રતનજોતના છોડ પાંચ-છ ફૂટ ઊંચા થાય છે. તેની ચાર જાત હોય છે. તેમા પહેલી જાતની રતનજોત નાં પાન બારીક ઉપરાંત કાળા રંગના હોય છે. એની દાંડી રૂંવાટીવાળી હોય છે. તેની જડ કાંગરાવાળી તથા ડાળી ચારે બાજુ ફેલાયેલી હોય છે. તે રાતા ઘેરા રંગની હોય છે. તેની ડાળીઓને કાંટા હોય છે. તેનાં ફૂલ તથા દાણા કાળા રંગના હોય છે. આ જાત પોચી હોય છે.
બીજી જાતની રતનજોતનાં પાન નાનાં, ખરસટ હોય છે. તેની દાંડી લાંબી તથા પાનથી ભરેલી હોય છે. તેનું ફૂલ આસમાની રંગનું હોય છે. તેની જડ લોહી જેવી રાતી હોય છે. ત્રીજા પ્રકારની રતનજોતનાં પાન નાના તથા ખરસટ હોય છે. તેની ડાળીઓ પણ નાની હોય છે. એનાં ફૂલ આસમાની રંગના હોય છે. તેની જડ લાંબી તથા ગુલાબી રંગની હોય છે. તે સ્વાદે વધુ જલદ હોય છે.
ત્રીજી અને ચોથી જાત એકબીજાને મળતી આવે છે. તેનું ફૂલ નાનું તથા લાલ હોય છે. રતનજોત ગુણમાં શોધક, રેચક તથા ગર્ભવૃદ્ધિકાર છે. તે ઉષ્ણ તથા કૃમિઘ્ન છે. કોઢના ડાઘા મટાડવા સીરકો સાથે રતનજોતને મેળવીને લગાડવું જોઈએ.રતનજોત ને ગુલાબના તેલ સાથે ભેળવીને દાઝેલા ભાગ ઉપર લગાડતા તે ભાગમાં રાહત જણાય છે. રતનજોતનાં પાનનો લેપ છાતી ઉપર કરવાથી ધાવણનો વધારો થાય છે તથા વહી જતા લોહી ઉપર એનાં પાનનો રસ લગાડવાથી લોહી બંધ થાય છે તથા રાહત જણાય છે એમાં ઘ રૂઝવવાનો ગુણ છે.
રતનજોત આર્તવ લાવી શકે છે તથા લોહી સુધારી શકે છે. રતનજોતના ઉકાળાને થોડા મધને પાણીમાં પકવી પીવાથી પ્લીહા, યકૃત તથા મૂત્રપિંડના વ્યાધિઓ મટે છે. એનો પથરી મટાડવા માટે પણ ઉપયોગ થાય છે. તેનાં મૂળને ગાયના દૂધમાં ઘસી તેમાં બીજોરાંનાં બીજ વાટી ઋતુકાળે ગર્ભધારણ થઈ શકવા માટે આપવામાં આવે છે.
રતનજોતનાં ફૂલ પાન કરતાં વધુ ગુણ ધરાવે છે. તેનાં ફૂલની કળીઓ ઘીમાં તળી સાકર સાથે ફાકી દૂધ સાથે પીવાથી ધાતુ વિકાર તથા પ્રદર મટીને પુષ્ટિ આપે છે. વળી ઘી માં તળેલી કળીઓ નાગકેસર, કેસરની ઘીમાં ગોળી બનાવી દિવસમાં બે વાર લેવાથી મૂળ વ્યાધિ તથા રક્તાતિસારને ફાયદો થાય છે.
રતનજોત, હરડે, સાટોડી, ગરમાળો, દ્રાક્ષ, કડુ, બેઠી ભોરીંગણી, અરણી, બીલીનો મગજ અને કુંવાર એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેમાં સાકર નાખી પાણીમાં આસવ બનાવવો. આ રીતે બનાવેલો આસવ અતિસાર, સોજા, પાંડુરોગ, કમળો તથા પ્રમેહના દુખાવા માટે વપરાય છે. રતનજોતનાં મૂળ, કમળકંદ, ધોળી શીમળનું કંદ અથવા એની છાલ એ બધી ચીજોનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી આ ચૂર્ણના ઉપયોગથી પ્રદર તથા ધાતુવિકાર મટે છે.
રતનજોત, નેપાળો, શેકેલી હિંગ, આમળા, કાળીજીરી, સંચળ, સિંધવ એ દરેક ચીજો સાતથી આઠ ગ્રામ જેટલી લઈ જૂનો ગોળ એ બધાના વજન જેટલો લઈ તેનો અવલેહ બનાવી શકાય છે. આ અવલેહના ઉપયોગથી કોઢ, કૃમિ, જવર વગેરે રોગોમાં રાહત થાય છે. રતનજોત, સૂકા આમળા, પીપળો અને એ દરેક સરખે વજને લઈ તેની થેપલી બનાવવી. આ થેપલી સંધિવા તથા છાતીનાં દર્દો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે.
રતનજોતના ઔષધીય ગુણધર્મોને લીધે, આ છોડ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ છોડના પાનનો ઉકાળો પીવાથી કિડનીમા રહેલી પથરીની સમસ્યા મટે છે. તેથી, જે લોકોને પથરીની બિમારી છે, તેઓએ રતનજોતનાં પાનનો ઉકાળો બનાવી પીવો જોઈએ. રતનજોતના ઔષધીય ગુણધર્મો વાળ માટે ખૂબ ફાયદાકારક છે અને તેના ઉપયોગથી વાળ ખરતા અટકે છે.
વાળ ખરવાની સમસ્યાથી પીડાતા લોકો, 50 ગ્રામ દહીંની અંદર એક ચપટી હળદર અને થોડું રતનજ્યોત ઉમેરીને પછી આ મિશ્રણને વાળના મૂળિયા પર લગાવો. 20 મિનિટ પછી વાળને નવશેકું પાણીથી ધોઈ લો. આ મિશ્રણને અઠવાડિયામાં ત્રણ વાર માથા પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે અને તે વધુ મજબૂત બનશે.
રતનજોતના ,ઔષધીય ગુણધર્મોની મદદથી ડિપ્રેશન જેવા ગંભીર રોગને પણ દૂર કરી શકાય છે. ડિપ્રેશનમાં જીવતા લોકોએ તેમના માથા પર રતનજોતની પેસ્ટ લગાવવી જોઈએ. રતનજોતની પેસ્ટ તૈયાર કરવા માટે તમારે રતનજોતનાં મૂળને પીસીને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરવી જોઈએ. પછી આ પેસ્ટ કપાળ પર લગાવો. આ પેસ્ટને કપાળ પર લગાવ્યા પછી, તમારી આંખો બંધ કરો અને 15 મિનિટ સૂઈ જાઓ. આ કરવાથી તમારા મનને શાંતિ મળશે અને હતાશાનો રોગ પણ દૂર થશે.