તમારા રસોડામા જ છુપાયેલ છે તમામ રોગોનુ નિદાન, જાણો ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મસાલા અને ઔષધો, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે, લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડે છે કેન્સર કોષો ની વૃદ્ધિ રોકવું ઉબકા અને પીડા રાહત બળતરા, અને વધુ ઘટાડવા માટે સક્ષમ છે એન્ટીઑકિસડન્ટોના સમૃદ્ધ છે. ઉપરાંત, તેમને વાનગી ઉમેરવા – તે પણ એક મહાન માર્ગ છે કે આવા મીઠું, ખાંડ અને સંતૃપ્ત ચરબી તરીકે આરોગ્ય માટે હાનિકારક હોઇ શકે છે, ઘટકોના ઉપયોગને ઘટાડવા માટે છે.

રસોડામાં મૂકવામાં આવેલા કેટલાંક મસાલા ભોજનમાં સ્વાદ વધારવા સિવાય તમારા સ્વાસ્થ્યને પણ સુધારવાનું કામ કરે છે. કેટલાંક લોકોને મસાલા બહુ પસંદ હોય છે તો કેટલાંક એવા લોકો પણ હોય છે જેઓ મસાલા ખાવાનું બિલકુલ પણ પસંદ નથી કરતા. પણ શું તમને માલુમ છે કે આપણા ભોજનમાં પ્રયોગ થઇ રહેલા મસાલા કેટલા સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટિક હોય છે.

આયુર્વેદ એક સ્વાવલંબી સારવારનું વિજ્ઞાાન છે. આપણી આસપાસની વનસ્પતિ અને આજુબાજુમાંથી મળતા મરી મસાલા, શાકભાજી, સૂંઠ, મરી, અજમો, જીરૃ, હિંગને હળદર જેવા દ્રવ્યો પણ ઔષધની ગરજ સારે છે.મહર્ષિ ચરકે નિત્ય નિરોગી રહેવા માટેનું એક સુંદર સૂત્ર આપ્યું છે – ‘સર્વદા સર્વ રસાભ્યાસઃ આરોગ્ય કરાણામ્’ અર્થાત્ આરોગ્ય આપનારા જે કોઈ સાધનો કે ઉપાયો છે તેમાં રોજે રોજ, બધા જ રસ આવી જતા હોય તે રીતનું ભોજન કરવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ગળ્યો, ખારો, ખાટો, તીખો, તૂરો ને કડવો એ છ રસ છે. આપણા રસોડામાં આ છ રસ આવી જાય છે.

ઉપયોગી મરી-મસાલા:

મરી ગરમ, તીખા, વાયુ કરનાર દિપક અને પાચક છે. કાળા મરીએ ત્રિદોષ નાશક છે. કાળા મરી સ્વાદે ભલે તીખા રહ્યા પણ શરીરને ઠંડક આપનારા છે.રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે.મરી શરીરમાંથી ટૉક્સિસને નીકાળીને બીમારીઓ સામે રક્ષણ આપે છે. સામાન્ય અને ખતરનાક બીમારીઓના ઉપચાર માટે પણ મરીનો ઉપયોગ કરવામાં આવે છે.

સૂંઠ પાચક ,સારક, દિપક , રુચિ વર્ધક , કંઠ ને હિતકારક છે. વાયુ , ખાંસી , કબજિયાત , ઊલટી, દમ મટાડે છે. હિંગ ગરમ, વાયુ હરનાર ,કૃમિ મટાડનાર ,ઉશેકેરાત સમાવનર પેટ ના તમામ રોગો માં હિતકર ,ખુશ્બુ દાર, અગ્નિપ્રદ, વાયુ આફરો અને ગેસ મટાડે છે. રાઈ ગરમ ,કડવી , પિત્ત વધારનાર , તીખી ,દાહ કરનાર , દીપન કરનાર, વાયુ કફ કૃમિ અને કંઠ રોગ મટાડે છે. મેથી  ઉત્તમ મસાલા માં એની ગણતરી છે. મરદાઈ બક્ષે છે. વાયુ ને હરે છે. શક્તિ વધારે છે. જીરું ગ્રાહી, પાચક ,દિપક , હલકું , નેત્ર ને લાભ આપી ભોજન પચાવે છે . ગર્ભશોધક ગણાય છે. ગર્ભ ની રક્ષા કરે છે. સ્વાદ માં કડછું છે, વાયુ અને જવર ને દૂર કરે છે.

ધાણા મધુર , દીપન , સ્નિગ્ધ, ઠંડા , મૂત્રલ ,પાચક , ગ્રહી ,રૂચિકર ,અને સુગંધી છે. ધાણા થી જ કોથમીર બને છે. નેત્રરોગ માં અકસીર છે. તાવ અને પેશાબ ની બીમારી દૂર કરે છે. મરચા તીખા , પિત્ત વર્ધક , વાયુ, કફ ને હરે છે. દાહક છે. રસોઈ માં લીલું મરચું લાભ કરે છે. લાલ મરચાં અગ્નિ વધારે છે. હળદર જરા કડવી, કફ મટાડનારી , તૂરી ,રક્ત શોધક , ચાંદી ના દર્દો માં અતિ ઉત્તમ, સવાર સુધરે ,આંતર માં તેમજ કંઠ માં દોષ દૂર કરે છે. પાંડુ, અરુચિ , કૃમિ ,તથા ખાંસી માં લાભ પ્રદ અને અતિ ગુણકારી છે. લસણતીખું સુગંધી વીર્ય વધારનાર મરદાઈ બક્ષનાર રસાયણ , દિપક અને બળકાર અને સ્વાદુ છે. લીલા લસણ થી અરુચિ, અજીર્ણ, કફ, વાયુ, કૃમિ, હેડકી ,દમ , આમ શૂળ, ઉધરસ મટાડનાર છે. સિજન માં લીલું લસણ ખવાથી આખા વર્ષ ની શક્તિ મળે છે.

તજ તીખા ,પિત્તકારક, મધુર ,કંઠ શોધક, લઘુ, રુક્ષ, કડવી ,બસ્તી શોધક ,અને ગરમ છે. હેડકી વાયુ ઉધરસ આમવત હરસ અને કૃમિ માં લાભ દાયક છે. શીતળ મધુર તીખી સુગંધી પિત્તકારક મુખ રોગ મટાડે છે મસ્તકના રોગને સમાવે છે વાયુ શ્વાસ કફ પિત્ત હૃદયરોગ તરસ ભૂખ બસ્તી અને મસ્તક શુળ માં લાભપ્રદ છે. સુધીનો મધુર ભારે રુચિકારક બળ આપનાર મળ મૂત્ર અને અટક અટકાવનાર વધુ પડતા ઝાડા રોકે સંગ્રહણી તાવ અને કૃમિનો નાશ કરે છે. જાયફળ  બાળકો માટે ખૂબ લાભદાયક છે દૂધમાં જાયફળનો નાખીને પીવાથી પાચન શક્તિ વધે છે ખૂબ શક્તિવર્ધક છે. બધી જ દવાઓમાં જાયફળ ઉત્તમ છે.

લવિંગ મુખ શુધ્ધિ અને કંઠ શુધ્ધિ કરે છે . જઠરાગ્નિ ને તેજ કરે છે, ચેતન શક્તિ વધારે છે.  કોલેરા અને અન્ય રોગોમાં ખૂબ લાભદાયક છે. કેસર સુગંધી છે વીર્યવર્ધક ગરમ પૌષ્ટિક મટાડનાર ભૂખ લગાડનાર વાયુ કફ શૂળ ઊલટી મટાડનાર છે . શક્તિવર્ધક માં કેશર ઉત્તમ છે. તલનું તેલ ખૂબ જ ઉત્તમ છે. તલનું તેલ વાત મટાડે છે 16 મટાડે છે અને શરીરને પુષ્ટ બનાવે છે તલના તેલની માલિશ કરવાથી શરીરનું આરોગ્ય સારું થાય છે રસોઈમાં તલનું તેલ ખૂબ જ ઉત્તમ છે. કોપરેલ ક્ષય મટાડે છે તરસ વાયુ પિત્ત સમાવે છે. શીતળ અને બળદાયક છે કચુકો શક્તિ બક્ષે છે નારિયેળનું પાણી ખોવાયેલા માટે ઉત્તમ છે ગોખરુ શક્તિ બક્ષે છે કોપરાની પીલીને તેલ કાઢે તે કોપરેલ છે મસ્તક રોગમાં અતિ ઉત્તમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top