સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા માટે લીંબુના રસને સંચળવાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો બપોરે ગરમીમાં બહાર રહેવાથી લૂ નથી લાગતી. લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે.
પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે. કે જે શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. અને તે શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
જો લીંબુ અને પપૈયું એક સાથે ખવામાં આવે તો તેમાં વિટામિન ઈ, વિટામિન બી અને વિટામિન સી તથા ફાયબર ભરપૂર માત્રામાં હોય છે.જે પેટ, આંખ, ત્વચા માટે ખુબ ફાયદાકારક હોય છે. ઉપરાંત,તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડન્ટ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, સોડિયમ તથા બીજા મિનેરલ્સ પણ આમાં રહેલા છે.જે શરીર ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
પપૈયાનું સેવન પેટ માટે સારું હોય છે. પપૈયાના નાના-નાના ટુકડા કરીને તજનું ચૂર્ણ, સિંધાલુ અને લીંબુનો રસ ભેળવીને સેવન કરવાથી ભોજન કરવાની અરુચિ ની ફરિયાદ પણ દુર થાય છે. અને ભોજન સરળતાથી પચી જાય છે. આમાં પપાઈન નામનું એક ઇન્જાઈમ મળે છે, જે ખોરાકને પચાવવામાં અત્યંત મદદગાર છે. આનું સેવન કરવાથી મંદાગ્નિ ની ફરિયાદ દુર થાય છે.
આમાં ઝાડા અને પેશાબ ની સમસ્યા દુર કરવાનો ગુણ છે. જો પપૈયું ખાઓ છો તો એનાથી પેટ સાફ રહેશે.જો આનું સેવન કરો છો તો કબજિયાત ની ફરિયાદ હમેંશા માટે દૂર થઇ જશે. પપૈયું અને લીંબુનો રસ લીવર સીરોસીર માટે ઘણો લાભકારી ઘરગથ્થું ઉપચાર છે. પપૈયું લીવરને ઘણી મજબૂતી પ્રદાન કરે છે. અને લીંબુ લીવરને પિત્ત (બાઈલ) નસ ઉત્પાદનમાં સહાય કરે છે.
અને શરીરમાંથી ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી દરરોજ બે ચમચી પપૈયાના રસમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને પીઓ. આ બીમારીથી પૂર્ણ રીતે છુટકારો મેળવવા માટે આ મિશ્રણનું સેવન ત્રણ થી ચાર અઠવાડિયા માટે કરો. આના સેવનથી કોલન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને બ્લડ કેન્સર વગેરેની કેન્સર કોશિકાઓ પર પણ પ્રતિકુલ પ્રભાવ પાડે છે. જેથી કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચી ને રહીએ છીએ.
પપૈયું અને લીંબુમાં આવેલ વિટામીન એ આંખોની કમજોરી દુર કરે છે. પપૈયાં માં કેલ્સિયમ, કેરોટીનની સાથે વિટામીન એ વિટામીન બી, અને સી, ડી ની ભરપુર માત્રા હોય છે. જે આંખોની તકલીફોને ખત્મ કરી દે છે. આના સેવનથી રતાંધણા રોગનું નિવારણ થાય છે. અને આંખોની જ્યોતિ વધે છે. આંખોની દ્રષ્ટી સારી બનાવી રાખવા માટે આનું સેવન જરૂર કરવું જોઈએ.
જે બાળકોને ઓછી ઉંમરે જ ચશ્માં આવી ગયા હોય તેમના માટે આ ખુબ જ લાભકારી હોય છે. આના સિવાય વિટામીન એ પણ ઉમર સંબંધિત ધબ્બેદાર પતનના વિકાસને રોકે છે. અને આંખો માટે સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે.
વજન ઘટાડવામાં કારગર છે. નિયમિત રૂપથી સવારે ખાલી પેટે પપૈયા અને લીંબુના રસનું સેવન કરો. લીંબુ અને પપૈયા માં પેક્ટીન ફાઈબરની પ્રચુર માત્રા હોય છે. જે ભૂખની પ્રબળ ઈચ્છાથી લડવામાં મદદ કરે છે. અને એક લાંબા સમય માટે તૃપ્તતા અનુભવશો. પેટને ભર્યું ભર્યું અનુભવ કરાવવાની સાથે સાથે આ આંતરડા ના કાર્યો સરખા રાખે છે. જેના ફળરૂપે વજન ઘટાડવું સરળ રહે છે. ત્યાર બાદ વજન ચેક કરો તેમાં નિશ્ચિત ઓછુ દેખાશે. આના સેવનથી કમરની વધારાની ચરબી ઓછી થાય છે.
હૃદય અને બ્લડ પ્રેસરથી શરીર ને સુરક્ષિત રાકે છે. લીંબુ અને પપૈયા ફાઈબર, વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપુર છે. અને ધમનીઓમાં કોલેસ્ટ્રોલના નિર્માણને ઓછુ કરે છે. ખુબ જ વધારે કોલેસ્ટ્રોલનું નિર્માણ ધમનીઓને બ્લોક કરી શકે છે. અને હૃદય હુમલો આવવાનું કારણ બની શકે છે. લીંબુનું સેવન નસોમાં નિરંતર લોહીનું સંચાર કરવામાં સક્ષમ છે. અને હૃદય હુમલા અને એટેકને રોકવામાં સક્ષમ છે.