આજકાલ પથરીનો દુખાવો સામન્ય સમસ્યા બની ગઈ છે. નાને થી લઈ ને મોટા બધાને પથરીનો દુખાવો થાય છે. આ દુખાવો કેટલાક ઘરેલુ ઉપચાર થી સારો કરી શકાય છે, ચાલો જાણીએ આ ઉપચાર વિશે. લીંબુના રસમાં સિંધવ મેળવી કેટલાક દિવસ સુધી નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે.
સકરટેટી કે ચીભડાંનાં બીની મીંજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી પથરી મટે છે. હળદર અને જૂનો ગોળ છાસમાં મેળવી પીવાથી પથરીમાં ફાયદો થાય છે. 1 ચમચી અશ્વગંધા પાવડર તાજી મોળી છાસ સાથે નિયમિત સવાર, બપોર, સાંજ ઉપયોગમાં લેવો. અશ્વગંધાનાં સુકવેલાં મૂળિયાં એ જ નામે બજારમાં આખાં તેમજ પાઉડરના રૂપે મળે છે.
કોળાનો રસ હિંગ અન જવખાર મેળવી પીવો એ પથરી માટે ગુણકારી છે. પાલકનો રસ અથવા ક્વાથ પીવાથી પથરી ઓગળી જાય છે, અને મૂત્રવૃદ્ધિ થઇને પથરીના કણ બહાર નીકળી જાય છે. મૂળાના પાનના રસમાં પોટેશ્યમ નાઇટ્રેડ નાખી પીવાથી પથરી મટે છે. મૂળાનાં 40 ગ્રામ બીને 250 મિ.લિ. પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે.
સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી તૂટે છે. ગોખરુનું ચૂર્ણ મધમાં નાખી પીવાથી પથરી ઓગળી જાય છે. પથરી અને સોજામાં જવ પણ ફાયદો કરે છે. આશરે 100 ગ્રામ જવને અધકચરા ખાંડી, બે ગ્લાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે એને ગાળીને પી જવું. એને બાર્લી વોટર કહે છે. આ બાર્લી વોટર સવાર-સાંજ તાજું બનાવીને પીવાથી થોડા દિવસમાં મૂત્ર માર્ગની પથરીમાં રાહત થાય છે.
દરરોજ સવારે નરણાં કોઠે 10-12 કાજુ ચાવીને ખાવાથી પથરી મટે છે અને મૂત્રવરોધ, મૂત્રકર્ષ, મૂત્રદાહ અને મૂત્રમાં થતો રક્તસ્ત્રાવ મટે છે. તૃષા, ઉલટી, ઝાડા, ગેસ વગેરેમાં ફાયદો થાય છે. બીજોરા લીંબુનો રસ સિંધવ મેળવી દિવસમાં ચારેક વખત પીવાથી પથરી તૂટીને બહાર નીકળી આવે છે. આ રસ થોડું પાણી ઉમેરીને પણ લઇ શકાય.
નાના અને મોટા બંને જાતના ગોખરુ, પાષાણભેદ, સાગનાબીજ, કાકડીની મીંજ, સાટોડીના મૂળ, ભોંયરીંગણીના મૂળ અને ગળો દરેક સો-સો ગ્રામ અધકચરા ખાંડી, તેમાંથી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પીવાથી મૂત્રમાર્ગની પથરી તેમજ મૂત્રમાર્ગ અને કીડનીના રોગો મટે છે.
કળથી પથરી માં ખૂબ ઉપયોગી છે કળથીને 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે. લીલા નારિયેળને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને પથરીના દુખાવામાં લીલા નારિયેળનું પાણી પીવું. જેથી થોડાક દિવસમાં રાહત મળી શકે છે.
સરગવો, ગોખરું, કાકડી અને ચીભડાના બીજ સો-સો ગ્રામ તથા ભોંયરીંગણી, જવ, સાટોડી, શેરડીના મૂળ અને ધરોના મૂળ પચાસ-પચાસ ગ્રામ એક સાથે ખાંડી સવારે અને રાત્રે ચાર કપ પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખી ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી સહેજ ગરમ હોય ત્યારે ધીમે ધીમે પી જવું. આ ઉકાળો દરરોજ તાજો બનાવી નિયમિત રીતે ત્રણ ચાર મહિના પીવાથી વટાણાનાં દાણા જેવડી પથરી પણ ધીમે ધીમે ઓગળી ખસીને મૂત્રમાર્ગની બહાર ફેંકાય જાય છે.
મકાઇ ના ભોડકા ને બાળી તેની રાખ સવારે અને સાંજે પાણી સાથે પીવાથી પથરી નીકળી જાય છે અને પેટ માં દુખાવો થતો નથી. ખાંરો નાખી ને ઘઉં અને ચણાને ઉકાળીને પીવાથી પથરી ભાંગીને મૂત્ર વાટે નીકળી જાય છે. લીંબુ નો રસ નારિયેળના પાણીમાં નાખી ને પીવાથી પથરી મટી જાય છે. રિંગણાનું શાક ખાવાથી પણ પથરી નીકળી જાય છે. તે સિવાય પાકેલા કાળા જાંબુ પથરીમાં ખાવા હિતાવહ છે. જાંબુ ખાવાથી પથરીની સમસ્યા જડમૂળથી ગાયબ થાય છે.
કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોવાથી તેનો રસ છાશ સાથે પીવાથી પથરી મૂત્ર વાટે બહાર નીકળી જાઈ છે. પથરી મટાડવા માટે દૂધી ના બી રામબાણ ઈલાજ છે. તેના થી પેશાબ સાફ આવે છે. અને પથરી નીકળી જાઈ છે. મોટી એલચી, તજબૂચના બીજનો પાવડર, બે ચમચી સાકરને એક કપ પાણીમાં મેળવી અને સવાર-સાંજ પીવાથી પથરી નીકળી જાય છે. આ ઉપાય 15 દિવસ સુધી સતત કરવાથી લાભ થાય છે.
મૂત્રમાર્ગના બીજા ઘણા રોગોમાં પણ આ ઉકાળો ફાયદાકારક છે. એમાં જરૂરી પરેજી પાળવી પણ ખૂબ અગત્યની છે. દોઢ-બે મહિના બાદ નવા ઔષધો લાવી ફરીથી ઉપરોક્ત મિશ્રણ બનાવી લેવું. જાંબુડાની અંદરની છાલ તથા એના ઠડીયાનું ચૂર્ણ 5-5 ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી પથરી તૂટી જાય છે.
એખરાંના મૂળનો ઉકાળો પીવાથી પેશાબની પથરી તૂટે છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી દૂર થઇ જાય છે. લીમડાની અંતર છાલનો ઉકાળો દિવસમાં ત્રણ વખત નિયમિત પીવાથી કીડનીની પથરીનું દર્દ નરમ પડે છે. વર્ણાની છાલ, પાષાણભેદ, સૂંઠ અને ગોખરું સમાનભાગે ખાંડી એક ચમચી આ ભૂકાનો ઉકાળો બનાવી જવખાર મેળવી સવાર-સાંજ પીવાથી પથરી અને મૂત્રશર્કરા મટે છે.