Site icon Ayurvedam

માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ

પરવળ નો આકાર અને દેખાવ  ધિલોડા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ પથ્ય છે, તેથી તેનું વધારે મહત્ત્વ અંકાયું છે. આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એ વધુ પ્રમાણમાં થાય છે. હવે તો ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં તેનું વાવેતર થવા લાગ્યું છે. પરવળના બી થાય છે, પરંતુ તેના વેલા પર ફળ બેસતાં ઘણો સમય લાગે છે.  મોટે ભાગે વેલાથી જ તેનું વાવેતર થાય છે. ગુજરાતમાં મોટે ભાગે જુલાઈ–ઑગસ્ટ, અષાઢ માસ માં ઉગાડવામાં આવે છે. તેના નર અને માદા વેલા જુદા જુદા થાય છે. વેલાના પાંચ-છ ફૂટ ના કટકા લઇ, વચ્ચે ગૂંચળું વાળી ગૂંચળાવાળા ભાગ ત્રણ-ચાર ઈંચ ઊંડો રાખી, બબ્બે ના છેડા બહાર રાખી, દાબીને રોપાય છે.

ચાર-પાંચ માદાના વેલા વચ્ચે એક નરનો વેલો રોપવો પડે છે. વહેલા મોટા થતાં તેને ટેકાની જરૂર પડતાં કેટલેક ઠેકાણે તારના મંડપ બનાવાય છે. સારી માવજત હોય તો એક એકરે દોઢસોથી બસો પરવળ ઊતરે છે. પરવળ બે જાતના થાય છે : મીઠા પરવળ અને બીજા કડવા પરવળ, રંગભેદે કરી પણ પરવળ બે જાતના છે. એક ભૂરા અને પાતળા પરવળ તથા બીજાં લીલા રંગનાં ને મોટાં પરવળ.

પરવળ ના ફાયદા:

પરવળ પિત્તપ્રધાન રોગોમાં વિરેચન માટે અપાય છે. પિત્તજ્વર, જીર્ણજ્વર, કમળો, સોજો અને ઉદર રોગમાં તેનાથી વિરેચન થઈ પાચનક્રિયા સુધારે છે. તે પાંડુરોગીને માટે પથ્ય, કૃમિ રોગમાં અતિ હિતકર તેમજ બળવર્ધક અને કામવર્ધક છે. પરવળનું શાક ખાવાથી પાચન શક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળીને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે. ભૂરા અને પાતળા કડવાં પરવળનો કવાથ  જેર ને ઉતારે છે. માથાની ઊંદરી પર પણ તે ચોપડી શકાય છે. કડવા પરવળ વગડામાં આપમેળે ઊગી નીકળે છે. ગામડાંમાં તેને પંડોળા કે પટોળા કહે છે. તેનાં ફળ અને વેલા પણ જવર નાશક ગણાય છે.

કડવાં પરવળ કાપી, ખૂબ નિચોવી, કડવાશ કાઢી નાખી તેનું કારેલાં ની માફક શાક બની શકે છે. પરવળ પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ અને ગરમ છે. એ ઉધરસ, લોહીવિકાર, તાવ, ત્રિદોષ અને કૃમિને મટાડનાર છે. કડવા પરવળ ચરપરાં અને ગરમ છે. એ રકતપિત્ત, વાયુ, કફ, ઉધરસ, ખૂજલી, કુષ્ઠરોગ, રકતવિકાર, તાવ અને દાહને મટાડે છે. તેના ગર્ભનું ચૂર્ણ એકથી બે રતી એલચી, તજ, લવિંગ વગેરે સાથે અપાય છે. પરવળનું મૂળ સુખેથી રેચ લગાડનાર, તેના વેલા ની નાળ (ડાંડલી) કફ હરનાર, તેનાં પાન પિત્તને હરનાર અને ફળ ત્રણે દોષને મટાડનાર ગણાય છે.

કડવા પરવળ, વજ અને કરિયાતાનો  ઉકાળો સર્વ પ્રકારના તાવ પર અપાય છે. તાવ સાથે કબજિયાત હોય તો વધારે ગુણકારી છે. મીઠા પરવળના ડાંખળી સાથેનાં પાન છ માસા અને સૂંઠ છ માસાનો ઉકાળો કરી, તેમાં મધ મેળવી, સવાર-સાંજ પીવાથી કફ જવર મટે છે, કફ સરળતાથી નીકળે છે, આમનું પાચન થાય છે અને મળાવરોધ મટે છે. કડવા પરવળ અને જવ નો ઉકાળો મધ નાખીને પીવડાવવાથી તીવ્ર પિત્તજ્વર, તૃષા અને દાહને મટાડે છે. કડવા પરવળના મૂળનું પાણી સાકર સાથે આપવાથી પણ પિત્ત જવર માં ફાયદો થાય છે.

કડવા પરવળ નાં પાન અને ધાણાનો ઉકાળો પિત્ત જવરમાં  અપાય છે. તાવ વાળા રોગીના શરીર પર તેના પાનના રસનું મર્દન કરવામાં આવે છે. કડવા પરવળ, કડવો લીમડો અને અરડૂસીનાં પાન નું ચૂર્ણ ઠંડા પાણીમાં આપવાથી ઊલટી થઈ પિત્તવિકાર દૂર થાય છે. કડવા પરવળ નો કવાથ પેટના રોગમાં, પ્લીહોદર, કમળો અને બીજા ઉદરરોગોમાં અપાય છે. કડવા પરવળ નાં પાન એક તોલો અને ધાણા એક તોલા લઇ, રાત્રે દસ-બાર તોલા પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, તેમાં મધ મેળવી, ત્રણ ભાગ કરી, દિવસમાં ત્રણ વખત આપવાથી કૃમિ મટે છે. પરવળનું સેવન ત્વચા રોગોમાં ફાયદાકારક છે. ત્વચા રોગમાં પરવળ સાથે ગળોનો ઉપયોગ અતિ હિતકારી છે તેમજ તેના પાનના સ્વરસની માલીશ પણ કરાય છે.

કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગુમડા ને ધોવાથી ગૂમડાં મટે છે. કડવા  પરવળ નો કવાથ અને તેનો પલ્પ સરસિયામાં મેળવીને, સરસિયાથી ચારગણું પાણી મેળવી, ઉકાળી, પાણી બાળી, તેલ ગાળી લઈ દાજેલા ઘા પર લગાવવાથી, દાહ અને ફોડલી મટે છે.કડવા પરવળ નાં પાન નો રસ માથામાં ઉંદરી (ઇન્દ્રલુપ્ત રોગ) પર ચોપડવાથી તે મટે છે. કડવી પરવળ ને ઘસીને પીવાથી ઊલટી થઈ પેટમાંથી વિષ (ઝેર ) નીકળી જાય છે.

Exit mobile version