99% લોકો અજાણ છે રસી લીધા પછી શું તકેદારી રાખવી? જાણી લ્યો તમારા દરેક સવાલ નો જવાબ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાલમાં દેશમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરાયો છે અને લોકોને કોવિશિલ્ડ અને કૉવેક્શિન રસી અપાઈ રહી છે. અનેક લોકો કોરોના વાઇરસની રસી લઈ રહ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ કોરાનાની રસી લેતા ખચકાટ અનુભવી રહ્યા છે. કોરોના રસીકરણને લઈને તેની અસર, આડઅસર અને યોગ્યતા તથા તકેદારીઓ બાબતે અનેક લોકો હજી અસમંજસમાં છે. આ રસી બાબતે લોકોના મનમા અનેક પ્રશ્નો ઉદભવે છે, જેમનો એક છે..

રસી લીધા બાદ શું ફરીથી કોરનાનો ચેપ લાગી શકે? હા. ધારો કે કોરોનાની રસીની અસર બે વર્ષ સુધી જ રહે છે એવું પ્રતિપાદિત થાય તો એ બે વર્ષ પૂરાં થાય એ અગાઉ જ એની રસી લઈ લેવી પડે. સાદી ભાષામાં કહીએ તો આ લાઇસન્સ રિન્યૂ કરાવવા જેવી જ વાત છે. તેથી એ રિન્યૂ કરાવવું પડે.

કોરોના થયો હોય તો રસી લઈ શકે? જેમને હાલમાં કોરોના થયો છે અથવા છેલ્લા બે મહિનામાં કોરોના થઈ ચૂક્યો છે તેમને હાલમાં રસીકરણ પ્રોગ્રામમાં સમાવવાના નથી.જેમને કોરોના થઈ ચૂક્યો છે તેમને જાતે જ, કુદરતી રીતે જ રક્ષણ મળી ગયું છે. નેચરલ ડોઝ ઑફ વૅક્સિન મળી ગયો છે. તેમના શરીરે જાતે જ કુદરતી રીતે રોગપ્રતિકારક ઍન્ટિબોડી ઉત્પન્ન કરી છે જે કૃત્રિમ રીતે વૅક્સિન વડે વધારવા માગીએ છીએ.

રસી આપ્યા પછી શરીરમાં કોરોના સામેની પ્રતિકારકતા ક્યાં સુધીમાં ઉત્પન્ન થશે? સરળ રીતે સમજીએ તો પહેલો ડોઝ આપ્યાના ત્રણથી ચાર સપ્તાહમાં સીત્તેર ટકા રક્ષણ અને બીજો ડોઝ આપ્યાના બે સપ્તાહમાં પંચાણુથી અટ્ઠાણુ ટકા રક્ષણ મળે એટલી ઍન્ટિબોડી ઉત્પન્ન થયેલી ટ્રાયલ્સમાં જોવા મળી છે.

અમુક લોકો એવું પણ માને છે કે રસી લીધા પછી માસ્ક પહેરવાની કે વારંવાર હાથ ધોવાની જરૂર નહીં રહે… જ્યાં સુધી આપણી સામે નવા કોરોના કેસના આંકડા એટલા ઓછા પ્રમાણમાં ન થઈ જાય કે જેને કારણે સામાન્ય સંજોગોમાં આપણે એકબીજાને મળીએ ત્યારે સંભવિત સંક્રમણની ક્ષમતા ઓછી થઈ જાય. તેથી જ્યાં સુધી સરકાર જાહેર ન કરે ત્યાં સુધી તો માસ્ક છોડવાનો નથી.

Scroll to Top