આપણે બધા પપૈયુ ખાઈએ છીએ અને તેના બીજને કાઢીને ફેંકી જઈએ છીએ. પરંતુ હવે તમે આમ ન કરતા. પપૈયાની જેમ જ તેના બીજ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાવા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પપૈયામાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ મળી આવે છે. જે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રોટીનને તોડીને પેપ્ટાઈડ અને અમીનો એસિડમાં બદલી દે છે અને પેટના ખરાબ બેક્ટેરીયાને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે.
કાળા મરીના દાણા જેવા દેખાતા પપૈયાના બીજ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. આમાં પણ પપૈયાની જેમ ઔષધીય ગુણોનો ભંડાર છે. અજાણતાં જ આપણે પપૈયાના બીજને નકામા ગણીને ફેંકી દઈએ છીએ, પરંતુ હવેથી જ્યારે પણ તમે પપૈયાના બીજ જોશો તો તમને તેના ફાયદા એક વાર જરૂર યાદ આવશે.
પપૈયાના બીજને મધ અથવા દૂધની સાથે ખાવાથી તમારા પેટમાં કરમિયાની સમસ્યા નહીં થાય. આ ઉપરાંત પપૈયાના બીજ તમારે સ્મૂદી અથવા જ્યુસમાં મિક્ષ કરીને તેનું સેવન કરી શકો છો. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તેનો સ્વાદ કડવો હોય છે. સ્વાદમાં કડવાસ ન આવે તેના માટે પપૈયાના બીજને પીસીને તેને લીંબૂ, મધ અથવા ગોળની સાથે ખાઈ શકાય છે.
પેટના કરમિયાને દૂર કરવા માટે આ એક કારગર ઉપાય છે. ત્યાં જ પપૈયાના બીજને ખાવાનો સૌથી મોટો ફાયદો એ છી કે તેનાથી પેટમાં ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ મળે છે. પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પપૈયાના બીજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમને પેટ ફુલવા અને એસિડિટી જેવી ડાઈઝેશન સાથે જોડાયેલી સમસ્યાઓ નહીં થાય.
મેન્સ્ટ્રૂઅલ પેનમાં પણ પપૈયાના બીજનું સેવન કરવાથી આરામ મળે છે. પીરિયડ્સના દુઃખાવામાં પપૈયાના બીજનું સેવ કરવાની સલાહ આપવામાં આવે છે. પપૈયાના બીજ ખાવાથી ડાઈઝેશન સારૂ રહે છે અને તેનાથી મેટાબોલિઝમ રેટ પણ વધે છે. તેનાથી કેલેરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. પપૈયાના બીજમાં પાચક ઉત્સેચકોની માત્રા વધુ હોય છે જે પ્રોટીનને તોડવામાં મદદ કરીને કુદરતી પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. એટલું જ નહીં, પપૈયાના બીજ પણ પેથોજેન્સની હત્યા કરીને ફૂડ પોઇઝનિંગ સામે લડવામાં મદદ કરે છે.
પપૈયાના બીજમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે શરીરને બળતરાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઉત્સેચકો પેપેન અને કાઇમોન સંધિવા, સાંધાનો દુખાવો સાથે સંકળાયેલ બળતરા ઘટાડવામાં મદદ કરે છે. પપૈયાના બીજ લીવર માટે ખૂબ ફાયદાકારક છે. લીવર સિરોસિસમાં પણ તે ખૂબ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ પર તેના બીજનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. પપૈયાના બીજનું સેવન કરવાથી શરદી-ખાંસીથી બચી શકાય છે. પપૈયાના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ્સ જોવા મળે છે જે શરદી-ખાંસી જેવા સંક્રમણથી બચવામાં સહાયતા કરે છે.
પપૈયાના બીજનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. પપૈયાના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પપૈયાના બીજનુ સેવન કરવું જોઈએ.પપૈયાના બીજ કુદરતી ગર્ભનિરોધક તરીકે કામ કરે છે. જો કપલ પ્રેગ્નન્સી ન ઇચ્છતું હોય અને તેનાથી બચવા માટે દવા લેવા માંગતા ન હોય તો પપૈયાના બીજ એક સારો અને હેલ્ધી વિકલ્પ બની શકે છે. જો કે, તે લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
પપૈયાના બીજનું સેવન હૃદય માટે ખૂબ ફાયદાકરક હોય છે. હૃદયના દર્દીઓને રોજ પપૈયાના બીજનું સેવન કરવું જોઈએ.જો તમે કિડનીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો, તો પપૈયાના બીજ તેના માટે ઉપયોગી થઈ શકે છે. તે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે પપૈયાના 7 બીજ દિવસમાં 7 વખત લેવાની સલાહ આપવામાં આવે છે. તેમને ચાવીને પણ ખાઈ શકાય છે.
પપૈયાના બીજનું સેવન કરવાથી પણ ડેન્ગ્યુ તાવમાં રાહત મળે છે. જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે અને તે પપૈયાના બીજનું સેવન કરે છે, તો તેના રક્તકણો ઝડપથી વધે છે. પપૈયાના બીજનો ઉપયોગ કરીને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે. નિયમિત પપૈયાના બીજને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને તેને નિરંતર પાંચ દિવસ સુધી દાંત પર લગાવો તો તમારા દાંત પર લાગેલ તમામ જંતુઓ દૂર થાય છે અને તમારા દાંત સ્વચ્છ અને મજબુત બને છે.