માત્ર થોડા દિવસમાં ગમેતેવી પથરી ઓગળી બહાર કાઢવાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ લોકોમાં કિડનીની સમસ્યા જેવી કે પથરી, પેશાબના બીજા દર્દો વગેરે રોગ સામાન્ય થઈ ગયા છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો ઘણી દવાઓનું સેવન કરે છે. પરંતુ અમે આ સમસ્યાના ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

પેશાબમાં લોહી પડતું હોય ત્યારે આ મુજબનો ઉપાય અજમાવવો જોઈએ. કમળકાકડીનો મગજ ૧ તોલો પાણી સાથે ખૂબ વાટીને સૂર્યોદય પહેલાં ભૂખે પેટે પીવો. એ જ રીતે રાત્રે સૂતી વખતે કશું ખાધા વગર પીવાથી પેશાબ દ્વારા પડતું લોહી બંધ થઈ જાય છે. ટંકણખાર પાણી સાથે પસીને પીવાથી પથરીનો રોગ સારો થાય છે.

10  દિવસ સુધી આ પ્રયોગ કરવામાં આવે તો પથરી ટુકડા થઈ ને પેશાબ મારફતે બહાર નીકળે છે. તુંબડીનાં બીજનું ચૂર્ણ 10 ગ્રામ પા શેર દૂધમાં ઉકાળીને ચાર દિવસ પીવાથી પથરી ટુકડા થઈને પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. હળદર અને ગોળ સાથે ખાઈને ઉપર ધઉંનો ઉકાળો પીવાથી લાભ થાય છે. પેશાબે રેતી જેવો જતો હોય તો કમળનાં ફૂલનો બનેલો ગુલકંદ ખાવાથી લાભ થાય છે.

વીર્યને અટકાવવાનો દોષ થાય ત્યારે જે વીર્યની પથરી બંધાય છે, તેના ઉપચાર માટે તલચીરાની રાખ મધમાં મેળવીને દર્દીને આપવી જોઈએ એનાથી લાભ મળે છે. નરમાનનાં પાનનો રસ 10 તોલા અને જીરું પા તોલો મેળવી તેનાં બે પડીકાં બનાવવાં. આ પડીકાં સાત દિવસ પાણી માં મેળવીને પીવાથી પથરીનો રોગ મટે છે.

જાંબુ ખાવાથી પથરીનો દુખાવો મટે છે. જાંબુના ઠળિયા સૂકવીને એનું ચૂર્ણ મધમાં મેળવીને લેવાથી પથરીનો રોગ નાબૂદ થાય છે. 4 તોલા પા લિટર પાણીમાં મેળવવો ત્યારબાદ આ પાણીને ઉકાળવું. ઠંડું પડે પછી તરસ લાગે ત્યારે આ જ પાણી પીવું. આથી પથરી મટે છે અને પેશાબ છૂટે છે. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરવાથી સારો લાભ મળે છે.

જવખાર ૩ ગ્રામ અને સાકર ૨૦ ગામ ગાયના દૂધથી બનેલી છાશમાં નાખીને આ છાશ પીવાથી પથરીનો રોગ મટે છે. પા શેર ખાંડમાં 2 તોલા જવખાર મેળવી શીશીમાં ભરવો. રોજ દિવસમાં ત્રણ વાર એકેક તોલો પાણી સાથે પીવો. બાદ છાશ પીવાથી પથરીનો રોગ મટે છે. જાંબુ પેટ ભરીને ખાવાં અથવા જાંબુડા નાં ફળ ને પાંદડાનો રસ પીવાથી પેશાબ છૂટથી આવે છે.

નાળિયેરનું પાણી ૧૦ શેર લેવું અને ગરમ કરવું. આ રસ ઘાંટો થાય ત્યારે તેમાં જાયફળ, સુંઠ, મરી, પીપર અને જાવંત્રી નાખીને બાટલીમાં ભરી રાખવું. આ પાક સવાર-સાંજ લેવાથી પથરી પીગળી જાય છે, ઉપરાંત પેશાબના દર્દમાં રાહત મળે છે. ગોખરુની ‘ચા’ પેટ ભરીને પીવાથી પેશાબ છૂટથી આવે છે અને પથરી ટુકડા થઈને બહાર નીકળી જાય છે.

જૂની ઈંટનો ભૂકો ૧ તોલો, ખાંડ બૂરુ અથવા દળેલી ખાંડ 2 તોલા મેળવી દરરોજ ફાક્વાથી પથરી મટે છે. ગોખરુનાં બીજ ૧ તોલો, મધ ૧ તોલો અને ઘેટીનું દૂધ 20 તોલા રોજ પીવાથી પથરી મટે છે. આંબાહળદરનું ચૂર્ણ ૪ વાલ લઈ તેને આમલીનાં પાનના રસમાં પાશેર મેળવી ર૧ દિવસ પીવું.

ગળજીભી ભોંપાથરીનો રસ પીવાથી પેશાબનાં દર્દોમાં ફયદો થાય છે. ટંકણખાર 1 તોલો, પાણીમાં ઘસીને પીવાથી અથવા ગરમ દૂધમાં જૂનો ગોળ ખાવાથી પથરી મટે છે. પથ્થર જેવી પથરી હોય તો તેવા દર્દીએ ચૂનાનું નીતર્યું પાણી હંમેશાં સાધારણ પાણીની જેમ પીવું જેનાથી પથરીનો રોગ નાબૂદ થાય છે.

ગુલે અરમાલી અથવા મીઠું અને ઘી વાટીને ડુટીમાં ભરવાથી પેશાબ છૂટથી આવે છે. ઘણાંને ઈંડું ખાવાથી પણ પથરી થાય છે એ માટે મૂળાનાં પાનનો રસ અને લીંબુ ખાવાથી આ દર્દ મટે છે. કેસૂડા નાં ફૂલની પેસ્ટ બનાવીને તેની પેટીસ જેવુ બનાવીને લગાવવાથી પથરીનો દુખાવો મટે છે.

તલના છોડને બાળી તેની કાળી રાખ દૂધમાં લેવાથી પેશાબ છૂટથી આવે છે અને તેનાથી થતાં દર્દ પણ માટે છે. જાંબુડા નાં કુમળાં પાન લસોટીને તેમાં મરીના બે-ચાર દાણા મેળવીને લેવાથી પથરી ટુકડા થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે. સોનામુખી કાકડીના રસ સાથે લેવી અથવા ચોલાઈ કે ચોલાઈનાં બીજની ચા પીવાથી પથરી મટે છે.

રાઈ અને સિંધવ સમભાગે મેળવી ગૌમૂત્ર સાથે ખાવાથી તેમજ સૂકું કે લીલું લસણ રોજ ખાવાથી પથરી મટે છે. તેને પથરીનો રોગ થતો નથી. લાલ કોળાંનો રસ પીવાથી ૧પ દિવસમાં પથરીનું દર્દ મટી જાય છે. આ પ્રયોગ ૧૫ દિવસ માટે કરવો. કાકડીનાં બીજ પાણીમાં વાટીને પીવાથી લાભ થાય છે.

જીરું ને સાકર કાકડીનાં બીજ સાથે ખાવામાં આવે તો પથરીનો રોગ મટે છે. મકાઈના રેસા પાણીમાં ઉકાળી, સાકર મેળવીને પીવાથી પથરીના દર્દ મટે છે. અરડૂસી અને લીમડાનાં પાનનો શેક કરવાથી પથરીનો દુખાવો ઓછો થાય છે. અને પેશાબના દર્દ મટે છે. મૂળાનાં પાનનો રસ અથવા પાન સવારમાં પીવાથી કે ખાવાથી પથરી મટે છે.

Scroll to Top