Site icon Ayurvedam

સારવાર કર્યા બાદ પણ વારંવાર રહે છે પથરીનો પ્રોબ્લેમ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય મળશે તરત કાયમી છુટકારો

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓ આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. સ્ટોનની બીમારી સામાન્ય રીતે ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં જોવા મળે છે અને સ્ત્રીઓની ગણતરીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે.

આ બીમારીમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે  દર્દી હલન-ચલન પણ નથી કરી શકતા. પથરીનો જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી ઘણા જ ખરાબ પરિણામ જોવા મળે છે.ઓછું પાણી પીવાથી અને ધૂળ માટીમાં બનેલું ખાવાનું ખાવાથી પથરી થાય છે . આ બીમારી માં કિડનીમાં એક નાનો પત્થર બની જાય છે જે કેટલીક વાર દુખાવો આપે છે તો કેટલીકવાર પેશાબની નસમાં આફ્ત પેદા કરે છે.

પથરી એ દર્દીઓમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો, પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન કરી શકે છે. એકવાર પાથરી થાય તો વારંવાર પથરી થવી એ ખુબજ સામાન્ય છે. પથરી થાવાનાં મુખ્ય કારણો માં ઓછું પાણી પીવાની ટેવ, વારસાગત પથરી થવાની તાસીર, માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક, ખોરાકમાં નમક અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ વગેરે ણો સમાવેશ થાય છે.

પથરી થવાનું જોખમના દર્દીઓમાંના ૯૫% પુરૂષો હોય છે. દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય વધારે રહે છે. પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે. પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય, જો પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય. અમુક દર્દીઓમાં પથરી ના લીધે વારંવાર મૂત્રમાર્ગ માં ચેપ અને પેશાબ માં અવરોધ ના કારણે કિડની ને સામાન્ય થી લઈ ને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

પથરી થી છુટકારો મેળવવાના ઉપાય:

પથરીના દર્દી થયા પછી 60 મી.લી. લીંબુના રસમાં તેટલી જ માત્રામાં કુદરતી જેતુનનું તેલ ભેળવીને સેવન કરવાથી તરત જ રાહત થઇ જાય છે. લીંબુનો રસ અને જેતુન નું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું રહે છે. બેલ પથ્થર(કોઠા ) ઉપર થોડું પાણી નાખીને ઘસી,તે પાણી માં એક કાળા મરી નાખીને સવારે કાળા મરી ખાવા.  બીજા દિવસે કાળા મરી બે કરી , ત્રીજા દિવસે ત્રણ એમ સાત કાળા મરી સુધી પહોંચી. આઠમાં દિવસે કાળા મરીની સંખ્યા ઘટાડવાનું શરુ કરી, એક સુધી આવી જવું.  બે અઠવાડિયાના આ પ્રયોગ થી પથરી દુર થઇ જાય છે.  એક બેલ પથ્થર(કોઠું) બે ત્રણ દિવસ સુધી ચાલશે.

બિજોરા નો રસ દર ત્રણ કલાકે પીવાથી ગમે તેવી પથરી તૂટી ને મૂત્ર માર્ગે બહાર નીકળી જાય  છે. કહેવામાં આવે છે કે બિજોર માં એટલી શક્તિ રહેલી છે રાત્રે સોય ને બિજોર માં ભરાવી આખી રાત રાખવાથી સવારે સોય ગાયબ થઈ જાય છે. એટલે કે બિજોરા માં લોખંડ ને પણ ઓગાળવાની શક્તિ રહેલી છે જે કિડની સ્ટોન ને પણ તોડી બહાર કાઢી નાખે છે.

પથરી વાળા દર્દીઓને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કાચા ડુંગળીમાં પાણીની માત્રા ખુબ વધારે હોય છે.તેથી જ ઉનાળામાં ગરમીથી બચવા માટે કાચી ડુંગળીને અસરકારક માનવામાં આવે છે. જેઓ ને વારંવાર પથરી બને છે તેઓ આહારમાં કાચી ડુંગળી નો સમાવેશ કરવો જોઈએ.તેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી જશે અને શરીરમાંથી પથરી બહાર આવી જશે. કારેલા આમતો ખુબ કડવા હોય છે પણ પથરીમાં રામબાણ ની જેવું કામ કરે છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વ હોય છે, જે પથરીને બનતા રોકે છે. પથરી થયા પછી બે નાની ચમચી કારેલા નો રસને સવાર સાંજ 8-10 દિવસ પીવો તેનાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

પથરીની બીમારી સામે લડવાની સૌથી સહેલી અને અસરકારક રીત એ પત્થર ચટ્ટા ના પાન છે. દરરોજ સવારે ખાલી પેટ એ 5 -6 પાન ખાવાથી થોડા દિવસમાં પથરી દૂર થાય છે. આ ઉપાય પથરીને દૂર કરવા માટે સૌથી સરળ અને સફળ માનવામાં આવે છે .એવું કેહવમાં આવે છે કે આ છોડનું નામ પત્થર ચટ્ટા એટલા માટે છે તેમાં પથરીને તોડવાની ક્ષમતા છે. આ પાન ને પથ્થર તોડ પણ કહેવામાં આવે છે. પથરી ના દુખવાથી રાહત મેળવવા માટે સતત બે દિવસ દર બે કલાકે દૂધ અને પાણી સરખા ભાગે મિક્સ કરી પીવાથી મૂત્ર માર્ગે પથરી નીકળી જાય છે.

ગાજર ના રસ માં વિટામિન એ અને ફાઇબર ખૂબ વધારેપ્રમાણ માં હોય છે.તે કિડનીમાંથી પથરી દૂર કરવામાં મદદ કરવાની ભૂમિકા ભજવી શકે છે. સાંજના નાસ્તામાં રોજ ગાજરનો રસ પીવાથી જલ્દી રાહત મળે છે. વર્ષોથી એપેંડીસાઇટિસથી પીડાતા લોકોએ ગાજરનો રસ અજમાવવો જોઈએ. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. તેના સતત સેવનને કારણે પથરી બંધ થઈ જાય છે. પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લેવાથી એક મહિનામાં પાથરીમાંથી કાયમ માટે છુટકારો મળે છે.

અનાનસ માં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. અનાનસ નો રસ પીવાથી કિડની સાફ થાય છે .તે બિનજરૂરી તત્વો ને દૂર કરીને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેને પથરીની સમસ્યા હોય છે તેમને નિયમિત રીતે અનાનસ નો રસ પીવો જોઇએ. આ થોડા દિવસોમાં તમારી પથરી દૂર કરશે. શુદ્ધ તુલસીનો રસ લેવાથી પણ પથરીના યુરીનને રસ્તે નીકળવામાં મદદ મળે છે. ઓછામાં ઓછું એક મહિનો તુલસીના પાંદડાનો રસ સાથે મધ લેવાથી ખુબ લાભ મળે છે. તુલસીના તાજા પાંદડા પણ રોજ ચાવવા જોઈએ.

Exit mobile version