Site icon Ayurvedam

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ

આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો  ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ ચઢવી,વગેરે નામોથી જાણી શકાય છે.

પેસોટી ખસવાને કારણે પેટ દર્દ, કબજિયાત, અપચો વગેરે થવા લાગે છે.  ભારે સામાન ઉઠાવવાના કારણે પેસોટી તેની જગ્યાએથી ખસી જાય છે. ખોરાક,આરામ, ભાગદોડનું ટેન્શન ભરી જિંદગીમાં આવામાં હાથ પગ માં કોઈ પ્રકાર ના ઝટકો લાગી જાય અથવા તો ચડતા ઉતરતા,ચાલતા સમયે ઢીલો પગ પડવાથી નાભિમાં સ્થિત સમાન વાયુ ચક્ર પોતાના જગ્યાથી ડાબા જમણા અથવા ઉપર નીચે સરકી જાય છે તો આને નાભિનું ટાળવું કહી શકાય છે.

પેટ દુખાવો, ઝાડ, પેટ, પેટ ફુલવું, અરુચિ, અરાહત વગેરે થાય છે. પુરુષોમાં જમણી બાજુ અને સ્ત્રીઓમાં ડાબી બાજુ ખસે છે. યોગ માં નાડીઓ ની સંખ્યા 72,000 થી વધારે બતાવામાં આવી છે અને તનું મૂળ ઉદગમસ્ત્રોત નાભિસ્થાન છે. પેસોટી ખસી જવાથી પણ કબજિયાત થઈ શકે છે. જ્યાં સુધી પેસોટી ખસેલી છે ત્યાં સુધી કબજિયાત સરખું નથી થઈ શકતું. રોગીને પીઠના બળે સૂવડાવી તેમની નાભિને દબાવવી  જો નાભિના નીચે ધડકન અનુભવ ન હોય તો એ તેમની જગ્યા પર નથી તેમ સમજવું.

એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે.ચાલતા અચાનક ઉંચી નીચી જગ્યા પર પગ પડવો, રમતી વખતે ખોટી રીતે ઉછળવું, ઝડપી થી પગથિયાં ચડવા અથવા ઉતરવા. ઉંચાઈ પર થી છલાંગ લગાવી, પેટ માં વધારે ગેસ થવો,પેટમાં કોઈ પ્રકાર નું વાગવું , સ્કૂટર અથવા મોટરસાયકલ ચલાવતી વખતે ઝટકો લાગવો વગેરે ને કારણે પેસોટી ખસી જે છે.

ખસેલી પેસોટી ને સરખી કરવાના આયુર્વેદિક ઉપાય :

સૂકા આંબળાને પીસીને તેનો પાવડર બનાવી, એક ચમચી આંબળાના પાવડરમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારેય તરફ લગાવી  અને 2 કલાક માટે રાખી મૂકવી.  આ ઉપાય થી પેસોટીની સમસ્યા માંથી રાહત મળી શકે છે. પેસોટી ખસી ગઇ હોય તો 10 ગ્રામ વરિયાળી લઇને પીસી, તેના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. 2-3 દિવસ સુધી વરિયાળી અને ગોળનું સેવન કરશો તો  પેસોટી યોગ્ય જગ્યાએ આવી જશે અને આ સમસ્યાથી રાહત મળશે.

સરસિયાના તેલના ઉપયોગથી પણ ખસી ગયેલી પેસોટીની સમસ્યાને સારી કરી શકાય છે. તે જેના માટે 3 દિવસ સુધી સતત સવારે ભૂખ્યા પેટે સરસિયાના તેલના કેટલાક ટીંપા નાભિમાં નાખવા જેનાથી પેટનો દુખાવો દૂર થશે. જમીન પર રજાઈ પાથરી લો બાળકો નો રમવાનો દડો લો,ઉંધા સૂઈ ને દડા ને નાભી ના મધ્ય માં રાખી દો . પાંચ મિનિટ સુધી આમજ સુતા રહો. હટી ગયેલી પેસોટી  સરખી થઈ જશે .પછી ધીમેથી પડખું ફરીને ઊભા થઈ જાવ અને ઓકડું બેસી જાઓ. આબળા નો મુરબ્બો કે ઘઉ ના બિસ્કીટ પણ ખાઈ શકાય.

દુંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચોળવા કરતાં આ કરવું વધારે સારું છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,તેનો દીવો બનાવી એને પ્રગટાવી એ સળગતો દીવો પેટ પર મૂકવો પછી ઉપર લોટાનું મોં નીચે રાખી થોડોક ઉપર એક બે મિનિટ માટે પકડી રાખવો. દિવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટા  માં ભરાતો લોટો ગરમ થાય જતો ,લોટને દબાણ સાથે પેટ પર મૂકવાથી દીવો ઓલવાય જતો ,લોટામાં રહેલો વાયુ ઠંડો પડી જવાથી લોટો પેટ સાથે ચોંટી જાય અને પેસોટી નો દુખાવો ઓછો થાય .

સુતા રહી ને ડાબા પગ ને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગના અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. પછી બીજા પગ થી પણ આજ કરો.  ધીમે ધીમે બને પગે કરો.નાના પગ ની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો,પછી ધીમે ધીમે નીચે રાખીને લાંબો શ્વાસ લો. મગ ની ખિચડી ખાવી .દિવસ માં એક વાર આદું નો રસ પીવો. મોગરાના પાંદડાનો રસ દુધ માંમેળવી ને પીવાથી પેસોટી ખસવાથી ઝાડા થયા હોય એમાં રાહત મળે છે.

 

Exit mobile version