આંતરડામાં થતાં વિભિન્ન પ્રકારના નાના-મોટા કૃમિઓને લીધે રક્તાલ્પતા ઉત્પન્ન થવાથી શરીરનો રંગ ફિક્કો પડી જાય છે. જ્યારે કૃમિ પેટમાં-આંતરડામાં પોતાનો પ્રકોપ દેખાડે છે ત્યારે પેટમાં વાયુ વધી જવો અને તેને લીધે બેચેની, હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવા, ઊબકા આવવા, ખાવાની અરુચિ થવી અને અતિસાર પણ થાય છે.
શરીરમાં ધીમો તાવ, પેટમાં ગડબડ, અવારનવાર પેટમાં ધીમો કે તીવ્ર દુખાવો, પેટ ફૂલી જવું, ગેસ, ભૂખની અનિયમિતતા, મોટા ભાગે રાતના ટાઈમે બેચેની, ઊંઘ ન આવવી, ઠંડી જગ્યાએ સૂવાની ઈચ્છા, મોઢામાંથી લાળ ટપકવી, ઊંઘમાં દાંત કચકચાવવા, ગળી ચીજો ખાવાની વધારે ઈચ્છા થવી, ખાટા ઓડકાર, અવારનવાર ઝાડા થવા, મળમાં દુર્ગંધ, ઊબકા, ઊલટીઓ, પેટ તથા છાતીમાં દાઝરો થવો વગેરે કૃમિના લક્ષણો છે.
આ આંતરડાના કૃમિઓ પણ અનેક પ્રકારના દર્શાવાયા છે. જેમાં કફેરૂક, મેકરૂક, લેલીદ, સશૂલ, સોસૂરાદા, અજળ, વિજય, કિષ્ય, ચિપ્ય, ગંડુપ્રદ, ચરુ અને દ્વિમુખનો સમાવેશ થાય છે. અને તે ઉપર્યુકત લક્ષણો ઉત્પન્ન કરે છે.શ્ યામ વર્ણી વ્યક્તિનો રંગ વધારે શ્યામ બની જાય છે. પેટમાં દૂષિત પાણી એકઠા થવાને લીધે જંતુઓ થાય છે. તે બે મેમ્બ્રેનસ લેયર્સની વચ્ચે રચાય છે જે એક સાથે પેરીટોનિયમ બનાવે છે. પેરીટોનિયમ એક સરળ કોથળી છે જેમાં શરીરના ભાગો શામેલ છે. પેરીટોનિયમમાં ઓછી માત્રામાં પ્રવાહી હોવું સામાન્ય છે.
પેટના ઉપર્યુક્ત કૃમિના કોઈપણ પ્રકારનો સર્વોત્તમ ઘરગથ્થું ઉપચાર છે પપૈયા બીજ અને અજમો. પપૈયાના બીજને સારી રીતે સૂકવી લેવા. ચાર થી પાંચ પપૈયાના બીજ અને એટલો જ અજમો ભેગા વાટી નાખીને સવારે ઊકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવા. રાત્રે પણ આ પ્રમાણે બીજી માત્રા લેવી. ૧૦ થી ૧૫ દિવસ આ પ્રયોગ કરવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે અને પેટ હલકુફૂલ બની પાચનતંત્રને એકદમ સુધારે છે. દાડમની સૂકી છાલનો ઉકાળો તલના તેલ સાથે થોડા દિવસ પીવાથી કૃમિઓના જાળા પડી જાય છે.
થોડો ગોળ ખવરાવ્યા પછી, અજવાયન ચૂર્ણને પાણીમાં નાખી પીવામાં આવે તો કૃમિઓનો નાશ થાય છે. વાવડીંગ સૂંઠ, મરી અને પીપરનું સમભાગે કરેલું ચૂર્ણ આપવાથી કૃમિઓનો નાશ થાય છે. ઈન્દ્રજવ, પિત્તપાપડો, કાંચકા, અજમો, વાવડીંગ, દાડમની છાલ. આ બધા ઔષધો સરખા વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી અડધી ચમચીની માત્રામાં સવારે અને રાત્રે લેવાથી કૃમિઓનો નાશ થાય છે. આ ઉપરાંત કૃમિઘ્ન ચૂર્ણ, કૃમિકુઠાર રસ, વિડંગારિષ્ટ, ભલ્લાતકાદિ ચૂર્ણ વગેરે તૈયાર ઔષધો પણ વાપરવાથી કૃમિનો નાશ થાય છે.
આમેય આયુર્વેદિય ઉપચારમાં પથ્યાપથ્યનું અત્યાધિક મહત્ત્વ છે. કૃમિ રોગના પથ્ય આહાર દ્રવ્યોમાં જૂના ચોખા, મગ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, સાબુદાણા, કારેલા, પરવળ, કંકોડા, દૂધી, ગુવાર, રીંગણ, ભીંડો, તાજી મોળી છાશ, દહીં, દૂધ, જાંબુ, દાડમ, લીંબુ, ચીકુ, કેળા, પપૈયુ, સફરજન, અનાનસ, કેરી વગેરે લઈ શકાય.
કૃમિના અપથ્ય આહાર દ્રવ્યોમાં મેંદાની અને ચણાની ચીજો, તેલની બનાવટો, માવાની ચીજો, ગોળની બનાવટો, અડદ, મઠ, પાંદડાવાળી ભાજીઓ, કંદમૂળ, કાકડી, કોળું, મધ, માંસ, મચ્છી તથા વિરુદ્ધ આહાર દ્વવ્યો, ખુલ્લા, વાસી અને ઠંડા આહાર દ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં. કૃમિના ઉપચાર વખતે આહાર દ્રવ્યોનું પણ વિશેષ મહત્ત્વ છે. ખુલ્લા પગે ચાલવું તથા હાથ ધોયા વગર કંઈ પણ ખાવું એ પણ કૃમિવાળા માટે અપથ્ય છે. વાવડીંગનું એક સંસ્કૃત નામ છે. કૃમિઘ્ન એટલે કે વાવડીંગ કૃમિનો નાશ કરે છે.
એક થી બે ચમચી જેટલું વાવડીંગનું ચૂર્ણ એકથી બે ચમચી ગોળ સાથે એક કપ જેટલા પાણીમાં ઊકાળીને ઠંડું પાડી રોજ રાત્રે એકાદ અઠવાડિયું પીવાથી તમામ પ્રકારના કૃમિનો નાશ થાય છે. કૃમિ થી થતા પેટના રોગો માં મેથી, કાળી જીરી, અજમો ૧/૨ થી ૧ ચમચી ભોજન પછી લઈ શકાય. તેથી અપચો, પેટ નો દુખાવો, આફરો, પડખાનો દુખાવો, કમર નો દુખાવો, ગેસ-વાયુ ના રોગો દુર થાય છે.
પેટના કીડા થયા હોય તો એરંડા નુ તેલ દર ચોથા દિવસે લેવાથી પેટમા રહેલા કીડા બહાર નીકળી જાય છે. જો પેટના કીડા થયા હોય તો સવાર અને સાંજ મુળાનો રસ અને મીઠું મેળવી ને એક ગ્લાસ પાણીમાં લેવું. ચાર દિવસ સુધી સળંગ સેવન કરવાથી કીડા મટી જાય છે અને કીડા મળ વડે બહાર નીકળી જાય છે, અને પેટ બિલકુલ સાફ થઈ જાય છે. ટમેટાં કાપી તેના પર કાળા મરી પાવડર અને સંચળ મૂકી સેવન કરો. આના પ્રયોગથી પેટના કૃમિ નાશ પામે છે અને કિડનીના રસ્તે બહાર નીકળી જાય છે.
પિપળ ના પંચાગ ના ચુરણ ને વરીયાળીના રસ અને ગોળ સાથે સવાર અને સાંજ પાંચ ગ્રામ જેટલું ત્રણ દિવસ સુધી લેવાથી પેટના કરમિયા ની સમસ્યા દુર થાય છે. છાસ મીઠુ જીરુ અને કાળી મરી જો કોઈ વ્યક્તી ના પેટ મા કરમિયા થયા હોય અને કીડા મરતા પણ ન હોય અને પાચન દ્વારા બહાર પણ ન નિકળતા હોય તો એક ગ્લાસ છાસ લઈ તેમા શેકેલુ જીરુ થોડુ મીઠું અને કાળી મરી વાટી ને નાખી આ બધું સરખી રીતે મીક્ષ કરીને અઠવાડિયા સુધી આનુ સેવન કરવુ. જેનાથી કીડા મરી ને બહાર નીકળી જાય છે.