Site icon Ayurvedam

રાત્રે સુવાની 30 મિનિટ પહેલા ખાલી લ્યો આ 2 દાણા, ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં ચડવા પડે દવાખાનાના પગથિયાં

આજે અમે તમને જણાવીશું કે લવીંગ ખાવાથી તમારા સ્વાસ્થ્ય ને કયા કયા ફાયદાઓ થાય છે. નાના લવિંગ, જેનો ખોરાકમાં સારો સ્વાદ હોય છે, તે મસાલાઓની દુનિયામાં વિશેષ સ્થાન ધરાવે છે. ચા થી લઈને પુલાવ અને ટૂથપેસ્ટ લઈને દરેક દવાઓમાં લવિંગનો ઉપયોગ થાય છે.

એન્ટીઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટિ-સેપ્ટિક ગુણધર્મોથી ભરેલા લવિંગ તમને ઘણા રોગોથી બચાવવા માટે કામ કરે છે. લવિંગ સ્વાદમાં કડવા હોય છે. યુજેનોલ નામના તત્વને લીધે તેમાંથી સુગંધ આવે છે. તેમાં રહેલા આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, હાઇડ્રોક્લોરિક એસિડ અને વિટામિન આપણને અનેક રીતે લાભ કરે છે.

તો ચાલો આપણે જાણીએ લવીંગથી થતાં અનેક ફાયદાઓ :

લવિંગનું સેવન પેટ માટે ફાયદાકારક છે. તેમાં હાજર ફાઇબર પાચન અને કબજિયાતને દૂર કરે છે. ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લવિંગનાં તેલના થોડા ટીપા નાખીને અથવા લવિંગનું પાણી પીવાથી રાહત મળે છે.

લવીંગમાં રહેલા વિટામિન સી અને એન્ટીઑક્સિડેન્ટ ગુણને લીધે આપણને ઠંડી અને શરદીમાં ફાયદો મળે છે. ગળાના ચેપમાં, લવિંગનું પાણી અથવા ચા માં થોડા લવિંગ લેવાથી રાહત મળે છે. મોમાં આખા લવિંગ મૂકવાથી ગળાના દુ:ખાવામા પણ રાહત મેળવી શકાય છે.

લવીંગ ખાવાથી શારીરીક ક્ષમતા પણ વધે છે. લવિંગ રોજ સાંજે દુધની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છે. લવિંગમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારીમાં રામબાણ સમાન સાબિત થાય છે એના પાવડરને પીસીને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.

લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયાને રાહત આપવામાં મદદ કરે છે. મોટાભાગના લોકોને પાયોરિયાને કારણે મોમાંથી દુર્ગંધ આવે છે, આ સ્થિતિમાં દરરોજ સવારે અને સાંજે લગભગ બે મહિના સુધી લવિંગ રાખવાથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

પેટની સમસ્યાઓમાં ગેસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે,  સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર લવિંગના તેલના અમુક ટીપાં નાખી તેનું સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

લવિંગવાળી ટૂથપેસ્ટ અને ફેસવોશનો ઉપયોગ પણ કરી શકાય છે. આ સિવાય લવિંગ અન્ય પ્રકારના બેક્ટેરિયાને નષ્ટ કરવામાં પણ સક્ષમ છે. કોલી સહિત ત્રણ સમસ્યાને દૂર કરવામાં લવિંગ તેલ અસરકારક રીતે કામ કરે છે. કોલી બેક્ટેરિયાને લીધે, શરીરના ખેંચાણ, ઝાડા અને થાકની સમસ્યા રહે છે, તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

જે લોકોને દાંતમાં દુખાવો રહે છે એ લોકોએ લવિંગને દાંતમાં દબાવીને રાખવું જોઇએ. આનાથી દર્દ ઓછું થાય છે એના વગર લવિંગ ના તેલ થી દાંતો પર માલિશ કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે. મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે.પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ સહાયક છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ કુણા પાણી સાથે લો. થોડી જ વારમાં આરામ મળશે. સૌથી સારી વાત એ છે કે આ લવિંગ અન્ય પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ નથી કરતી.

લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમ થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.

લવીંગ બારીક પીસીને મધની સાથે ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાં આરામ મળે છે. એસિડિટી, છાતીમાં બળતરામાં લવિંગ ચાવવાથી આરામ મળે છે. 1 કપ પાણીમાં 2 લવિંગ ઉકાળીને પીઓ.00 ગ્રામ અળસીની સાથે 10 ગ્રામ લવિંગ પીસીને રાખો, સવારે 1 ચમચી હૂંફાળા પાણી સાથે લો.

લવિંગની ચામાં તલુસી, ફૂદીનો અને મધ નાંખીને પીવાથી સ્ટ્રેસ, ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે. ઠંડીને કારણે જોઇન્ટમાં થતા પેનમાં લવિંગના તેલનું મસાજ કરવાથી ફાયદો થાય છે.

ડાર્ક સર્કલ્સના કિસ્સામાં લવિંગનો ફેસ પેક લગાવો. ડાર્ક સર્કલ પર લવિંગ ફેસ પેક લગાવવાથી ડાર્ક સર્કલ્સ ઓછા થશે. એક ચમચી ચણાના લોટમાં અંદર થોડું લવિંગ પાવડર અને ગુલાબજળ ઉમેરો. આ ફેસ પેકને ડાર્ક સર્કલ પર લગાવો. આ લવિંગ ફેસ પેકને અઠવાડિયામાં બે વાર લગાવો.

Exit mobile version