પેટ્રોલીયમ જેલી મોયસ્ચરાઈઝ નું કામ કરે છે અને ફાટેલી એડીઓને સારી કરે છે. સાથે જ એ ત્વચામાંથી પાણીના નિકાસને ઓછું કરી દે છે. પેટ્રોલીયમ જેલી ત્વચાને સોફ્ટ અને પોષણ આપે છે.
શિયાળામાં ત્વચાને ઠંડી-ઠંડી હવાથી ભલે ગમે તેટલી બચાવીને રાખો પણ શરીરનો એક ભાગ એવો છે જેના પર આ ઠંડીની અસર પડ્યા વગર રહેતી નથી. ઋતુમાં આપણા હોઠ સીધી જ ઠંડી હવાના સંપર્કમાં આવે છે અને ફાટી જાય છે. જો કે ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે હોઠ ફાટ્યાં બાદ તેના પર ગમે તેટલું વેસલિન કે બામ લગાવે તેમ છતા પણ કોઇ ફરક પડતો નથી.
હોઠ પરની ત્વચા આપણા શરીરની સૌથી મુલાયમ ત્વચા છે, એથી ઠંડીની શરૂઆત થતાં જ સૌથી પહેલું ધ્યાન એના તરફ આપવું જોઈએ.હોઠને સ્વસ્થ રાખવા માટે દરરોજ રાત્રે પેટ્રોલિયમ જેલી લગાવીને સુવું. આ આખી રાત મોયસ્ચરાઈઝ ને લોક કરે છે, જેનાથી હોઠ સુકા નથી પડતા. આમ કરવાથી સવારે જયારે તમે ઉઠો ત્યારે તમારા હોઠ ગુલાબી અને સોફ્ટ થઇ જશે.
ચહેરા પર કે વાળમાં ચ્યુઇંગમ લાગી જાય ત્યારે બીજા કોઈ ઉપાયો કરવાને બદલે પેટ્રોલિયમ લગાવો અને ઘસો આ રીતે ધીરે-ધીરે ચ્યુઇંગમ છૂટી પડશે અને વાળ સારા થઈ જશે. ચહેરા પર પણ આ પ્રયોગ કરી શકાય.
એક ચમચી બદામ ઓઈલ, એક ચમચી પેટ્રોલીયમ જેલી, ત્રણ ચમચી લિનોલિન, બે ચમચી ગ્લીસરીન, એક ચમચી લીંબુનો રસ આ બધાને ખુબ જ સારી રીતે મિક્સ કરીને તેને એક કાચની બોટલમાં ભરી લો. ત્યારબાદ હાથ ધોઈને આ લોશન લગાવો. આનાથી તમારા હાથ એકદમ મુલાયમ રહેશે.
પેટ્રોલિયમ જેલી તાજા જન્મેલા બાળક ને ખંજવાળ પર લગાવવા થી રાહત મળે છે.પેટ્રોલિયમ જેલી શરીર પર લાગેલા ઘા ને રોકવામાં મદદ કરે છે તે એક પડ જેવુ કામ કરે છે એટલે ઘા ઉપર બીજા અલગ અલગ જાત નાં બેક્ટેરિયા આવા નથી દેતું.
નાનાં બાળકો ને ડાઇપર નાં કારણે પડતા રેસિસ ને પણ સરખા કરે છે ત્યાં તે ઠંડક આપવાનું કામ કરે છે.ત્વચા પર લગાવવાથી બાહ્ય પરિબળો થી થતું નુકશાન અટકાવી શકાય છે.
પગની એડી પર 15 મિનિટ પેટ્રોલિયમ જેલીથી માલિશ કરો અને તેને 5 મિનિટ માટે છોડી દો. તે પછી, હળવા પાણીથી પગ ધોઈ લો અને મોજાં પહેરો.
પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ સ્કિનની બીજી તકલીફો માટે પણ છે. પગની આંગળીઓ વચ્ચે થતી ફંગસ, ફાટેલા પગનાં તળિયાં વગેરેમાં પણ એ કામની છે.
નાના બાળકોના વાળમાં ઘણી વખત જૂ પડવાની સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે. તો આ સમસ્યાનો આસાન ઉપાય છે પેટ્રોલીયમ જેલી.તેને તમારા માથા પર લગાડી મસાજ કરો અને થોડા સમય બાદ પાણીથી ધોઈ નાખો. વાળમાંથી પેટ્રોલીયમ જેલી સંપૂર્ણ રીતે નીકળી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
મેકઅપને કાઢવા માટે પણ પેટ્રોલીયમ જેલી ઘણું કામમાં આવે છે. કોઈ વખત તમારી પાસે મેકઅપ રીમૂવર ના હોય તેવા સમયે કોટન પર પેટ્રોલીયમ જેલી લગાડીને તમે આરામથી તમારા ચેહરા પરનો મેકઅપ દૂર કરી શકશો.
જ્યારે માથામાં કલર કરાવે છે ત્યારે તેમની ગરદન અને મોંના ભાગ પર કલર લાગી જાય છે. આવું થતું રોકવા માટે કલર કરતા પહેલા બધી જગ્યાઓએ પેટ્રોલીયમ જેલી લગાડી દેવું જોઈએ. જેથી કલર તમારા સ્કીન પર ન લાગે.