Site icon Ayurvedam

કોઈપણ પ્રકારના ખર્ચ અને દવા વગર કફ અને પિત્તથી થતાં 100થી પણ વધુ રોગોનો 100% અસરકારક આયુર્વેદિક ઈલાજ છે આ

આપણા શરીરનું મૂળ તત્ત્વ ‘પિત્ત’ અથવા ‘દેહાગ્નિ’ છે. આ પિત્ત જ આહારપાચન.  તેનાથી જ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય-શુક્ર અને ઓજ ઉત્પન્ન થાય છે. આ પાચકરસો દ્વારા જ એટલે કે મૂળ તત્ત્વ પિત્ત દ્વારા જ મળ, મૂત્ર, સ્વેદાદિ, બિનજરૂરી કચરો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આ રીતે પિત્ત અથવા દેહાગ્નિ શરીરને સ્વચ્છ, સુંદર અને નિર્મળ બનાવી રાખે છે.

શરીરના પ્રકોપ પામેલા પિત્તને શાંત રાખવા માટે આહાર પચવામાં સુપાચ્ય, સરળ હોવો જોઈએ. આહાર સમયસર લેવો જોઈએ.  વ્યાયામ અને શ્રમથી પિત્તપ્રકોપ થાય છે. એટલે શ્રમ-વ્યાયામ પણ ત્યાજ્ય છે. પિત્ત વૃદ્ધિવાળા દર્દીની શક્તિ વધારવા તેને પૂર્ણ વિશ્રામ કરાવવો જોઈએ.

તેને સુપાચ્ય અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, કે જેથી તેની જીવાણુ-નાશક શક્તિ વધે એવાં ઔષધ હોવાં જોઈએ કે જે દ્વારા પિત્તનું નિર્હરણ થાય તથા પિત્તવૃદ્ધિ દ્વારા સંચય પામેલાં મળ, મૂત્ર, સ્વેદાદિ શરીર દ્વારા બહાર ફેંકાય અને શરીર સ્વચ્છ-નિર્મળ રહે.

પિત્તદોષ વધવાથી ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે.  પિત્ત દોષ થવાનાં કારણો ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.

પિત્તદોષ શાંત કરવા માટે ઘરગથ્થું આયુર્વેદિક ઉપાયો : જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ પિતનો ભરાવો દૂર થાય છે. મેથી અને સૂવાદાણા નું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં અને પિતમાં બહુ ફાયદો થાય છે.  અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાદાણા ને અધકચરા શેકી ખાંડી દેવા.

આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે જે પિતના કારણે થયું હશે તો મટી જાય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.

કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.  પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે. ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે. અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.

ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી પિત ના રોગ માં રાહત મળે છે.

પિત પ્રકૃતિવાળા વ્યક્તિએ પિત્તને શાંત કરે તેવો આહાર લેવો જોઇએ. કડવો, તુરો, મધુર તથા ઠંડોને હળવો ખોરાક લેવો, તડકામાં ફરવુ નહી, ખુલ્લા પગે ન નિકળવુ, ચાંદનીની શિતળતામાં ફરવુ, ઉજાગરા ન કરવા, સાકર, ચોખા, મગ, ઘઉ, પૌઆ, મમરા ખાવા, કારેલા, પરવળ, સૂરણ તથા તાંદળજો જેવા શાકભાજી ખાવા, દુધ, ઘી તથા માખણ વધારે લેવા.

પિત્તના પ્રકોપથી આવતો તાવ નિવારવાના ઉપાય:

અષાઢ તથા શ્રાવણ(વર્ષા) માસનાં દિવસોમાં માનવ શરીરમાં પિત્ત જમા થાય છે.  અને ભાદરવા-આસો (શરદ)માં પિત પ્રકોપે છે. વર્ષામાં ઉંચા ભેજવાળા ઠંડા વાતાવરણ બાદ શરદમાં વિપરીત સુર્યનો તીખો તાપ પિત્તને વકરાવે છે. ત્યારે આહાર, વિહારમાં કેટલીક કાળજી રાખવી જરૂરી છે. ગરમ-મરી મસાલાવાળો ખોરાક તથા આથા અને તળેલા ખોરાકને ત્યજવો, ગળ્યો, કડવો તથા સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો, નવુ પાણી તથા નવા શાકભાજીનો ત્યાગ કરવો, અથવા યોગ્ય રીતે ઉકાળી કે બાફીને લેવુ, શ્રમ ઓછો કરવો, સંયમીત રહેવુ, કસરત વધારે ન કરવી, ઘઉ, ચોખા, મગ, અડદ, તલ, અડદ વિશેષ લેવા, હિંગ, લસણ, સિંધવ, આદુ, મીઠુ તથા હળદરનો વિશેષ ઉપયોગ કરવો, લીંબુ, બીજોરૂ તથા દ્રાક્ષ જેવા ફળો લેવા, કાકડી, તુરિયા, ભીંડા, બટાકા, મુળા તથા કોઠાનો ત્યાગ કરવો, પાણી ઉકાળીને ઠંડુ કરીને લેવુ.

શામક એ આયુર્વેદિક નું આ એન્ટિબાયોટિક છે. કોઈપણ ઔષધનું રીએક્ષન ખંજવાળ બળતરા, ફોલ્લીઓ થઈ જવી, ચામડી અને મોંનો રંગ લાલ થઈ જવો, પિત્ત પ્રકોપનાં લક્ષણો દેખાય ત્યારે તુરત જ આ દવા અકસીર પરિણામ આપે છે.

કોળાનો અવલેહ ખાવાથી પિત્તજવર મટે છે.  દ્રાક્ષ અને ગરમાળાના ગોળનો ઉકાળો પીવાથી પિત્તજવર મટે છે. ત્રાયમાણ, જેઠીમધ, પીપરીમ્ળના ગંઠોડા, કરિયાતુ, નાગરમોથ, મહુડાનાં ફૂલ અને બહેડા સમાન ભાગે લઈ અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી પિત્તજ જવર મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version