ગમેતેવા અસહ્ય પથરીના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પિત્તાશય એ દરેક વ્યક્તિના શરીરમાં જમણી બાજુ લીવરની નીચે આવેલું અવયવ છે. પિત્તાશય એક કોથળી જેવું હોય છે. ખોરાક ના પાચન માટે જરૂરી પિત્તરસ લીવરમાં બને છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં પુરુષ ની સરખામણીમાં પિત્તાશયની પથરી વધુ જોવા મળતી હોય છે. પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે. અને તે પથરી સંખ્યામાં એક કે એક થી વધુ હોઈ શકે છે. અને પથરીના કદમાં વિવિધતા હોઈ શકે છે. પિત્તાશયમાં થતી પથરી જયારે તેના મોઢા આગળ ફસાય કે પિત્તની નળીમાં સરકી જાય કે પિત્તની નળીમાં અટકાવ ઉત્પન કરે ત્યારે પિત્તાશયમાં સોજો આવે છે. જેને કેલ્કયુલસ કોલેસીસીટ્સ  કહેવામાં આવે છે.

પીત્તાશયમાં બનેલો નક્કર પદાર્થ એ પિત્તાશયની પથરી છે. પિત્તાશયની પથરી એ નાનકડા રેતીના કણથી મોટા કાંકરા જેટલી હોય છે. આ પથરી પિત્તનાં રસાયણોમાંથી બને છે, તેમાં ફક્ત કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ અને લોહીના લાલ કણના રંગદ્રવ્યનું મિશ્રણ કે એ બંને હોય છે.

પિત્તાશય ની પથરી થવાના કારણ:

પિત્તાશયની પથરી માટે ઊંચા કોલેસ્ટ્રોલવાળો આહાર તેમજ લિવરના નુકસાન, ઉપવાસને કારણભૂત ગણવામાં આવે છે. મોટા ભાગના લોકોને ખબર જ હોતી નથી કે તેમને પિત્તાશયની પથરી છે. પથરી હોવાનું સૌથી સામાન્ય લક્ષણ પેઢાનો દુખાવો છે, તે ૮ કલાક સુધી ચાલી શકે છે, તે ખૂબ જ પીડાદાયક હોય છે.

જો પિત્તાશયની પથરી હોય તો સામાન્ય રીતે પેટમાં ઉપરના ભાગમાં દુખાવો થવો, જમણી બાજુ છાતીની નીચે દુખાવો થવો, ઊલટીઓ થવી, પેટમાં ભાર લાગવો, દુખાવો કમર તરફ જવો , થોડું ખાવાથી પણ પેટ ફૂલી જવું કે ભાર લાગવો એ તેના કારણો છે.

કોઈક વાર પિત્તની નળીની પથરીના લીધે કમળો થવો સ્વાદુપિન્ડ ઉપર સોજો આવવો જેવી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે . પેશાબ કરતી વખતે દુખાવો થવો અથવા પેશાબ પીળો આવવો અથવા પેશાબમાં વધુ દુર્ગંધ આવવી, પેશાબમાં લોહી આવવું આવા કારણો હોય શકે છે.

પિત્તાશયની પથરી મટાડવાના ઉપાય:

સફરજનમાં ફોલિક એસીડ આવેલું હોય છે. જે પથરીને પીગાળવામાં સહાયક બને છે. દરરોજ સફરજનના જ્યુસનું સેવન કરવાથી પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેના સિવાય તમે એક ગ્લાસ સફરજનના જ્યુસમાં એક ચમચી વિનેગર મેળવીને દિવસમાં બે વાર સેવન કરો, પથરી જલ્દીથી પીગળવા લાગશે. અને પથરી ની સમસ્યા દૂર થશે.

જમરૂખ ના જ્યુસમાં પેક્ટીન તત્વ મળે છે.  જે લીવરમાં કોલેસ્ટ્રોલનું બનવું અને જામવાથી રોકે છે. પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ગ્લાસ જમરૂખ નું જ્યુસ ભેળવો. ત્યાર બાદ ૨ ચમચી મધ મેળવીને આ જ્યુસનું દિવસમાં ત્રણ વાર સેવન કરો.

એક બીટ, એક કાકડી અને ૪ ગાજર લઈને તેનું જ્યુસ બનાવી લો. આ જ્યુસનું સેવન દિવસમાં બે વાર કરો. આમાં સમાવિષ્ટ વિટામીન સી અને કોલોન તત્વ મિક્સરમાં ચોંટેલા વિશૈલા પદાર્થને બહાર કાઢે છે, આનાથી પથરી પણ બહાર નીકળી જાય છે.

ફૂદીનામાં તારપીન તત્વ આવેલા હોય છે.  જે પથરીને પીગાળવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં કેટલાક તાજા ફુદીનાના પાંદડા નાખો. સારી રીતે ઉકાળ્યા બાદ પાણીને ઠંડુ કરીને તેમાં મધ મેળવો અને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી પથરી માં રાહત મળે છે.

એક ગ્લાસ પાણી ગરમ કરો અને એક ચમચી સિંધાલુ ભેળવીને પીવો. આનાથી પથરી જલ્દી પીગળે છે. આ રીતે તમે આને દિવસમાં ૨ વાર પીવો ખુબ જ જલ્દી તમને પથરીથી છુટકારો મળી જશે.

દર્દીએ એટલું પાણી પીવું જોઈએ કે પેશાબનો રંગ સફેદ રહે. દર્દીએ દિવસમાં કમસે કમ પાણી સહિત ત્રણ લિટર તરલ પદાર્થ લેવા જોઈએ. વધારે પ્રવાહી લેવાથી પથરી ની સમસ્યા માં રાહત મળે છે.

પથરી માટે હળદર એક ઉત્તમ ઘરેલૂ ઉપચાર છે. હળદરમાં ઉત્તમ એન્ટીઓક્સીડેન્ટ અને ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. આ સાથે હળદર પિત્ત, પિત્ત સંયોજકો અને પથરીને સરળતાથી દૂર કરી શકે છે. રોજ એક ચમચી હળદરનું સેવન કરવાથી 80 ટકા પથરી નાશ પામે છે. જેથી જો પથરીની સમસ્યા હોય તો આજથી હળદરનું સેવન શરૂ કરી દો.

દીવેલ પથરીને રોકવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં દર્દનાશક ગુણ હોય છે જેથી તે પથરીના દુઃખાવાને ઝડપથી દૂર કરે છે. પ્રતિરક્ષા અને લસિકા પ્રણાલી પર દીવેલ લાભકારી રહે છે. જ્યાં પિત્તાશય હોય છે ત્યાં હળવા હાથે દીવેલથી માલિશ કરવી અથવા ભોજનમાં દીવેલનો ઉપયોગ કરવો.

નાશપતીમાં પેક્ટિન તત્વ હોય છે. જે કોલેસ્ટ્રોલથી બનેલી પથરીને નરમ બનાવે છે જેથી તે શરીરમાંથી સરળતાથી બહાર નિકળી શકે છે. નાશપતીનું સેવન પથરીના દર્દ અને લક્ષણોમાં રાહત આપે છે. તેના માટે અડધો ગ્લાસ ગરમ પાણી અને અડધો ગ્લાસ નાસપતીનું જ્યૂસ લેવું. બન્ને મિક્ષ કરીને તેમાં બે ચમચી મધ મિક્ષ કરવું. પછી દરરોજ દિવસમાં ત્રણવાર આનું સેવન કરવાથી પિત્તાશયની પથરીની સમસ્યામાંથી લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top