ફેફસાની કાર્યશક્તિ વધારવા, વાયુના રોગને દૂર કરવા રોજ કરો આ આસન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now
આજના આ ભાગ-દોડીવાળા યુગમાં લોકો એટલા બીઝી થઈ ગયા છે કે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ તેઓ બેદરકાર થઈ ગયા છે. લિફ્ટની સગવડ આવતા જ સીડીનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. આપણને થોડા પગથિયાં ચઢતા જ શ્વાસ ચડવા લાગે છે. બાળકો અને યુવાનોએ ફાસ્ટફૂડ ખાયને તેમના શરીર બેડોળ બનાવી દીધા છે.

યોગાસનોના મહત્વને ધ્યાનમાં રાખીને આજે  સરળ અને ખૂબજ ઉપયોગી પર્વતાસન તેનાથી થતાં ફાયદા વિશે જણાવીશું. જેનાથી શરીરની ચરબી તો ઓછી થશે જ સાથેસાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળશે. પર્વતાસન. પર્વત જેવું આસન. આ આસનથી આકાર પર્વત જેવો થાય છે. આ આસનને ‘વિયોગાસન’ પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં ‘વિશેષતાપૂર્વક યોગ’ થાય છે.

પર્વતાસન કરવાની પદ્ધતિ : આ રીતે કરો

પદ્માસનમાં બેસો. ટટ્ટાર બેસો. બન્ને હાથ નમસ્કાર મુદ્રામાં રાખો. નમસ્કાર છાતીની પાસે રાખો. કોણી થોડી ઉપર તરફ ઊંચકાયેલી હશે. હવે કોણીને ઉપર ઊંચકતા જાવ. નમસ્કારની મુદ્રા સાથે ધીરે ધીરે હાથને સંપૂર્ણ રીતે માથાની ઉપર સીધી દિશામાં ટટ્ટાર શરીર સાથે ગોઠવો. બન્ને કોણીને સાઈડમાં ખેંચો. હવે નમસ્કાર મુદ્રા ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવતા જાવ. હાથ બિલકુલ સીધા થઈ જશે. આખા શરીરને પણ ઉપર ખેંચો. આ પૂર્ણ નમસ્કાર ભરી સ્થિતિમાં થોડીવાર રોકાવું. આ સ્થિતિમાં શરીર સંપૂર્ણ રીતે ટટ્ટાર અને સીધું ઉપરની તરફ ખેંચાયેલું રહેશે. બન્ને હાથ પણ ઉપરની તરફ સંપૂર્ણ રીતે ખેંચાયેલા રહેશે. ઉપરની તરફ હથેળીની મુદ્રા નમસ્કારની રહેશે.

પરત ફરવા માટે શ્ર્વાસ છોડતા છોડતાં સૌ પ્રથમ ઉપર તરફ ખેંચાયેલ હાથને હળવે હળવે સીધી દિશામાં નીચેની તરફ લાવો. માથા ઉપર થઈને હળવે હળવે છાતી સુધી લાવી અને પછી હાથની મુદ્રા છોડી હાથને મુક્ત કરો. પદ્માસનમાંથી પણ મુક્ત થાવ. રિલેક્સ થાવ.

આ આસન સુખાસનમાં પણ કરી શકાય. આ આસન પદ્માસન કે સુખાસનમાં પણ ઘૂંટણ ઉપર ઊભા થઈને જેટલી સેકન્ડ રહેવાય તેટલી સેકન્ડ કરી શકાય. અહીં ઘૂંટણ ઉપર ઊભા રહીને નમસ્કાર મુદ્રા જાળવી રાખવી મુશ્કેલ છે. પડી જવાય છે.

આ આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત :

ધીમે ધીમે હાથ ઉપર જશે અને નીચે આવશે. મુવમેન્ટ જરા પણ સ્પીડમાં ન કરવી. જો કોઈ દર્દ થાય તો સહન કરી લેજો, રિલેક્સ થવું, શ્વાસ લેવો અને પછી કરવું. બેડ પર, સોફા કે ખુરશી પર પણ બેસી શકો છો. પરંતુ માથું, ગરદન અને સ્પાઇન એક લાઇનમાં રાખવા. જ્યારે છેલ્લા પોશ્ચરમાં પહોંચો ત્યારે થોડી વાર એમાં રહેવું જેથી આસનનો સૌથી વધારે ફાયદો મેળવી શકાય.

પર્વતાસન કરવાથી શરીર ને થતાં ફાયદા:

ફેફસાની કાર્યશક્તિ વધે છે. પેટ, છાતી, પીઠ, કમર, ખભા અને હાથના સ્નાયુઓને ઉત્તમ વ્યાયામ મળે છે. ઊંચાઈ વધારવા માટે પણ ઉપયોગી છે. વાયુના રોગમાં રાહત થાય છે. પ્રાણની ઊર્ધ્વગતિ થાય છે. નાડીતંત્ર સ્વસ્થ બને છે. શરીરને સ્થિરતા આપે છે.

પર્વતાસન એ ફ્રોઝન શોલ્ડર માટે બેસ્ટ આસન છે. જો સવારમાં હાથમાં સ્ટિફનેસ લાગે તો ઊઠ્યા પછી તરત જ પર્વતાસન કરી શકો છો જેનાથી બંને હાથ-આર્મ્સ તરત જ રિલેક્સ થશે.  આનાથી શોલ્ડર્સ (ખભા)માં રૂમેટિક પેઇન્સ અને સ્ટિફનેસ ક્યોર થાય છે.

જો બંને હાથ લોક કરીને બેકવર્ડ સ્ટ્રેચ આપશો તો સ્પાઇન અને ગરદનની સ્ટિફનેસ પણ રિલિવ થશે.  એબડોમિનલ ઓર્ગન્સ પણ સ્ટ્રેચ અપ થાય છે જેથી આખાય અપર બોડીમાંથી ટેન્શન દૂર થાય છે. આસન કાંડાને, હાથને, આંગળીઓ અને એબડોમિનલ વોલ્સને મજબૂત કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top