પપૈયું એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘કેરિકા પપાયા’ છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ મૂળે અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતિ સ્થપાયાં પહેલાં કરાઈ હતી. મુખ્યત્વે બે પ્રકરના પપૈયાં ઉગાડવામાં આવે છે. એક જાતિના પપૈયા કેસરી રતાશ પડતો ગર ધરાવે છે. જ્યારે બીજો પ્રકાર પીળો ગર ધરાવે છે. પીળો ગર ધરાવતાં પપૈયાંને ભારતમાં દેશી પપૈયાં તરીકે ઓળખાય છે. મુંબઈ ક્ષેત્રમાં રાતા ગર ધરાવતાં પપૈયાને લોકો “ડીસ્કો પપૈયા” તરીકે ઓળખે છે.
પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે .કે જે શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં પપેન નામનું પદાર્થ મળી રહે છે. જે ખાધેલો ખોરાક પચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે પાચનતંત્ર વધુ મજબૂત બને છે. અને જેથી કરીને ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.
પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને આંખોની રોશની વધુ મજબૂત બને. નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે પપૈયાં ની અંદર રહેલાં પોષક તત્વો બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ તથા વિટામિન સી હોય છે. જે શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે.
પપૈયા નો છુંદો કરી તેના થી ચહેરાને સાફ કરવામાં આવે તો તેના થી ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે . અને ત્વચા એકદમ ચમકદાર અને ટાઇટ બની જાય છે. પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. અને આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર વધતી જતી ઉંમર ના નિશાન દૂર થઈ જાય છે.
પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે. જે શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે, અને કેન્સરની સમસ્યામાંથી રાહત મળે છે. પપૈયાનું સેવન કરવાના કારણે લીવર વધુ મજબૂત બને છે. અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.
પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.
પપૈયાનુ સેવન કરવાના કારણે શરીરમાં ભરપૂર માત્રામાં આયન મળી રહે છે. જે શરીરમાં નવું લોહી બનાવે છે . જેથી કરીને શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો હિમોગ્લોબિનની કમી હોય તો તે પણ દૂર થઇ જાય છે.
પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. અને આથી જો મોટાપા ની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને સાથે વજન ઘટાડવા માટે જો ડાયટ કરી રહ્યાં હોય તો તેના માટે પણ પપૈયુ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.
જો કોઈ પણ વ્યક્તિને હરસ ની સમસ્યા થઇ હોય, તેવા વ્યક્તિઓ જો પપૈયાના ઝાડનું દૂધ હરસ ના મસા ઉપર લગાવે તો તેના કારણે તે મસા તરત સુકાઈ જાય છે. અને વ્યક્તિને હરસની સમસ્યામાં થી છુટકારો મળે છે.
પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટ માં વધારો થાય છે. અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે.સાંધાના દુખાવામાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારના સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.
પપૈયાના બીજનો અર્ક કિડનીને નુકશાન કરતી ઝેરી અસર ધરાવે છે. પપૈયાનો ઉપયોગ મોટેભાગે વાળને રશમી અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેને અલ્પ પ્રમાણમાં વાપરવું હિતાવહ છે. અપાકટ અવસ્થામાં પપૈયાં દૂધ ઝારે છે, આ દ્રવ્ય અમુક વ્યક્તિઓમાં સંવેદના કે એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાંના ફળ, ફૂલ, બીજ, દૂધ અને પાંદડાઓ કાર્પાઈન એન્થેલ્મીન્ટીક આલ્કલોઈડ (એવું રસાયણકે જે શરીરમાંથી પરોપજીવી કૃમી કાઢે) ધરાવે છે. આ દ્રવ્ય મોટા પ્રમાણમાં લેતાં તે ઘાતક ઠરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.