ઘરોમાં મુખ્ય મસાલાના રુપમાં કરવામાં આવે છે. રાઈનું સેવન કરવુ સ્વાસ્થય અને સૌંદર્ય માટે લાભદાયક હોય છે સાથે જ આ ભોજનના સ્વાદને પણ વધારે છે. રસોઈમાં વઘાર કરવા માટે મુખ્ય રુપથી રાઈ અને જીરાનો ઉપયોગ કરવામાં આવે છે.

રાઈના બીમાં ઓમેગા-૩ ફૈટી એસિડ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વ હોય છે અને સાથે જ આ ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર અને વિટામીન બી નો પણ સ્ત્રોત હોઈ છે. રાઈના દાણામાં સેલેનિયમ હોઈ છે જે એક એંટિ-ઈંફ્લેમેટ્રી ગુણવાળુ તત્વ માનવામાં આવે છે. રાઈના દાણાનું સેવન કરવાથી સોજાની સમસ્યાથી છૂટકારો મળે છે. રાઈના તેલથી માલિશ કરવા પર પણ સોજા ઓછા થાય છે.

વધેલા કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે રાઈનું સેવન લાભદાયક હોય છે. રાઈમાં વિટામીન બી-૩ પૂરતા પ્રમાણમાં હોઈ છે એટલે રાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે લાભદાયક હોઈ છે. રાત્રે પાણીમાં રાઇ પલાળીને ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી થાય છે.

જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય તો હથેળીમાં થોડી એવી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે. ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.

માથાના દુખાવાની સમસ્યા હોય તેમને માટે રાઈ ઘણી ફાયદાકારક છે. રાઈના લેપમાં કપૂર ભેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે, રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે

દસ તોલા સરસિયું કે તલનું તેલ લઈ તેને ખૂબ ઉકાળી, ઊભરો લાવી, નીચે ઉતારી, તેમાં રાઈ અને લસણ એક-એક તોલો બારીક પીસીને નાખવું. પછી તેમાં દોઢ માસો કપૂર નાખીને ઢાંકી દેવું અને ઠંડું થાય ત્યારે ગાળીને શીશીમાં ભરી લેવું. આ તેલનાં બે-ચાર ટીપાં કાનમાં નાખવાથી કાન પાકતો હોય, કાનમાંથી પરુ નીકળતું હોય તો તે મટે છે.

અડધો તોલો વાટેલી રાઈ અને અડધો તોલો મીઠું ગરમ પાણીમાં મેળવીને પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. રાઈનો એક ચમચો લોટ ઠંડા પાણીમાં પીસી ચાળીસ-પચાસ તોલા પાણીમાં મેળવી પીવાથી ઊલટી થઈ ખાધેલું ઝેર બહાર નીકળી જાય છે.

રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઊલટી તરત જ બંધ થઈ જાય છે. રાઈ અને હિંગનું  ચૂર્ણ કાંજી સાથે ખવડાવવાથી મૃત ગર્ભ બહાર નીકળી જાય છે. તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિશ કરાય છે. શરદીથી પગ ઠંડા પડી જતા હોય તો રાઈનો લેપ હિતાવહ છે.

રાતી અને ધોળી રાઈ કફ તથા પિત્તને હરનારી, તીક્ષ્ણ, ગરમ, રકતપિત્ત કરનારી, કંઈક રુક્ષ અને અગ્નિને પ્રદીપ્ત કરનારી છે. એ ખૂજલી, કોઢ અને પેટના કૃમિઓનો નાશ કરનારી છે. કાળી રાઈમાં પણ એવા જ ગુણો છે. પરંતુ એ અત્યંત તીક્ષ્ણ હોય છે.

Exit mobile version