ભૂલથી પણ આ વસ્તુનું સેવન ન કરવું, નહિ તો થઇ શકે છે ગેસની સમસ્યા, જાણો ગેસ બનવાનું મુખ્ય કારણ અને આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાયુ એટલે ગેસ. ગેસ પ્રત્યેક વ્યક્તિના શરીરમાં બને છે. જેમની પાચન શક્તિ નબળી હોય અથવા જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય તેવી વ્યક્તિઓ ને મોટા ભાગે ગેસની સમસ્યા નો સામનો કરવો પડે છે.  કબજિયાતને કારણે ગેસ બને છે. જો ખોરાક લાંબો સમય સુધી મોટા આંતરડામાં રહે તો તેને કારણે ગેસ બને છે.

ટૂંકમાં આંતરડાની પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તો તેની અસરના ભાગ રૃપે ગેસ બને છે. ઝડપથી ખાવાનું ખાવાની અને પાણી પીવાની આદતને કારણે વધુ માત્રામાં હવા શરીરમાં જાય છે, જે ગેસ થવા માટે જવાબદાર છે. શારીરિક નિષ્ક્રિયતાને કારણે પણ ગેસ થઈ શકે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે અન્નનો ઓડકાર આવ્યો એટલે કે પેટ ભરાઈ ગયું. હકીકતમાં ઓડકાર આવવાનું કારણ શરીરમાંથી ગેસ બહાર નીકળે છે તે છે.

આપણે જ્યારે જમીએ છીએ કે કશું પીએ છીએ તો એ ક્રિયા કરતી વેળાએ આપણા શરીરમાં હવા જાય છે, તે ઓડકાર સ્વરૃપે બહાર નીકળે છે. જો તમને વારંવાર ઓડકાર આવતા હોય તો તેનો અર્થ એ છે કે તમારા પેટમાં વધુ પ્રમાણમાં ગેસ રહેલો છે. વધુ પડતા ઓડકારને કારણે પાચન તંત્રના ઉપરના ભાગમાં પેપ્ટિક અલ્સ જેવી બીમારી થઈ શકે છે.

સામાન્ય ભાષામાં આપણે તેને ગેસ પાસ કરવો કહીએ છીએ. વધુ પડતો ગેસ બનવો તેનો અર્થ એ કે વ્યક્તિના શરીરમાં કાર્બોહાઇડ્રેટનું શોષણ નથી થઈ રહ્યું. ફાઇબરનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક લેવાને કારણે પણ જમવાનું ધીરે ધીરે પચે છે. તેને કારણે પણ પેટ ફૂલે છે અને બેચેની જેવું લાગ્યા કરે છે. પેટ સાથે જોડાયેલા કોઈ અંગના આકારમાં ફેરફાર થઈ રહ્યો હોય તો તેના કારણે પણ પેટ ફૂલે છે.

ઘણા લોકોને ગેસ થાય ત્યારે પેટમાં દુખાવો થતો હોય છે. જ્યારે મોટા આંતરડાની ડાબી બાજુ દુખાવો થાય ત્યારે હૃદય રોગના દુખાવાનો ભ્રમ ઊભો થતો હોય છે, પણ જ્યારે આ પ્રકારનો દુખાવો થાય તો તે એપેન્ડિક્સનો દુખાવો પણ હોઈ શકે છે.

વધુ પડતો તીખો-તળેલો ખોરાક ન ખાઓ, તાણને કારણે પણ ગેસ થતો હોય છે તેથી પ્રસન્નચિત્ત રહો. તાણથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. સામાન્ય રીતે ગેસ ગંભીર સમસ્યા નથી, પરંતુ તેના તરફ જો બેદરકારી દાખવવામાં આવે તો તે ગંભીર બીમારીનું સ્વરૃપ ધારણ કરી શકે છે. જો ગેસની સમસ્યા વધુ પડતી હોય અને દૂર ન થતી હોય તો ડૉક્ટરનો સંપર્ક સાધો અને તેની ટ્રીટમેન્ટ લો.

મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો. ખાવાનું બરાબર ચાવીને ખાઓ. જમ્યા પછી તરત જ ઊંઘવાની કે આડા પડવાની આદત હોય તો તે દૂર કરો. થોડું ચાલવાનું રાખો. તેનાથી જમવાનું પચશે અને પેટ પણ નહીં ફૂલે. શક્ય હોય ત્યાં સુધી નિયત સમયે જમવાનું રાખો.  ફાઇબરવાળો ખોરાક લો તો તેની સાથે વધુ પ્રમાણમાં પ્રવાહી લો.

આવી શરૂઆતની નાની સમસ્યાઓની અવગણના કરવાથી ક્યારેક તે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ગેસ થવાની સમસ્યાથી કોઈ અજાણ નહીં હોય ખોરાક અને જીવનશૈલીના શાસ્ત્રીય નિયમોનું ઉલ્લંઘન કરવાથી ગેસ અપચાની સમસ્યા અવારનવાર થાય છે.વધુ પડતા ચા, કોફી, સોપારીથી ગેસની સમસ્યા ઊભી થાય છે.

ભૂખ હોય એના કરતાં વધારે જમવાની ટેવ હોય, જમ્યા પછી ઘણા તરત ચવાણુ કે ફરસાણ, મીઠાઈ ખાતા હોય, કે પછી પહેલાંનું ખાધેલું પચ્યું ના હોય તો પણ ખાવાની આદતથી ગેસ થાય. કઠોળને આયુર્વેદમાં દુર્જર કહ્યા છે. ચોખા, ચણા, વાલ, વટાણા, વગેરેથી ગેસ ખૂબ થાય છે. ફણગાવેલા કઠોળથી પણ ગેસ થાય છે. દૂધ સાથે ફળો વધારે કે ખટાશ લેવાથી – વિરુદ્ધ ભોજનથી અગ્નિમંદ થતાં ગેસ થાય છે.

ઉજાગરા કરવાથી પણ પાચન નબળું પડે છે. ગેસ થાય છે. ચિંતા, ઉદવેગ, સતત ગુસ્સો, વગેરેની અસર જઠરાગ્નિપર પડે છે. છેવટે ગેસની સમસ્યા ઉદભવે છે. બહેનોને મોનોપોઝના સમયમાં ગેસ-ઓડકારની સમસ્યા સતાવે છે. બને ત્યાં સુધી જમવાનો સમય એક સરખો રાખવો. એમાં ફેરબદલ કરવી નહીં.

સૂંઠ, સંચળ અને હિંગ, આ ત્રણેયને સરખા ભાગે લઈ ફાકી બનાવી ઘરમાં રાખી મૂકવી. જ્યારે પણ ગેસની તકલીફ લાગે ત્યારે જમ્યા પછી અડધી ચમચી ફાકી પાણી સાથે લેવી. જેમને લાંબા સમયથી ગેસની તકલીફ હોય તેમણે બૃહદ શંખવટીની એક-એક ગોળી જમતી વખતે વચ્ચે પાણી સાથે લેવી. ઘણાં દર્દીઓને લાંબા સમયથી ગેસ-અપચાની સમસ્યા હોય તેમણે કૂવ્યાદ રસ, અગ્નિમુખ ચૂર્ણ, લવણ ભાસ્કર, અજમોદાચૂર્ણ વગેરે ઔષધિઓ પણ લઈ શકાય.

ભોજન ખૂબ ચાવીને ખાવું જોઈએ. ચાવીને જમવાથી લાળસ્ત્રાવ સાથે ખોરાક ભેગા થાય છે. લાળસ્ત્રાવમાં રહેલું ટાયલીન નામનો એન્ઝાઇમ સ્ટાર્ચમય પદાર્થોને શર્કરામાં રૂપાંતરિત કરી દે છે. એટલે જઠરમાં સ્ટાર્ચવાળા પદાર્થો ઝડપથી પચી શકે છે. ગેસની સમસ્યાવાળાઓએ નિયમિત કસરત, યોગદાન, પ્રાણાયામ, ધ્યાન, મસાજ માટે રોજ એકાદ કલાક ફાળવવો. નાભિની આજુબાજુ ક્લોક્વાઈઝ (જમણેથી ડાબી તરફ) હિંગની પેસ્ટ, દિવેલ કે તલના તેલનું માલિશ કરવું. અરીઠાના ફીણનું પણ માલિશ કરી શકાય. આ ઉપચાર પેટ સાફ થવા પછી ખાલી પેટે સવારે કરવો.

શંખવટીના શંખભસ્મ, પિત્ત, વાયુની સમસ્યાને મટાડે છે. એકોનાઈટ-વચ્છનાગની પ્રમાણસર માત્ર શંખવટીમાં છે. જે વાયુનું શીઘ્ર અનુલોમન કરે છે. ઉપરાંત તેમાં ઘણાં પાચન ઔષધો છે. જે વાયુ ગેસ સમસ્યાનું નિવારણ કરે છે. પેટ સાફ રહે તે માટે અજમો, સીંધાલૂણ, હરડે, મીંઢી આવળની ફાકી રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલી ફાકી જવી, પેટ સાફ થશે. અને ગેસ થશે નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top