બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઇ જાય તે સાહજિક છે. પરંતુ બાળકની ઉમર વધતાં વધતાં રાત્રે પથારીમાં પેશાબ થઇ જાય તે બાળક તેમજ માતા-પિતા માટે સંકોચ અને ચિંતા કરાવે તેવો પ્રશ્ન છે. સદભાગ્યે મોટા ભાગનાં બાળકોમાં આ પ્રશ્ન કિડનીના કોઈ રોગને કારણે નથી હોતો. આ તકલીફ કોઈ રોગ નથી કે બાળક જાણીબૂઝીને પથારીમાં પેશાબ કરતું નથી. તેથી બાળકને ધમકાવવા કે એના પર ગુસ્સો કરવાને બદલે, આ પ્રશ્નની સારવારની શરૂઆત સહાનુભૂતિપૂર્વક કાળજીથી કરવામાં આવે છે. સારવારની શરૂઆતમાં બાળકને સમજણ અને પ્રોત્સાહન આપવું, પ્રવાહી લેવાની અને પેશાબ જવાની ટેવમાં ફેરફાર કરવો.
કયા બાળકોમાં આ પ્રશ્ન જોવા મળે છે?
જે બાળકનાં માતા-પિતામાં તેમના બચપણમાં આ તકલીફ જોવા મળી હોય. માનસિક તણાવને કારણે ઘણી વખત આ પ્રશ્ન સારું થતો કે વધતો જોવા મળે છે.માનસિક વિકાસ નબળો હોય તેવા બાળકો ને પેશાબ ભેગો થાય ત્યારે પેશાબ કરવા જવું જોઈએ તેનો ખ્યાલ આવતો નથી. છોકરી કરતાં છોકરામાં આ પ્રશ્ન ત્રણ ગણો વધારે જોવા મળે છે.ગાઢ ઊંઘ આવતી હોય તેવાં બાળકોમાં આ પ્રશ્ન વધુ જોવા મળે છે.
આ તકલીફ સામાન્ય રીતે ૬ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. સામાન્ય રીતે ઉમર વધવા સાથે આ પ્રશ્ન આપમેળે ઘટતો જાય છે અને મટી જાય છે. ૫ વર્ષ કરતાં વધુ ઉંમરનાં ૧૦-૧૫% બાળકોમાં આ તકલીફ જોવા મળે છે. ૧૦ વર્ષની ઉમરે આ પ્રશ્ન ૩% અને ૧૫ વર્ષ કરતાં વધુ ઉમરે ૧% કરતાં ઓછા બાળકોમાંઆ પ્રશ્ન જોવા મળે છે
પથારીમાં થતાં પેશાબ ને રોકવાના ઉપાય :
બાળક રાત્રે પથારી ભીની કરી દે તેની સૌથી સારી દવા છે ખજુર.આ સમસ્યાના ઉપચાર માટે રાત્રે સુતા પહેલા ખજુર ને દુધમાં નાખો. એક ગ્લાસ દુધમાં ૩-૪ ખજુર નાખો અને તેને સારી રીતે ઉકાળો પછી બાળકને આપી કહેજો કે ખજુર ને બરોબર ચાવીને ખાઈ લે અને દૂધ પી જાય. જો આ ઉપાય તમે ૧૫ દિવસ કરી લીધો તો તમારા બાળક ની આ પથારી ભીની કરવાની સમસ્યા દુર થઇ જશે.
કુદરતી ફાઇબરમાં સમૃદ્ધ, અખરોટ અને કિસમિસ બાળકને બેડ-વેલીંગથી બચાવવા માટે અન્ય અસરકારક ઘર ઉપાય છે. આ પોટેશિયમમાં પણ ઊંચા છે, જે વિકાસશીલ બાળકોમાં ખૂબ જરૂરી ખનિજ છે.આ ઉપરાંત કાળા તલ નું સેવન વધારવું. જે બાળક ને પથરીમાં પેશબ ની સમસ્યા હોય તેમણે દરરોજ 7 થી 8 ચાંચિ જેટલા કાળા તલ ખવરવવા. તજ અને મધનીપેસ્ટ બનાવી બાળકને સૂતા પહેલા 1 ચમચી ચટાડવી.
રાત્રે સૂતા પહેલાં ૨-૩ કલાક ઓછું પ્રવાહી લેવું. પરંતુ દિવસ દરમિયાન વધુ પ્રવાહી લેવાનું રાખવું. સાંજે ૬ વાગ્યા બાદ પ્રવાહી ઓછી માત્રામાં લેવું અને કેફીન ધરાવતાં પીણાં (ચા, કૉફી વગેરે) સાંજે ન લેવાં.લોધ્રાસવ તથા કૃમિ વિકારહર કાઢા સરખા ભાગે મેળવી તેમાંથી એક યા બે ચમચી પ્રવાહી એટલું જ પાણી મેળવીને પાવું. રાત્રે સૂતા પહેલાં હમેશાં બાળકને પેશાબ કરાવી સૂવાની ટેવ પાડવી. આ ઉપરાંત રાત્રે બાળકને ઉઠાડી ૨-૩ વખત પેશાબ કરાવી લેવાથી પથારીમાં પેશાબ થતો નથી. દરરોજ રાત્રે સૂતા પછીના ત્રણ કલાકે બાળકને ઉઠાડીને પેશાબ કરાવી લેવો અને શક્ય હોય તો એલાર્મ પણ રાખવો.
બાળકને આ તકલીફ વિશે યોગ્ય સમજણ આપવી અત્યંત જરૂરી છે. રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો તે કોઈ ચિંતાજનક પ્રશ્ન નથી અને તે મટી જ જશે તેવી સમજણ માનસિક તણાવ ઘટાડવામાં અને પ્રશ્નને વહેલો હલ કરવામાં મદદરૂપ બને છે. આ પ્રશ્નની ચર્ચા કરી બાળકને કદી ઉતારી પાડવું નહીં, તેના પર ખિજાવું નહીં કે તેની નિંદા ન કરવી જોઈએ. જે રાત્રે બાળક પથારી ભીની ન કરે ત્યારે તેના પ્રયત્નની પ્રશંસા કરવી અને તે માટે નાની એવી ભેટ આપવી તે બાળકને આ પ્રશ્નહલ કરવામાં પ્રોત્સાહન આપે છે.