આ મોસંબી જેવું દેખાતું શક્તિશાળી ફળ લોહી પાતળું કરી, 50થી પણ વધુ રોગોને રાખશે જીવનભર દૂર, આ દરેકને ઉપયોગી ફળને શેર કરી દરેકને જરૂર જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક ફળો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દરેક ફળોનો સ્વાદ અલગ હોય છે. ફળો આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ હોય છે. તેથી ડોક્ટર પણ ફળનું સેવન કરવાની સલાહ આપે છે. આવા ફળોમાં પોમેલો ફળનો સમાવેશ થાય છે, પોમેલો ફળનો આકાર ગોળાકાર અથવા પિઅર-આકારનો હોય છે, તેમાં મીઠો અને ખાટો સ્વાદ અને એક નાજુક સુગંધ હોય છે. સૌથી મોટા ફળોનું વજન 10 કિલો સુધી હોય છે, તેનો વ્યાસ 30 સે.મી. સુધી પહોંચે છે. પોમેલો ફળ માં વિટામિન B12, B6, C અને વિટામિન A ભરપૂર માત્ર માં હોય છે.

આ ફળની છાલ જાડી હોય છે અને અંદરનો ભાગ લાલ અને સફેદ રંગનો હોય છે, બહારથી આછો પીળો અને લીલો રંગ હોય છે. આ ફળનું વજન આશરે 700 gm થી લઈને 4.5 કિલોગ્રામ જેટલું હોય છે. પોમેલોની છાલમાં ઘણા બધા ઉપયોગી ગુણધર્મો અને પોષક તત્વો હોય છે. તેનાથી ખાંસી, ઝેર, અસ્થમા, અપચો, આંતરડાના વિકાર, અસ્થિભંગ જેવા અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે.

પોમેલો ફળના ફાયદા:

પોમેલો ફળ નવા લોહીમાં ઉમેરો કરે છે અને તંદુરસ્તી જાળવે છે. પોમેલો ફળથી આરોગ્યને લાભ થાય છે જેમ કે, દાંતના દુખાવા, સાંધાના દુખાવા અને દાંતને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આ ફળ ડાયાબિટીસમાં અત્યંત લાભદાયક છે અને પાચન શક્તિ મજબૂત બનાવે છે. આ ફળ કોઈપણ પ્રકારના ચેપી રોગને દૂર કરવામાં અસરકારક છે અને શરીરને ચેપથી બચાવે છે.

પોમેલો ફળ સ્ત્રીઓ માટે ઘણો લાભદાયક છે. આ ત્વચાને ચમકીલી બનાવે છે અને ખીલ તથા બેક્ટેરિયાને દૂર કરવામાં અસરકારક છે. પુરુષોમાં નબળાઈ દૂર કરે છે અને આ ફળ શક્તિવર્ધક હોવાથી પુરુષો માટે આશીર્વાદથી સહેજ પણ ઓછું નથી. આ ફળ સ્ત્રીઓની સમસ્યા જેવી કે અનિયમિત માસિક સ્ત્રાવ અને પેશાબની જગ્યાએ બેક્ટેરિયા હોય તો તેને દૂર કરવામાં આ ફળ ખુબ જ ઉપયોગી છે.

પોમેલો ફળને નિયમિત સેવન કરવાથી આપણને કોઈપણ પ્રકારની બીમારી નથી થતી અને શરીરને સ્ફૂર્તિલું રાખે છે. વિટામીન બી-12 ની ઉણપ ઘણા લોકોમાં જોવા મળે છે. આવી ઉણપને પૂરી કરવા માટે પોમેલો ફળ ખુબ જ ફાયદાકારક છે, ઓપરેશન વાળા વ્યક્તિ માટે આ અત્યંત ફાયદાકારક છે. આ ઘાવને રૂજવવામાં મદદ કરે છે. તાવ શરદી, ઉધરસ જેવી બીમારીઓમાં પણ પોમેલો ફળ અત્યંત ફાયદાકારક છે.

ગર્ભવતી મહિલાઓ માટે પોમેલો ફળનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ઉપલબ્ધ હોય છે, જે ખુબ જ ઉપયોગી છે કારણ કે આ પદાર્થ ગર્ભના હાડકાની રચના અને તેના માનસિક વિકાસ પર સકારાત્મક અસર કરે છે. આ વિદેશી ફળમાં ખુબ જ ઓછી કેલેરી હોય છે તેથી ભવિષ્યમાં બનતી માતાના વજનને અસર નહીં કરે. આ મહિલાઓના શરીર માટે પણ ઉપયોગી છે,  કારણ કે તેના ઉત્સેચકો ચરબી અને ખાંડના સ્તરને તોડી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે આ ફળનો પલ્પ સંપૂર્ણ રીતે તરસ છીપાવવાનું કામ કરે છે.

પોમેલો ફળ લોહીમાં શ્વેત કણ અને રક્ત કણોનું સંતુલન જાળવી રાખે છે. આ ફળથી લોહીને પાતળું અને તંદુરસ્ત રાખી શકાય છે અને જો લોહી વધુ પડતું પાતળું હોય તો તેનું પણ સંતુલન જાળવે છે. પોમેલો ફળ પથરીની સમસ્યાથી બચાવે છે. આ ફળના સેવનથી ફેફસાનો ઇન્ફેક્શનથી બચી શકાય છે અને કેન્સર જેવા રોગો સામે લડી શકાય છે. પોમેલો ફળથી કોવિડ-19 થી બચવા પણ આનું સેવન ફાયદાકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top