જાણો કાળા મરીનો ઉપયોગ કરવાથી થતાં અમૂલ્ય ફાયદાઓ વિષે, જડમૂળમાંથી મટાડી દેશે આ બધા ગંભીર રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકલ ઘણા વિજ્ઞાનસંશોધનો અને સર્વે થાય છે. માહિતીઓના ઢગલા ઇન્ટરનેટ પર છે, પણ મૃત્યુનાં ૧૦ કારણો વાંચતાં આશ્વર્ય થાય એવું છે. ટાઈટલ વાંચીને. અમેરિકામાં ફ્રાન્સમાં, ભારતમાં, વિશ્વમાં એમ અલગ-અલગ પૃથ્થકરણ છે. અમીર વર્ગ, મધ્યમવર્ગ, નિમ્નમધ્યમી વગર ગરીબ વર્ગ એ રીતનું એનાલિસિસ વાંચીને પણ અચંબો થયો. ઉંમર પ્રમાણેનું પણ વર્ગીકરણ છે

મૃત્યુ ના 10 મુખ્ય કારણો

હૃદયરોગ, કેન્સર, શ્વાસ રોગ, ફેફસાંનો રોગ, સ્ટ્રોક, અલ્ઝાઈમર, ડાયાબિટીસ, ઇન્ફલુએન્ઝા અને ન્યુમોનિયા, ઓકિઝન્ડન્ટ, કિડનીરોગ, આપઘાત. માત્ર એકિસડન્ટને બાદ કરતાં બાકીના બધા જ રોગોને થતા રોકી શકાય અથવા થાય ત્યારે શું કરવું એ જાણીએ. આયુર્વેદમાં પુષ્કળ એવાં ઓસડિયા-Herbs, Spices છે, જે હજુ આપણે ત્યાં ૫૦૦૦ વર્ષે પણ રસોડામાં વપરાય છે.આજે મરી વિષે વાત કરીએ.

મરી: દક્ષિણ ભારતની ઉપજ છે. હાલમાં મરી બાબતે વિશ્વમાં વિયેતનામ વિશ્વનું 34% બજાર સર કરીને અગ્ર ક્રમે છે. આખા મરી અને ભૂકો બંને દુનિયાભરમાં પ્રચલિત છે પાશ્વાત્ય લોકો ચીલી-લાલ, લીલાં મરચાંથી અપિરિચિત છે અથવા ડરે છે તે લોકો ખોરાકમાં સ્વાદ માટે મરી વાપરે છે.

હોટેલ-રેસ્ટોરન્ટ: આપણે ત્યાં પણ પશ્વિમના અને અન્ય દેશોની જેમ હોટલ અને રેસ્ટોરન્ટ ટેબલ પર નમક સાથે મરી પાવડરની બોટલ જોવા મળે છે.તમે જ્યારે પણ બહારનું ભોજન લો છો ત્યારે tasty લાગવાના કારણે, આનંદમાં થોડું વધારે જાણે-અજાણે જમી લો છો.

પણ તમને લોકો ને એક સૂચન છે કે જમી લીધા પછી, ભોજન સાથે પીરસાયેલા લીંબુના કટકા પર ટેબલ પર રહેલા નમક અને મરી ભભરાવીને ચૂસી જવું અથવા થોડા પાણીમાં નાખીને પી જવું.આનાથી આફરો, એસિડીટી, અપચાથી બચી જવાશે.

મરી-આયુર્વેદ અનુસાર: રસ-કટુ-તીખો છે ગુણમાં લઘુ (હલકું) તીક્ષ્ણ, સૂક્ષ્મ (નાની જગ્યામાં પહોંચીને અસર કરનાર). વીર્ય ઉષ્ણ છે.

કૃમિદન: શરીરને નુકશાન કરનાર કૃમિ, બેક્ટેરિયા સાથે લડીને તમામ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કેન્સરને પણ ટક્કર આપે છે.

દીપનીય: ખોરાકની અરુચિ દૂર કરનાર છે.

શ્વાસહર: કફકે આવરણ ને તેના તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણથી તોડી શકે છે માટે શ્રમથી ચટનાં શ્વાસમાં અથવા ફેફસામાં થતાં ન્યુમોનિયા, ઇન્ફલુએન્ઝા જેવા દર્દીને થતાં રોકે છે અને ક્રમશ મટાડે છે.

આમપાચક: ખોરાકના પાચન દરમ્યાન બનતો આમ, કાચોરસ શરીરમાં ફરે ધીમે ધીમે કોલેસ્ટેરોલ, ચરબી વધારે. તેને કારણે (હદયને લગતાં Problens થઈ શકે છે. આ, આમ નું પાચન સૂંઠ, સંચળ, મરીનું સમભાગે ચૂર્ણ નિત્ય લેનાથી થાય છે Heart attack અને Stroke બંનેમાં અતિ ઉપયોગી આ સંયોજન છે.

પાચક: મરીનો તીખો રસ તમારા જઠરના HCL નો સ્ત્રાવ વધારે છે. જે પાચક રસ છે. તેને કારણે ખોરાકનું પાચન બરાબર થવાથી લોહીમાં શુગર (ડાયાબિટીસ)થી બચી શકાય. ડાયાબિટીસ વધતો અટકાવી શકાય. આ ઉપરાંત ગેસ્ટ્રીક પ્રોબ્લેમ્સ મટાડે છે. એટલે જેમને ગેસ કે અપચાના કારણે શ્વાસ ચઢતો હોય ત્યાં મરી ચમત્કારિક પરીણામ આપે છે માટેજ અડદના પાપડમાં પણ મરી નાંખતા હશેને ?

મૂત્રલ: મરીના સેવનથી રહોઈ રહેલો પેશાબ થાય છે. જરૂર પ્રમાણે તેમાં ગાયનું ઘી ઉમેટી શકાય. પરિણામે કિડનીના રોગોથી બચી શકાય. અને કફ અને વાયુથી આવતાં સોજા મટે છે.

પ્રસ્વેદ કરાવનાર: મરીનું સેવન કરવાથી તમને પસીનો થાય છે જેનાથી પરસેવા વાટે તમારા શરીરનું વિષ- Tocins બહાર નીકળી જાય છે. તે રીતે એન્ટિઓક્સિડન્ટ અને બલ્ડપ્રેશર નોર્મલ રાખનાર છે.

Fatcell: Fatcell ને block કરીને obesilty management કરે છે વજન ઘટાડે છે.

સેલેનિયમ: મરીમાં સેલેનીયમ નામનું mineral રહેલું છે, જે એન્ટી ઓકિસડન્ટ એન્ઝાઈન બનાવામાં માટે ઉપયોગી છે જે કોષોને નુકશાન થતાં રોકે છે મગજના કોષોને ઓકિસજન પહોંચાડે છે.

સેલેનિયમ ઉપરાંત મરીનાં રહેલા વિટામીન Bcomple વિટામીન C, વિટામીન A, બીટાકેરોટિન, VirK આયર્ન, મેંગેનીઝ છે. ઉપરાંત મરી સૂક્ષ્મ, તીક્ષણ ગુણ મનોવહ સ્રોતસને તરોતાજા રાખવા સમર્થ છે, જે અલ્ઝાઈમર્સ અને આપઘાતની વૃત્તિવાળા લોકો માટે આર્શાવીદ રૂપ છે.

ન્યુરાલિજ્યા: શૂલાન્તક ગુણ હોવાથી મરી પાવડરને પાણીમાં પલાળીને લગાડવાથી હર્પીસ મટી ગયા પછીનો કે નર્વને લગતા કોઈપણ દુખાવામાં રાહત મળે છે

શીળસ: મરી પાવડર, ખાવાનો સોડા, સાકર સરખા ભાગે (પા-પા ચમચી) લઈને પા ચમચી ગાયનું ઘી મિક્સ કરીને લેવાથી મિનિટોમાં શીળસ ગાયબ થઈ જાય છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top