બદામથી પણ વધુ અસરકારક છે આનું સેવન, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવા માટે છે ફાયદાકારક, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

બદામની તુલનામાં ચણા ઓછી કિંમતમાં વધુ ફાયદો આપે છે. એટલા માટે તેને ગરીબોનો બદામ પણ કહેવામાં આવે છે. વેજિટેરિયન માટે ચણા પ્રોટીનનો સારો સોર્સ છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફૉલેટ જેવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે હાર્ટ સમસ્યા અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

ચણા શરીરમાં એનર્જી લાવે છે અને ભોજનમાં રુચિ પેદા કરે છે. સૂકા શેકેલા ચણા ખૂબ રુક્ષ અને વટ અને રક્તપિત્તનો નાશ કરે છે. બાફેલા ચણા કોમળ, ફાયદાકારક, પિત્ત, શુક્રાણુનાશક, ઠંડા, કશૈલે, વાતકારક, ગ્રાહી, હળવા, કફ અને પિત્ત નાશ કરનાર છે. ચણા શરીરને તંદુરસ્ત બનાવે છે. લોહીમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. યકૃત(જીગર) અને બરોળ માટે ફાયદાકારક હોય છે, આરોગ્યને નરમ કરે છે, લોહીને સાફ કરે છે, ધાતુ વધારે છે, અવાજને સાફ કરે છે, લોહીને સંબંધિત બીમારીઓ ફાયદાકારક હોય છે.

પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય આવશ્યક ખનિજો અને પોષકતત્વો ભરપુર પ્રમાણમાં આવેલા હોય છે, જે શરીરને ભરપુર પ્રોટીન આપવાનું કામ કરે છે અને શિયાળા માં જો તમે ખાલી પેટે પલાળેલા ચણા ખાવ છો, તો તમને ઘણો લાભદાયી થશે. તેના સેવનને કારણે પેશાબ સરળતાથી આવે છે. તેને પાણીમાં પલાળીને ચાવવાથી શરીરમાં તાકાત આવે છે. ચણા ખાસ કરીને કિશોરો, યુવાનો અને શારીરિક મહેનત કરતાં લોકો માટે પૌષ્ટિક નાસ્તો હોય છે.

વ્યાયામ કર્યા પછી, રાતનાં પલાળેલા ચણા, ચણાના પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જેની પાચક શક્તિ ખોરાકને પચાવવાની શક્તિ કમજોર હોય, અથવા ચણા ખાવાથી પેટમાં અફારા ગેસ હોય છે તો તેમને ચણાનું સેવન ન કરવું જોઈએ. શરીરને ખૂબ સ્ફૂર્તિવાન અને શક્તિશાળી બનાવે છે. ચણાની માત્રા ધીમે ધીમે 25 થી 50 ગ્રામ સુધી વધારી શકાય છે. પલાળેલા ચણા ખાધા પછી દૂધ પીવાથી વીર્ય પુષ્ટ થાય છે.

એનિમિયામાં ફાયદો કરે છે, ચણામાં ઘણી માત્રામાં આયરન જોવા મળે છે જેનાથી એનિમિયા જેવી સમસ્યામાં ફાયદો થાય છે. હાડકાં મજબૂત કરે છે, ચણામાં દૂધ અને દહીં જેવું કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. કિડનીની સફાઈ કરે છે, ચણામાં ભરપૂર માત્રામાં ફોસ્ફોરસ હોય છે જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને કિડનીમાંથી એક્સ્ટ્રા સોલ્ટ બહાર કાઢે છે. ટેન્શન અને સ્ટ્રેસ દૂર કરે છે, ચણામાં એમિનો એસિડ્સ ટ્રાઇપટોફેન અને સેરોટોનિન હોય છે જે ટેન્શન અને સ્ટ્રેસને દૂર કરે છે.

ડાયાબિટીઝને કંટ્રોલ કરે છે, ચણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં ખૂબ નીચું હોય છે જેમાં મળતા ફાઈબર અને પ્રોટીનથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. પીલિયામાં ફાયદો કરે છે, ચણામાં હાજર મિનરલ અને આયરન પોલીયોની બીમારી માટે ઘણું ફાયદાકારક છે. ત્વચા રોગમાં ફાયદો કરે છે, ચણામાં ફોસ્ફરસ અને મેંગેનીઝ એવા મીનરલ હોય છે જે દાદર અને ખંજવાળ જેવી ત્વચાના રોગો માં સારવાર આપે છે.

જો પલાળેલા ચણાને ગોળ સાથે ખાવામાં આવે તો યુરીનને લગતી સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. જેમ કે ઘણા લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા રહેતી હોય છે, તો પલાળેલા ચણા અને ગોળનું સેવન કરવામાં આવે તો એ સમસ્યામાંથી નિજાત મળે છે અને પાઈલ્સમાં પણ રાહત મળે છે.

દરરોજ સવારના સમયે પલાળેલા ચણાનું સેવન મધ સાથે કરવામાં આવે તો ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ બને છે. પલાળેલા ચણામાં ઘણી માત્રામાં ફાયબર હોય છે, અને તેના કારણે આપણું પેટ સાફ રહે છે અને ડાયજેશનને સારું બનાવ છે. જેના કારણે કફની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જો પલાળેલા ચણાને નમક વગર ખાવામાં આવે તો સ્કિન પણ હેલ્દી અને ગ્લોઈંગ બનાવે છે. તેમને શરીરમાં ખંજવાળ અને ડ્રાય સ્કિન જેવી સમસ્યામાંથી પણ છુટકારો અપાવે છે. ચણામાં ફોસ્ફરસ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે, જે આપણા હિમોગ્લોબીનના લેવલને વધારે છે, જેના કારણે આપણી કિડનીમાંથી વધારાનું સોલ્ટ હોય તેને કાઢી નાખે છે.

પલાળેલા ચણાને દરરોજ સવારે ખાવામાં આવે તો મેટાબોલીઝમ તેજ થઇ જાય છે અને તેના જ કારણે આપણા શરીરનું શુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે. તેનાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી આપણાથી દુર રહે છે. ચણા આપણા શરીરની ઇમ્યુનિટીને પણ વધારે છે, તેનાથી શરદી, તાવ જેવી નાની સમસ્યાઓ પણ આપણાથી દુર રહે છે. ચણામાં આયરન ખુબ જ માત્રામાં હોય છે, તેનાથી લોહીની કમી દુર થાય છે. ચણા આપણી અંદર રહેલા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે, જેનાથી હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થાય છે અને આપણા હૃદયને પણ સ્વસ્થ બનાવે છે.

આજના સમયની વાત કરીએ તો લોકો જાડાપણાથી ખુબ પરેશાન છે. જાડાપણ ને લીધે લોકોને અનેક પ્રકારના રોગો થાય છે. મિત્રો આ જાડાપણું ઘટાડવા માટે બજારમાં ઘણી બધી વિવિધ પ્રકારની દવાઓ મળી રહે છે. પણ આ દવાનો ઉપયોગ કરવાથી તે શરીર ને ઘણી રીતે નુકાસાન પહોચાડે છે. તેથી તમારે આ દવા નો ઉપયોગ કરવો જોઈએ નહિ.

તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો તમે ચણાનું સેવન કરી શકો છો. તેમાં રહેલું ગ્લાયકેમિક ઇન્ડેક્સ નામનું તત્વ તમારી વધારે લાગતી ભૂખ ને ઘટાડે છે. આમ તમને ભૂખ ઓછી લાગશે જેને લીધે તમારું વજન ઘટશે. આમ તમારે રોજ નિયમિત પલાળેલા ચણાનું સેવન કરવું જોઈએ.

જો તમને ઓછું દેખાતુ હોય તો તમે રોજ નિયમિત પલાળેલા ચણાનું સેવન કરવાથી ઘણો ફાયદો થશે. તેમાં રહેલું બી-કેરોટિન નામનું તત્વ હોય છે જે તમારી આંખના કોષોને સુરક્ષિત રાખે છે, જેના કારણે આંખની જોવાની ક્ષમતામાં વધારો કરે છે. જો તમણે કેન્સર જેવી ગંભીર બીમારી હોય તો તમારે સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાવાથી તમારું કેન્સરનું જોખમ ઓછું કરશે.  તેમાં રહેલો બ્યુટિરેટ નામનો ફેટી એસિડ જે કેન્સરને જન્મ આપતા કોષોનો નાશ કરવામાં મદદ કરે છે. આમ તમે આવા રોગથી બચવા માંગતા હોવ તો દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી તમને ઘણો ફાયદો થશે. અને તે લાભદાયી સાબીત થશે.

3 વર્ષ સુધી સતત ચણા ખાવાથી ખરજવાનો રોગ સંપૂર્ણપણે મટી જાઈ છે. ભીના ચણા રોજ ખાવાથી રક્તપિત્ત નો રોગ દૂર થાય છે. ભીના ચણા ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઉલટી થતી નથી. આવી સ્ત્રીઓને શેકેલા ચણાનું સત્તુ લીંબુ નાખીને પીવું. પરંતુ તે અધિક માત્રામાં હોય તો નુકશાન કરે છે. જે લોકો અસ્થમા રોગથી પીડાય છે તેને ચણા ના લોટ નો હલવો ખાવાથી રાહત થાઈ છે. અને સ્વાસ, દમ, ઉધરસ વગેરેમાં રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!