Site icon Ayurvedam

આખા આયુર્વેદમાં કબજિયાત, શ્વાસ અને હદયરોગની આનથી સારી બીજી કોઈ ઔષધિ નથી, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

પુષ્કરમૂળ મુખ્યત્વે કાશ્મીરમાં થાય છે. તેને ઘણાં લોકો પોખરમૂળ પણ કહે છે. કાશ્મીરના લોકો એને પાતાળ પદ્મિની કહે છે. કુમાઉન પ્રદેશમાં એને નિલકમલ કહે છે. પુષ્કરમૂળ હંમેશાં એક ઝાડની બાજુમાં બીજું ઝાડ ઊગ્યું હોય એમ ઊગે છે. તેની જડને ઘણાં રેસા હોય છે. તે રંગે કાળા હોય છે. આ ઔષધ ઘણું જ ઓછું  મળી આવે છે. એની જડ કડવી તથા તીખી છે. ઇરાનમાં પણ એની ખેતી થાય છે. કેટલાક લોકો પુષ્કરમૂળના બદલે કુષ્ટ વાપરવાનું જણાવે છે કારણ કે એ બંને મળતાં આવે છે.

આપણે ત્યાં ત્રણે દોષમાં એ વપરાય છે. કાસ, શ્વાસ, હૃદયરોગ, અર્શ, ગુલ્મ, જ્વર, સોજા અને શિરારોગમાં તે બીજી દવાઓ સાથે વપરાય છે. દાંતના દુખાવા માટે પણ એ ઉપયોગમાં લેવાય છે. મુખમાં સુગંધ લાવવા વપરાય છે. આનાથી દાંત મજબૂત થાય છે. માથાનાં સુગંધી તેલમાં પણ એ વપરાય છે. એનાથી તેલમાં સુગંધી આવે છે. અરુચિ, અજીર્ણ તથા યકૃતમાંથી પિત્તનો સ્રાવ બરાબર ન થતો હોય તે માટે પણ એ વપરાય છે.

ખાંસી અને પડખાનું શૂળ મટાડનાર છે. સફેદ રંગ, મીઠી સુગંધ અને હલકા વજનનું આવું પુષ્કરમૂળ ખાસ કરીને અરબસ્તાનથી આવે છે. એનું ચૂર્ણ એ હૃદયરોગનો નાશ કરવા વપરાય છે. એનાથી હેડકીનો રોગ પણ મટે છે. એનાથી જીર્ણજ્વર, વાયુ, સોજો તથા અરુચિ મટે છે. સ્વર સુધારવા માટે મોમાં રાખી રસ ગળી જવો ઉત્તમ છે. એનાં ગુણ તથા ઉપયોગ ઘણું કરીને કુલીંજને મળતા છે. પુષ્કરમૂળ ખાવાની રુચિ તથા કામેચ્છા ઉત્પન્ન થાય છે. તે બાદીની તથા બલગમની બીમારીઓમાં વાપરવામાં આવે છે. વળી તેનાથી સોજો ઊતરે છે. વળી તે દમ મટાડે છે તથા પાંસળીનું દર્દ દૂર કરે છે.

પુષ્કરમૂળ, ખાખરાનું મૂળ, પીલુડીનું મૂળ, ભાતંડા મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ, આંકડાનું મૂળ, દેવદાર સુંઠ, લીલો અરડૂસો અને લીલી ગળો એ દરેક ચીજો. પાંચ- પાંચ ગ્રામ લઈ તેનો કવાથ બનાવવો. આ રીતે બનાવેલો કવાથ પીવાથી શ્વાસ, ઉધરસ, સોજો, વા, પાંડુરોગ તથા હેડકી જેવા રોગ મટે છે. દિવસમાં બે વખત એનો ઉપયોગ કરી શકાય છે,

પુષ્કરમૂળ, એરંડમૂળ,જવ અને ધમાસો એ બધી ચીજો. દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ તૈયાર કરી શકાય, આ રીતે બનાવેલું ચૂર્ણ લેવાથી દાહ તથા પીડા દૂર થાય છે. 1-2 ગ્રામ પુષ્કર મૂળના પાવડરને મધ સાથે પીવાથી હ્રદયની પીડા, શ્વાસની તકલીફ ઉધરસ અને હિચકીમાં રાહત મળે છે.

કઠ અને પુષ્કરમૂળ તદ્દન જુદી જ ચીજ છે છતાં પુષ્કરમૂળને અભાવે કઠ વાપરવાનો રિવાજ છે. મુંબઈની બજારોમાં કઠથી જુદો પુષ્કરમૂળ મળે છે. એ કાશ્મીર બાજુએથી આવે છે. એનો ઉપયોગ થાય છે. કઠ એટલે કે ઉપલેટ તે પુષ્કરમૂળ નથી એ વાત સાફ થયેલ છે. પુષ્કરમૂળનો રાંધેલા મુરબ્બો ખાવાથી અરુચિમાં રાહત મળે છે. પુષ્કર મૂળના ચુર્ણને દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

પુષ્કરમૂળ પાચનશક્તિને મજબૂત કરે છે અને પાચનમાં સુધારો કરે છે, તેનો ઉપયોગ પેટની સમસ્યાઓ અને કબજિયાતથી રાહત આપે છે. પુષ્કરમૂળ માસિક સ્રાવ દરમિયાન થતી પીડાને દૂર કરવા માટે ફાયદાકારક છે. પુષ્કરમૂળનો પાવડર 1-2 ગ્રામ લેવાથી માસિક વિકૃતિઓ (માસિક વિકાર) માં ફાયદો થાય છે.

પુષ્કરમૂળના મૂળ અને કંદનો ઉપયોગ શ્વાસ અને ફેફસાં સંબંધિત રોગોની સારવાર માટે થાય છે, તેઓ ખાંસી અને ગળાને લગતા રોગોમાં ખૂબ ફાયદાકારક છે. પુષ્કરમૂળને પીસીને કમર પર લગાવવાથી પીઠના દુખાવામાં ઝડપથી રાહત મળે છે. પુષ્કરના મૂળિયાના પાવડરને માતાના દૂધ સાથે પીસીને પીવડાવવાથી બાળ રોગોમાં રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version