ભારતની મહત્વપૂર્ણ શાકભાજી માંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ બનાવવામાં આવે છે. પરવળ નો કેટલીક જગ્યા એ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરવળ નો આકાર અને દેખાવ તુરીયા જેવો હોય છે.
અન્ય શાકભાજી કરતાં પરવળનું શાક વિશેષ ગણાય છે, તેથી તેનું વધારે મહત્ત્વ હોય છે. આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એ વધુ પ્રમાણમાં થાય છે. હવે તો ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં તેનું વાવેતર થવા લાગ્યું છે. આમ પરવળના અનેક ફાયદાઓ પણ છે જે જાણીને તમે દંગ રહી જશો. તો ચાલો તેના ફાયદાઓ વિષે જાણીએ.
પરવળ લોહીને સાફ કરવા માટે ખૂબ ફાયદાકારક છે. તેની મદદથી ચેહરાની સંભાળ પણ રાખી શકાય છે. રક્ત શુધ્ધિ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પરવળ ખાવાથી બધા રોગો દૂર થઈ જાય છે અને શરીરની અશુધ્ધતા પણ દૂર થઈ જાય છે. શરદી અને તાવ એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. જે ઋતુ પરિવર્તનનાં કારણે થાય છે. આયુર્વેદ મુજબ પરવળ રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે.
લીલા રંગના પરવળમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર મળી આવે છે જે યોગ્ય પાચનને વધારવામાં મદદ કરે છે. પરવળ ગેસ અને લિવરથી જોડાયેલી સમસ્યાઓને સુધારવામાં પણ મદદ કરે છે. નિયમિત આહારમાં પરવળને ખાવાથી પાંચનમાં સુધારો કરી શકાય છે. પરવળની શાકભાજી ખાવાથી પેટનો સોજો દૂર થાય છે અને પેટમાં પાણી ભરવાની ગંભીર સમસ્યાને પણ એ ઓછી કરે છે.
પરવળના પાંદડા થી ત્વચા સંબંધિત અન્ય રોગોને પણ દૂર કરવામાં મદદ મળે છે. પરવળ હાડકાને એકદમ સ્વસ્થ રાખે છે અને આ સિવાય ફકની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. હાડકા મજબૂત કરવા માટે શરીરમાં કેલ્શિયમની પૂરતી માત્રા ની જરૂર પડે છે. આ શાક કેલ્શિયમનો ભંડાર છે. આથી જો પરવળનું શાક ખાવામાં આવે તો શરીરમાં જરૂરી એટલું કેલ્શિયમ મળી રહે છે જેને કારણે હાડકા મજબુત થાય છે તથા સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
પરવળનો ઉપયોગ તાવ, ગળાની સમસ્યાઓ અને ઉચ્ચ તપમાનના ઉપચાર માટે કરવામાં આવે છે. જો નિયમિત રીતે પરવળ ખાવામાં આવે તો શરદી અને તાવની તકલીફને ઓછી કરવામાં મદદ મળે છે. પરવળમાં વિટામિન્સ સિવાય કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે જે કેલેરીની માત્રાને ઓછી કરીને કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયત્રિંત કરે છે. કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગુમડા ના ભાગ ને ધોવાથી ગૂમડાં મટે છે.
કડવા પરવળ નાં પાન નો રસ માથામાં ઉંદરી પર ચોપડવાથી તે મટે છે. કડવી પરવળ ને ઘસીને પીવાથી ઊલટી થઈ પેટમાંથી વિષ બહાર નીકળી જાય છે. કડવા પરવળના પાનનો રસ માથાની ઉંદરી પર ચોપડવાથી નવા વાળ આવે છે. દરેક વ્યક્તિ માટે વધતી ઉંમર ખુબ જ ચિંતાનો વિષય છે. જો કે આ એક કુદરતી પ્રક્રિયા છે, તો પણ આજકાલના દિવસોમાં વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા પહેલા જ દેખાવા લાગે છે અને આ બધું દુષિત હવા અને પ્રદૂષણના કારણે થાય છે પરંતુ કુદરતી રીતે પરવળ વધતી ઉંમરથી જોડાયેલી સમસ્યાને રોકી શકે છે. અને વધતી ઉંમરને રોકવા માટે જરૂરી છે કે આપ દૈનિક ભોજનમાં પરવળનો સમાવેશ કરો.
આખા દિવસમાં બે વાર ૫ એમએલ પરવળના મૂળનો રસ પીવો. એનાથી ગળાથી જોડાયેલી સમસ્યાઓ ઓછી થશે. તે પેટનો ગેસ દૂર કરવા અને લીવર માટે પણ ખૂબ ઉપયોગી છે. આનો ઉપયોગ કમળો, વાઇરસ સંક્રમણ અને ત્વચાના રોગો માટે કરવામાં આવે છે. પરવળ ખાવાથી પેટના કીડા અને કબજિયાતને ઠીક કરવામાં મદદ કરે છે.
તે યૌન શક્તિ વધારવા માટે ખૂબ સારું છે. પરવળનું શાક શરીરમાં સુગર લેવલને કંટ્રોલ રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આથી જે લોકો મધુમેહની બીમારીથી પીડાતા હોય તેવા લોકો માટે પરવળનું શાક ખૂબ જ ફાયદાકારક નીવડે છે. પરવળનું શાક ખાવાના કારણે તે શરીરમાં ઉત્પન્ન થતી વધારાની સુગરને શોષી લે છે. જેના કારણે શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે.
આથી લોકોને ડાયાબિટીસમા રાહત મળે છે. પરવળના મૂળ કાપીને તેની પેસ્ટ બનાવવી. પછી તે પેસ્ટને માથા પર લગાવવી અને સુકાવા દેવી. આનાથી માથાનો દુખાવો ઓછો થશે અને ઘણો આરામ મળે છે. આખા દિવસમાં એકવાર બે ચમચી પરવળના પાનનો રસ પીવો. આમ કરવાથી લીવર સાથે જોડાયેલી તકલીફો ઓછી થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.