Site icon Ayurvedam

ચિકનગુનીયા સહિત દરેક પ્રકાર ના તાવ, કબજિયાત ઉપરાત અન્ય 10 થી વધુ રોગો નો સફાયો કરે છે આ છોડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જાણો વાપરવાની રીત

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તે છોડ એટલા મોટા નથી હોતા. તેઓ પ્રમાણમાં નાના હોય છે. આ સિવાય તેના ફૂલ ની વાત કરીએ તો તે ઘણા સુગંધિત હોય છે. તમને ક્યારેક પારિજાતની સુગંધ દુરથી આવે તો પણ ફ્રેશ ફીલ થાય છે.

પારિજાત ના ફૂલ ને અંગ્રેજી માં નાઈટ જેસમીન કહે છે. આ ફૂલ ની પણ આ ખાસિયત છે કે આ ફક્ત રાત માં જ ખીલે છે. પારિજાત ના ફૂલ લગાવવાથી તણાવ દુર થાય છે. એવું માનવામાં આવે છે કે જો પારિજાત ના વૃક્ષ ફક્ત અડી લો તો તેનાથી થકાવટ મટી જાય છે. આ ફૂલ નો ઉપયોગ લક્ષ્મી પૂજન માટે થાય છે. હા પૂજા માં ત્યાં ફૂલ ઉપયોગ થાય છે જે આપમેળે વૃક્ષ થી તૂટીને પડી ગયા હોય. આ ફૂલ જે પણ ઘર આંગણા માં થાય છે ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

દરેક પ્રકાર ના તાવ મટાડી મગજની ગરમી ઘટાડવા :

મગજ, ચીકનગુનિયા અથવા તો ડેન્ગ્યુ નો તાવ આવે ત્યારે પારીજાતના પાનને પીસી ગરમ પાણીમાં ઉમેરી પીવાથી તાવમા રાહત મળે છે. મગજ ને ઠંડુ રાખી શક્તિ આપવા અને મગજ ની ગરમી ઓછી કરવા પારીજાત ઉપયોગી થાય છે.

ડેન્ગ્યુ થયા બાદ શરીરમા રહેતી કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરી ને પીવો. આ ઉકાળો ૮ થી ૧૦ દિવસ પીવાથી કળતર દુર થાય છે. ચિકનગુનીયામાં પણ પારિજાત ના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે.

પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવો. કહેવાય છે કે 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટી જાય છે.

સાંધાના દુખાવા માં ફાયદાકારક :

પારિજાત ના બીજ ને પાણી સાથે પીસીને પીવાથી એવું માનવામાં આવે છે કે માથામાં નવા વાળ આવવાનું શરૂ થાય છે. સાંધાના દુખાવામા પારીજાતના ૬-૭ પાનને પીસી તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉમેરી આ મિશ્રણ અડધો ગ્લાસ બચે ત્યા સુધી ઉકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો. ધાધર દુર કરવા પારીજાત ના પાન ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.

સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

પારીજાતના પાનને પીસીને મધમા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચામા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દુર થાય જાય છે. હદય રોગ માટે પણ પારિજાતના ફુલ ના ઘણા ફાયદાઓ છે. જો આ ફુલ નો અથવા આ ફૂલમાંથી બનેલા રસનું સેવન કરવામાં આવે તો હ્રદય રોગથી બચી શકાય છે.

બવાંસીર માં ફાયદાકારક :

તેલથી માલીશ કરવાથી શરીરની ચામડીમા નીખર આવે છે.પારીજાતના એક બીજનુ રોજ સેવન કરવાથી બવાસીર નામનો રોગ દુર થઈ જાય છે.પારીજાતના પાનને પાણીમા પીસી ને વાળમા લગાવવાથી વાળનો ખોળો અને વાળની સફેદી દુર કરે છે સાથે સાથે નવા વાળ પણ આવે છે.

પેશાબ સંબંધિત સમસ્યામાં ફાયદાકારક :

વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામમાં આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.

પારિજાતના વૃક્ષની ઊંચાઈ 10થી 25 ફૂટ જેટલી હોય છે. આ વૃક્ષની એક ખાસ વાત એ છે કે આમાં ઘણી મોટી માત્રામાં ફૂલો આવે છે. એક દિવસમાં આના કેટલા પણ ફૂલો તોડવામાં આવે, બીજા દિવસે ફરીથી મોટા પ્રમાણમાં ફૂલો ખીલી જશે.

દુનિયાભરમાં આની ફક્ત 5 પ્રજાતિયો જોવા મળે છે. કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતનાં ફૂલો ઘણા જ પ્રિય છે. પૂજા-પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

Exit mobile version