Site icon Ayurvedam

માત્ર 2 દિવસમાં શરદી-કફ, શ્વાસ અને અનિંદ્રાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ…

પીપરીમૂળ એ પીપરની જડ છે. તે જડ ગાંઠોવાળી હોય છે. પીપરીમૂળ એક ઘરગથ્થુ દવા છે. અન્ય દવાઓમાં પણ એનો બહોળો ઉપયોગ થાય છે. એની અંદર રહેલો ગર્ભ ચીક્કો, સફેદ, રેસાવાળો સ્વાદે, જલદ હોય છે. પીપરીમૂળ ગુણમાં પાચક તથા ઉષ્ણ છે. રુચિકર તથા તીવ્ર છે. તો ચાલો હવે આપણે જાણીએ પીપરીમૂળના ફાયદાઓ વિશે.

પીપરીમૂળ, ઇન્દ્રજવ, દેવદાર, વાવડીંગ, ભાંગરો, સુંઠ, પીપર, મરી, કાયફળ, ભોરીંગણી, અજમો, નગોડ, વજ એ બધી વસ્તુ એક એક તોલો લઈ તેનો કવાથ બનાવવો. આ કવાથના ઉપયોગથી દરેક જાતના સનેપાત મટે છે. આ ઉપરાંત શૂળ, વાઈ, આફરો, આમ, અર્થ, અતિસાર, ઉદરરોગ તથા શિરોગ જેવા રોગ મટે છે.

ખાંસી માટે પીપરીમૂળ, સૂંઠ અને બહેડાની છાલનું ચૂર્ણ આપી શકાય છે. મરી અને પીપરીમૂળનું ચૂર્ણ લેવાથી ધાવણ વધે છે. જૂની ન  મટતી શરદીમાં સૂંઠ અને પીપરીમૂળ ના ચૂર્ણ એક એક ગ્રામ લઈ સહેજ ઘી માં ગોળ પીગળાવી નાની ગોળી બનાવી લેવાથી કાચો કફ થતો અટકે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને શરદી મટે છે. પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી ઉલટી મટે છે.

સૂંઠ, પીપરીમૂળ, હળદર અને ગોળ ને સરખા પ્રમાણ માં લઈ બરાબર મિક્સ કરી ગોળી બનાવવી આ ગોળી ગરમ પાણી સાથે સવાર સાંજ લેવાથી ગમે તેવી જૂની ખાંસી, ઉધરસ અને કફ માં 2 દિવસમાં છુટકારો મળે છે.

પીપરીમૂળ, આકડાનું મૂળ, કરેણનું મૂળ, ઝેરકોચલા, સુગંધીવાળો, દેવદાર, દારૂ હળદર, ચવક, સૂંઠ, પીપર, ધોડાવજ એ બધી વસ્તુ એક એક તોલો લઈ તેને અરડૂસીના રસના બે પટ તથા આદુના રસના બે પટ આપી નાની ગોળી બનાવવી. આ ગોળીના સેવનથી ત્રિદોષ, સન્નિપાત તથા કફ ઉપાધિથી ઉત્પન્ન થતાં ઉન્માદ, અપસ્માર, સંધિવા અને શૂળ જેવા રોગ મટે છે.

પીપરીમૂળ નું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને ઉપરથી ગરમ દૂધ પીવાથી તાવ મટે છે. સોજો મટાડવા માટે પીપરીમૂળ ને ઘસીને લગાડવામાં આવે છે. પીપરીમૂળ નો ઉકાળો પીવાથી માસિક સાફ આવે છે. પીપરીમૂળ માસિકની બધી જ સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

પીપરીમૂળ, સાજીખાર, જવખાર, સૂંઠ, કાળા મરી, લીંડીપીપર, અજમોદ અને હિંગ એ દરેક ૨૦ ગ્રામ,ચિત્રક, દસ ગ્રામ કાકડાશિંગી ૩૦ ગ્રામ, મોથ- ૪૦ ગ્રામ તથા અતિવિષ ૨૦ ગ્રામ લઈ મધ અને સાકર જરૂરિયાત મુજબનું લઈ ચાસણી કરવી. આ પાક ખાવાથી અપચો મટે છે. આફરો દૂર થાય છે તથા જીર્ણ ઝાડાનો રોગ મટાડવા માટે વપરાય છે.

જીર્ણ જવર માં પીપરીમૂળ કામ લાગે છે. એમાં દીપન, પાચન, ગુણ હોવાથી પ્રસૂતિ પછી તથા ઉદર અને ગર્ભાશયના સંકોચ માટે વાપરવું ફાયદાકારક છે. પીપરીમૂળ નું ચૂર્ણ યોગ્ય પ્રમાણમાં લેવાથી મગજની નબળાઈ, ઉન્માદ અને નબળા વિચારો મટી સારી ઊંઘ આવે છે.

પીપરીમૂળના ચૂર્ણને મધ સાથે ખાવાથી શ્વાસ ની તક્લીફ મટે છે અને સાકર સાથે ખાવાથી અમ્લપિત્તનો નાશ કરી અગ્નિ પ્રદીપ્ત કરી ભૂખ લગાડે છે. વાયુથી કળતર મટાડવા માટે પણ પીપરીમૂળ વપરાય છે. પીપરીમૂળ સંધિવાના દર્દને મટાડે છે. તે આમદોષ, બરલ, શૂળ, ઉદરરોગ, વાયુ, કફ, દમ, ખાંસી, આફરી અનિદ્રા મટાડે છે.

પીપરીમૂળનો ઉપયોગ પ્રસૂતાના ગર્ભાશયને પૂર્વ સ્થિતિમાં લાવવા માટે એની રબડી જેવું બનાવીને આપવામાં આવે છે. પીપરીમૂળનો ભૂકો ગોળ અને મધ સાથે લેવાથી ઊંઘ પણ બરાબર આવે છે. પીપરીમૂળ ખાવાથી રુચિ વધે છે અને પાચનશક્તિ મજબૂત બને છે. તે આમદોષ, બરોળ, શૂળ, ઉદરરોગ, વાયુ, કફ, દમ, ખાંસી, આફરો અનિદ્રા મટાડે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version