કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે છેલ્લા કેટલાક સમયથી પેપર કપમાં ચા કોફી મળવા લાગ્યા છે. આમ પણ ડિસ્પોઝેબલ પેપર કપને ફરી ધોવાની ઝંઝટ રહેતી ના હોવાથી ઘણા સમયથી લોકપ્રિય બનતા જાય છે.
જો કે પેપર કપમાં ચા કોફી સહિતના ગરમ પદાર્થોનો ઉપયોગ નુકસાનકારક હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે આઇઆઇટી ખડગપુરનું સંશોધન આંખ ઉઘાડનારુ છે.
સ્ટડીમાં જણાવ્યા મુજબ પેપર કપમાં માઇક્રો પ્લાસ્ટિક સહિતના હાનિકારક તત્વો નિકળે છે. ચા કોફી જેવા પીણા માટે વપરાતા પેપરકપ એક હાઇડ્રોફોબિક ફિલ્મમાંથી તૈયાર કરવામાં આવે છે જે પ્લાસ્ટિક પોલિથિલેનથી બને છે. ઘણી વાર પેપર કપમાં તરલ પદાર્થોને રોકવા માટે કો પોલિમર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
સંશોધન મુજબ એક પેપર કપમાં ૧૫ મીનિટ સુધી ગરમ પાણી રાખવાથી માઇક્રો પ્લાસ્ટિકનું પાતળું પડ ક્ષીણ થઇ જાય છે. એક પેપર કપમાં ૮૫ થી ૯૦ ડિગ્રી તાપમાન ધરાવતો ૧૦૦ મીલીમીટર ગરમ પદાર્થ જો ૧૫ મીનિટ સુધી રહે તો તેમાં ૨૫ હજાર માઇક્રોન આકારના માઇક્રો પ્લાસ્ટિક કણ નિકળે છે. આનો અર્થ એ થયો કે એક વ્યકિત દિવસમાં સરેરાશ ૩ વાર પેપરકપમાં ચા કે કોફી પીવે તો પોતાના શરીરની અંદર અંદાજે ૭૫ હજાર માઇક્રો પ્લાસ્ટિક કણ પહોંચાડે છે.
આટલા માઇક્રો પ્લાસ્ટિક કણ આંખને પણ નુકસાન કરી શકે છે. આ અંગેના પ્રથમ પ્રયોગમાં સંશોધકોએ ૮૫ થી ૯૦ સેલ્સિયસ તાપમાનવાળુ ગરમ પાણી એક ડિસ્પોઝેબેલ પેપર કપમાં ૧૫ મીનિટ સુધી રાખ્યું હતું. ત્યાર પછી પાણીની તપાસ કરતા માઇક્રો પ્લાસ્ટિક કણ માલૂમ પડયા હતા.
બીજા પ્રયોગમાં ૩૦ થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં એક પેપર કપ ડુબાડયો હતો. ત્યાર પછી પેપર લેયરથી સાવચેતીપૂર્વક હાઇડ્રોફોબિક ફિલ્મને અલગ કરી પાણીને ૧૫ મીનિટ સુધી ગરમ કર્યું હતું. ત્યાર પછી પ્લાસ્ટિક ફિલ્મના ફિઝીકલ, કેમિકલ અને મિકેનિકલ પરીવર્તનની તપાસ કરવામાં આવી હતી.
આ શોધ રિપોર્ટમાં જણાવ્યા મુજબ માઇક્રો પ્લાસ્ટિક કણને વિષાકત પદાર્થોના વાહક તરીકે કાર્ય કરી શકે છે. જેમાં પેલેડિયમ, ક્રોમિયમ, કેડેનિયમ જેવા આ વિષાકત પદાર્થો ઓગળે છે જેનાથી સ્વાસ્થ્ય માટે ગંભીર સ્થિતિ ઉત્પન્ન થાય છે.
આ પેપર કપોમાં લગાવવામાં આવેલ ગુંદર અને કેમિકલ્સમાં જ્યારે ગરમ ચા કે કોફી નાખવામાં આવે છે તો તે કેમિકલ પીણામાં ભળી જાય છે. અને આ કેમિકલ આપણા આંતરડામાં સોઝા, કેંસર, ગળામાં એલર્જી, કિડનીમાં સોઝા, જેવી ઘણી બિમારીઓને પેદા કરી શકે છે. એટલું જ નહીં તેમાં બ્લડ કેંસર, ટીબી અને બ્રેઇન એટેકની સંભાવના પણ વધી જાય છે.
પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી શરીરમાં ફેટ વધે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી જોખમી સમસ્યાઓ પણ ઉભી થાય છે. પ્રજનન ક્ષમતા અને મસ્તિકને લઈને પણ વિવિધ સમસ્યાઓ પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી ઉભી થઈ શકે છે.
એક વાર ઉપયોગ થતા પેપરમાં કપ બનાવો અને ચા પીવી એ સામાન્ય વાત છે. પરંતુ તેમના અભ્યાસમાં એ વસ્તુ જાણવા મળી છે કે તે કપમાં પ્લાસ્ટિક અને અન્ય બીજા હાનિકારક તત્વો હોય છે. તેથી જો તેમાં ચા પીરસવામાં આવે તો તે શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. કપ બનાવતી વખતે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે.
કપ ને ગરમ અને ઠંડુ બંને પદાર્થે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે..આ કપ હાઇડ્રોફોબિક એસિડ ના પડ માંથી બનાવવામાં આવે છે. જેમાં મુખ્ય તત્વ તરીકે પ્લાસ્ટિક હોય છે.આ કપમાં સામાન્ય રીતે તૈલી પદાર્થો ખૂબ વધારે પ્રમાણમાં ટકી રહે છે. પરંતુ જો થોડા વધારે સમય સુધી તેની અંદર ગરમ પદાર્થ આપવામાં આવે તો તે પ્લાસ્ટિક ઓગડવા માંડે છે.
પ્લાસ્ટિક પેપર ના કપ ની જગ્યાએ તમે કાચ ના કપનો ઉપયોગ કરી શકો છો. તેથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે. તમે તંદુરસ્ત રહેશો. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થશે. કેન્સર, ડાયાબિટીશ જેવા ગંભીર રોગોની તમારા ઉપર અસર જોવા મળશે નહિ.