Site icon Ayurvedam

હૃદયની બીમારી, હાઇબ્લડપ્રેશર, ત્વચાની સમસ્યા જેવી અનેક સમસ્યાનું કારણ છે આ એક શરીર નો ફેરફાર

પિત્તદોષ કે પિત્તપ્રકોપ આ સ્થિતિમાં પિત્તરસ ની માત્રા સાધારણપણે વધવા માંડે છે. શારીરિક રસાયણ પ્રક્રિયા મુજબ આહારમાં ૨૦ ટકા એસિડ અને ૮૦ ટકા જેટલા ક્ષાર હોય છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે લોહીનું ક્ષાર રૂપે પરિવર્તન આવશ્યક બની રહે છે. લોહીમાં ક્ષાર ની વૃદ્ધિ થઈ અને તેનુ એસિડ માં રૂપાંતર થવાથી શરીરમાં પેટમાં  જ્વલન અનુભવાય છે. શરીરનું સામાન્ય ઇંધણ તરીકે સ્ટાર્ચ અને ચરબીનું પ્રમાણ નવમા દસમા ભાગ જેટલું છે. સામાન્ય સ્વાસ્થય દરમ્યાન આ તત્વોનો મહત્વનો ભાગ અંગાર વાયુ અને પાણી તરીકે રૂપાંતર પામે છે.  જયારે પણ લોહીમાં ક્ષાર તત્વો (આલ્કલાઈન) ઘટી જાય કે થોડા પણ ઓછા થાય તો કાર્બન ડાયોક્સાઇડના પરિવહન ક્ષમતા પણ ઘટી જાય છે પરિણામે શરીરની પેશીઓમાં એસિડ નો સંગ્રહ થતો જવાથી પિત્ત દોષ થાય છે.

પિત્ત વધવાથી ઉદ્ભવતા રોગો:

પિત્ત વધવાના અનેકવિધ લક્ષણોમાં ભૂખ લાગવી, અપચો, ગળામાં દાહ સહિત પીડા થવી, ઉબકા, ઉલટી, માથાનો દુખાવો, સુસ્તી તથા કમજોરી ઉભી થાય છે, આ બધાં કારણો અનેક બીમારીઓને જન્માવે છે જેવા કે, મૂત્રપિંડ સોજો અથવા બ્રાઇટ ની બીમારી, સાંધાના સોજા, અકાલ વૃધ્ધાવસ્થા, અને આ બધી વિભિન્ન બીમારીઓને કારણે શારીરિક શક્તિ તથા સમાનતા ઘટી જાય છે પરિણામે ચેપી રોગો થવાની ભયાનક સ્થિતિ વધી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ જમાં થવાથી રૂધિરાભિસરણમાં એક્ષ્યક્સિયા અને ન્યુમોનિયા જેવી બીમારીઓ થાય છે અને એસિટોન તત્વ નો સંગ્રહ ભૂખ ઓછી લાગવી, ઉલટી થવી અને મધુપ્રમેહ જેવી બીમારીઓ ને આવકારે છે.

કયા કારણે શરીર માં પિત્ત વધે છે ?

ખોટો આહાર જ પિત્તપ્રકોપ એનું મૂળ કારણ છે, લોહીમાં અતિ માત્રામાં એસિડ વધારનાર આહાર નો સંચય થાય છે અને એસિડનું પ્રમાણ વધી જાય છે. સામાન્ય ચયાપચયની ક્રિયા માં ખોરાક દ્વારા વિવિધ રસો ઉમેરાતાં જાય છે અને આવા એસિડ રસોનો  કિડની તથા આંતરડા દ્વારા યોગ્ય રીતે નિકાલ થતો નથી અને લોહીમાં આલ્કોલાઇનનું પ્રમાણ ઘટવાથી પિત્તપ્રકોપ સર્જાય છે. આ ઉપરાંત અતિસાર, કોલેરા અને મરડા જેવા રોગો થવાથી પણ ક્ષારો વહી જતા પિત્તદોષ થાય છે.

પિત્ત ના રોગોમાં ઉપચાર:

આહારમાં ક્ષારયુક્ત ખાદ્યપદાર્થો અને એસિડ વચ્ચે સમતુલા જળવાય તો પિત્તપ્રકોપ અટકાવી શકાય છે. ચોક્કસ પ્રકારના આહાર આલ્કલાઇન પદાર્થો છોડવાથી લોહીમાં ક્ષાર તત્વો જળવાઈ રહે છે. સામાન્યરીતે માંસાહારી ખોરાકો એસિડ વધારી લોહીમાં ક્ષારની માત્રા ઘટાડે છે ઇંડા, માંસ, મચ્છી, બ્રેડ વગેરે જેવા ખોરાક એસિડ વધારે છે જ્યારે લીલા પાન વાળા શાકભાજી મૂળ કે જડ વાળું શાક ક્ષાર પુરવઠો વધારે છે. તેથી  રોજિંદો આહાર મહદ્અંશે ક્ષારયુક્ત હોવો આવશ્યક છે. અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે જે પિતના કારણે થયું હશે તો મટી જાય છે.

ત્રણેક દિવસ સુધી ફક્ત સંતરાનું  જ્યુસ પીને ઉપવાસ કરવો આ દરમ્યાન સવારે ૮ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી દર બે કલાકે સંતરાનું  જ્યુસ પાણી સાથે ભેળવી ને પીવું. આવું કરવાથી આટર્ડ સાફ થાય છે અને વધેલ પિત્ત સરખું થાય છે. ૩થી ૫ દિવસ સુધી બધાજ તાજા ફળો ખાવા મૂળ ત્રણ તબકકાને આવરી લેતા આહાર મુજબ સફરજન, પેર, પીચ, પપૈયા, દ્રાક્ષ, સંતરા તથા પાઇનેપલ ખાવા જોઇએ.યારબાદ ધીરે ધીરે સારા સમતોલ આહાર આ પ્રમાણે લેવો. વહેલી સવારે નરણાકોઠે એક ગ્લાસ જેટલુ હુંફાળું પાણી અર્ધા : લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને પીવું. ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.

સવારના નાસ્તા માં સફરજન, દ્રાક્ષ, પાઇનેપલ પપૈયું જેવા તાજા ફળો અને મધ ભેળવેલું એક ગ્લાસ દૂધ તેમજ બપોરના  ભોજન માં એક મોટો વાટકો ભરેલા તાજા લીલા શાક જેવા કે ગાજર, કોબી, કાકડી, ટામેટા, મૂળા, લાલ બીટ અને મગ, રાજમા જેવા ફણગાવેલા ફઠોળ લીંબુનોરસ મેળવીને  લેવા.આ ઉપરાંત જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ પિતનો ભરાવો દૂર થાય છે. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે. પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે. અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.

 

Exit mobile version