જટિલ માં જટિલ રોગોમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ, સોજા અને દુખવાને તો ચપટીમાં કરે છે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પદ્મકાષ્ટનાં વૃક્ષો હિમાલય તથા કેદારના પર્વતોમાં થાય છે. દવામાં એનું લાકડું વપરાય છે. તાજાં લાકડાંમાં વધુ ગુણ હોય છે અને જૂનાં લાકડાં માં ગુણ ઘટી જાય છે. એનું લાકડું બદામી રંગનું હોય છે. એની વાસ બદામની વાસને મળતી હોય છે. તે સ્વાદે કડવું તથા તૂરું હોય છે.

પદ્મકાષ્ટનાં વૃક્ષો ચારથી સાત હજાર ફૂટની ઊંચાઈએ પર્વતો પર થાય છે. એનાં ફૂલ લાલ રંગનાં હોય છે અને તે માર્ચ મહિનામાં જોવા મળે છે. પદ્મકાષ્ટ ગુણમાં શક્તિવર્ધક હોય છે. એ તૂરું, વાતલ, કડવું, શીતળ હોય છે. દાહ, કોઢ, કફ, વિસ્ફોટક અને રક્તપિત્ત મટાડે છે. એ ગર્ભસ્થાપક છે. એ ઊલટી વ્રણ તથા તરસને મટાડનાર હોવાનું કહેવાય છે. તો ચાલો હવે આપણે જાણીએ પદ્મકાષ્ટનાં લાભો વિશે.

પદ્મકાષ્ટનો ઉકાળો પીવાથી દાહ મટે છે તેમજ રક્તપિત્ત, તાવ, ભ્રાંતિ, કોઢ, રતવા એવા તમામ રોગો માટે વપરાય છે. પદ્મકાષ્ટને ઘસીને પીવાથી ગર્ભ ન રહેતો હોય તો તે રહે છે. તે રૂચિકર હોવાથી ઊલટી, વ્રણ, તૃષા વગેરેમાં લાભ કરે છે. તેની છાલ થી ઝાડા બંધ થાય છે.

પદ્મકાષ્ટનો ઉકાળો જીર્ણ જ્વરમાં કામ લાગે છે. તે શરીરને શાંત કરે છે તેમજ જીર્ણ દર્દો મટી ગયા પછી નબળાઈ ઘણી રહે છે તેમાં તથા હૃદયનાં દર્દો દૂર કરવા વપરાય છે. તે શરીરને મજબૂત કરવા પણ ઉપયોગી નીવડે છે. પદ્મ કાષ્ટ તથા બીલા ને ઘી અથવા દર્દીના મોઢામાં નાખી ને ખાવાથી વિષમ જ્વર દૂર થાય છે.

પદ્મકાષ્ટનો ઉકાળો પીવાથી તાવને લીધે થતી ગરમી ઓછી થાય છે. વગર કારણે થતો પરસેવો મટી જાય છે. આયુર્વેદમાં સુગંધી દ્રવ્યોમાં પદ્મકાષ્ટનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે. ચામડીની સૂકી ખૂજલી તથા ગુહ્ય માર્ગ પર થતી ખંજવાળ પર તેનો લેપ કરવાથી તરત ઠંડક થાય છે. એનાથી ચામડી સ્વચ્છ બને છે.

ઇંદ્રજવ, ઇંદ્રાણી, ત્રિફળા, પીંબડી, દારૂહળદર, વજ હળદર તથા મોરવેલ દરેક અડધો તોલો લેવું, દેતી મૂળ એક તોલો, નસોતર બે તોલા, બાલી ચાર તોલા આ બધાનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી પ્રમેહ, કોઢ તથા દરેક પ્રકારના વાયુના રોગો મટે છે. પદ્મકાષ્ટ, લવિંગ બંને સવા તોલો, કબાબચીની એક તોલો, તજ, જાયફળ, પીપર, પીપરીમૂળ, જાવંત્રી, જટામાંસી અને ઝટકોયેલા આ બધી વસ્તુ પોણો તોલો લઈ તેમાં કેસર અડધો તોલો, એલચી પા તોલો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી તેનો મધ તથા સાકર માં પાક બનાવવો. આ પાક ખાવાથી અજીર્ણ, યકૃત દર તથા જીર્ણજ્વર મટે છે.

જો પોષણના અભાવ અથવા કોઈ રોગને કારણે મોં ના છાલાથી પરેશાન છો, તો પદ્મકાષ્ટની પેસ્ટની આ રીતે સારવાર કરવાથી ફાયદો થાય છે. પદ્મકાષ્ટના પાવડરને મધ સાથે મેળવીને મોંમાં લગાવવાથી મોંના છાલા દૂર થાય છે. પદ્મકાષ્ટ, ખડસલીઓ, મોથ, કોલંબો, કરિયાતું, કાળી જીરી, દેવદાર, ધમાસો અને ઈન્દ્રજવ દરેક દ્રવ્યો અડધો તોલો લઈ તેનો કવાથ બનાવવો.

આ કવાથના ઉપયોગથી જ્વ૨, અતિસા, કૃમિ, શરીરની ધ્રુજારી વગેરે રોગોમાં રાહત મળે છે. પદ્મકાષ્ટ, માલકાંગણી, કહુ, હરડેદન, જવનું સત્ત્વ, લીંબડાની લીલી ગળો, આકડાના ફૂલ અને લીમડાનો ગુંદર એ બધી વસ્તુ 20 ગ્રામ લઈ એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ જીર્ણજ્વર, વિષમ, ક્ષીણતા, કૃમિ, ભ્રમ તથા તરસ મટાડવા વપરાય છે.

પદ્મકાષ્ટના પાન, કચનારનાં પાન અને જવ લો. ત્રણેયને મિક્સ કરીને ઉકાળો. હવે 10-20 મિલીલીટરના ઉકાળામાં ઘી અને દૂધ નાખો. આ ઉકાળો પીવાથી ક્ષય મટે છે. આ ઉકાળો વ્યક્તિને સ્વસ્થ બનાવે છે. સ્તનોના સોજોમાં પદ્મકાષ્ટના લાભ મહિલાઓ લઈ શકે છે. પદ્મકાષ્ટના પાન ગરમ કરો અને તેને સ્તનો પર બાંધો. તેનાથી સ્તનોનો સોજો ઓછો થાય છે. પદ્મકાષ્ટના ઉકાળાથી સ્તનો ધોવાથી સ્તનોનો સોજો ઓછો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top