આ ફળ ના પાંદ,બી થી લઈને તેના દરેક અંગ આંતરડા, હદયરોગ અને આંતરડા ના અનેક રોગો માં છે આશીર્વાદરૂપ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પપૈયાં ખાદ્ય ફળ અને ઔષધ બને છે. હાલમાં પપૈયાં ભારતમાં સર્વત્ર થાય છે.પપૈયાને પોચી બેસર કે ગોરાડુ જમીન માફક આવે છે. બંધિયાર કે ચીકણી જમીન તેને માફક આવતી નથી. બીમાંથી ધરુ કરીને તેનું વાવેતર થાય છે. તેના છોડ મધ્યમ કદના, આઠ થી પંદર ફૂટ ઉંચાઈના થાય છે. તેના મૂળ જમીનમાં હાથ દોઢ હાથ સુધી જ ઊંડાં જાય છે.પપૈયા ના છોડ નો રંગ ઝાંખાશપડતો સફેદ હોય છે. તેના છોડ, ડીંટી, પાન તથા કાચાં ફળ એ બધા માંથી એક જાતનો દૂધિયો રસ નીકળે છે. તેના છોડ એક થડવાળા સીધા હોય છે. તેને આડીઅવળી ડાળીઓ ફૂટતી નથી. છોડનું લાકડું પોચું ને પોલું હોય છે.

તેના છોડ બે જાતના હોય છે: નર અને માદા. માદા જાતિના છોડને જ માત્ર ફળ (પપૈયાં) બેસે છે. છતાંય ખેતરમાં તો નર-માદા બંને જાતના છોડ હોવા જરૂરી છે. પપૈયાં વર્ષમાં બે વાર બેસે છે. પોષ-મહા કે ફેબ્રુઆરી-માર્ચ માસ પપૈયાંની ખરી મોસમ ગણાય છે. કેટલાક પપૈયાં મેથી ઓક્ટોબર માસમાં પાકે છે. કેટલાંક પપપૈયાં બારે માસ ફરતાં રહે છે. પપૈયામાં રહેલ મીઠાશને તાપ સાથે ગાઢ સંબંધ હોય છે. મેથી ઑક્ટોબરમાં પાકેલ પપૈયાંમાં સખત તાપને લીધે સાકર અને મીઠાનું પ્રમાણ વધારે હોય છે. ઉછેરવાની ઝાઝી માવજત વગર સહેલાઈથી પપૈયા થતાં હોવાથી પાણીની સગવડ હોય તો ખેડૂતો તેનું વાવેતર કરે છે.

પપૈયાં ના લક્ષણો :

પાકા પપૈયાં મધુર, રુચિકર, પિત્તનાશક, ગુરુ, કંઈક કરવા, વીર્યવર્ધક, હૃદય, ઉન્માદહર, સ્નિગ્ધ, વાતનાશક તથા વ્રણનાશક છે. તેના સેવનથી યકૃત વૃદ્ધિ, બરોળ વૃદ્ધિ અને અગ્નિમાંદ્ય દૂર થાય છે. પાકા પપૈયાં પથ્ય કારક ને ઉષ્ણ છે. પાકાં પપૈયાંમાં દસ્ત તથા પેશાબ સાફ લાવવાનો ગુણ પણ છે.

પપૈયાં ના ફાયદા :

કાચા પપૈયાને છોલીને, બી કાઢી, સારી રીતે બાફી, પથ્થર પર પીસી, લાલ થાય ત્યાં પેટના વિકારો દૂર કરવા માટે પપૈયાનો ઉપયોગ સર્વોત્તમ ગણાય છે. પપૈયાના સેવનથી પાચન ક્રિયા સુધરે છે, ભૂખ લાગે છે અને શરીરની કાર્યશક્તિ વધે છે. વળી પપૈયું બીજા આહાર ને પચાવવા માં મદદરૂપ બને છે.પપૈયાનો રસ અથવા દૂધ આહાર અરુચી, અનિદ્રા, શિર:શૂળ વગેરે અજીર્ણના વિકારોને દૂર કરે છે. પેટમાં સંચય થયેલા અને નાશ કરવાની તેમાં અદભૂત શક્તિ છે. બાળકોના કરતાં મોટી ઉંમરના માણસને અજીર્ણમાં એ વધારે લાભદાયક બને છે. તેના રસનો ઉપયોગ કરવાથી અમ્લપિત્ત (ખાટા ઓડકાર) મટી જાય છે. કાચા પપૈયાના દૂધમાં બે-ત્રણ કુદરતી લવણ હોય છે, જે અજીર્ણ, બરોળ, યકૃત દોષ અને અર્થમાં ગુણકારી છે.

કાચા પપૈયાનું દૂધ ચોપડવાથી ચામડી ના રોગો નાશ પામે છે. (જોકે બળતરા ખૂબ થાય છે). પપૈયા ના બી કૃમિનાશક, સ્ત્રીઓને ઋતુધર્મ નિયમિત બનાવનાર અને ગર્ભપાત કારક છે.પપૈયાનું દૂધ અત્યંત પાચક, કૃમિઘ્ન, વેદના શામક, ધાવણ ઉત્પન્ન કરનાર, કુષ્ઠ અને ઉદર રોગ નાશક છે. એ બકરી અને સ્વરનો આમાશય માંથી મળનાર પાચક દ્રશ્ય પેપ્સિનનો કરતાં ઉચ્ચ કોટિનું છે. એ પાચન દ્રવ્ય આમાશયના અસ્ફરસની અંદર જ કાર્ય કરે છે. તેની ક્રિયા આમાશયના અસ્ફરસ અને આંતરડાના ક્ષાર રસ બંનેમાં સમાનરૂપે થાય છે. આંતરડામાં પણ તેની ક્રિયા ચાલુ રહે છે. પાચક દ્રવ્ય પેપ્સિનથી માંસનું પાચન થઈ ખૂબ ઉપદ્રવ ઉત્પન્ન થાય છે, જયારે પપૈયાના દૂધથી માંસ પીગળે છે અને પાચન થાય છે, પરંતુ બીજા ઉપદ્રવ ઉત્પન્ન થતા નથી. પપૈયાના દૂધના સેવનથી કૃમિનો નાશ બાળકોને નિયમિત પપૈયું ખવડાવવાથી તેની ઊંચાઈ વધી શરીર મજબૂત અને તંદુરસ્ત બને છે.

પપૈયા નું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી જૂનું ખરજવું, દાદર અને ખુજલી મટે છે. પપૈયાના પાનના રસમાં અફીણ મેળવીને લેપ કરવાથી વાળો જલદી બહાર નીકળી જાય છે.પાકા, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને, મોઢા પર (ચહેરા પર) થોડો સમય સુધી માલિશ કરવી (મસળવું). પછી પંદર-વીસ મિનિટ બાદ તે સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી ચહેરા પરના ડાઘ-ખીલ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાન્તિ આવે છે. પાશ્ચાત્ય દેશમાં પપૈયાં દ્વારા શૃંગાર સામગ્રી-સૌંદર્યવર્ધક પાઉડર, પ્રલેપ-હૅઝલીન (પૉમેડી વગેરે તૈયાર થાય છે.ચહેરાનું સૌંદર્ય વધારવામાં પપૈયું શ્રેષ્ઠ છે.

પપૈયાં નું મોટું કાચું ફળ લઈ, તેના પર ઉભા ચીરા કરી. તેમાંથી ટપકતું દૂધ ચિનાઈ માટીની રકાબી કે પ્યાલામાં લઈ તરત જ સૂર્યના તડકામાં સૂકવી, તેનું સફેદ ચૂર્ણ બનાવી, આ ચૂર્ણને સારા બીચ વાળી કાચની શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણ અને (પપૈનનો ) ઉપયોગ આમવાત અને આંતરડા ના રોગોમાં (પાચન સંસ્થાન રોગોમાં ) થાય છે. ઇંગ્લેન્ડમાં તે રાજ્ય માન્ય થયેલ છે. તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલાં ઓછાં છે. તેનાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. વળી આ ચૂર્ણ લેવાથી આમાશય નો દાહ, વ્રણ, અર્બુદ, અમ્લપિત્તા અને અપચો મટે છે.

પપૈયાં ઉદરરોગ અને હૃદયરોગ માટે ઉત્તમ ઔષધ છે. કબજિયાત, આંતરડાંની કમજોરી અને હૃદય માટે તો પપૈયાથી ચઢિયાતી કોઈ ઔષધ નથી. પાકાં અથવા કાચાં પપૈયાં નું શાક બનાવી ખાવાથી ઉદરરોગ અને હૃદયરોગના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. હૃદયરોગની પેટન્ટ દવાઓ કરતાં પપૈયાનું દૂધ (સત્ત્વ) જ વધારે ઉત્તમ ઔષધિ છે. શૌચાદિ ક્રિયા પતાવ્યા બાદ પાવલી ભાર ખાંડ લઈ, તેમાં છોડને વળગેલા કાચા પપૈયાને અણીદાર સોયો ઘાંચી ને દૂધ કાઢી, તેના દૂધની પંદરથી વીસ ટીપાં પાડી, દૂધ ખાંડમાં મેળવી એ ખાંડ ખાવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે.

પપૈયાંના પાનમાં વિષદ્રવ્ય-ડિજિટેલિસ સમાન છે. પપૈયાના પાનના ઉપયોગથી નાડીની ગતિ ઓછી થાય છે અને હૃદયના ધબકારા નિયમિત થાય છે, હૃદય ને આરામ મળે છે, પરસેવો વળે છે અને મૂત્રનું પ્રમાણ વધે છે. પપૈયાના પાન હૃદયબલ્ય અને જવરશ્ન છે.ઔષધિ તરીકે તેનાં ફળ (પપૈયાં), કાચા ફળનું દૂધ અને તેનાં પાનનો ઉપયોગ થાય છે.કાચા પપૈયાં ગ્રાહી છે તે કફ તથા વાયુને કોપાવનાર અને પિત્તકારક છે. કાચા પપૈયામાં પપૈન પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. પાચનતંત્રને બીમારીમાં કાચા પપૈયાં ઘણાં ઉપયોગી છે, કારણ કે પપૈન પાચકરસ જેવું જ કામ આપે છે. જેમને અજીર્ણ રહે છે અને પેટ બરાબર કામ કરતું નથી તેને માટે કાચા પપૈયાં આશીર્વાદરૂપ છે. એવા દર્દીઓ માટે કાચાં પપૈયાનું શાક કે ખમણીને બનાવેલું કચુંબર ખાવું હિતકર છે.

અર્ધી ચમચી કાચા પપૈયાનું દૂધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે. દરરોજ સાંજે અર્ધા-આ શેર પાકું પપૈયું રક્ત ગુલામ વાળી સ્ત્રીઓને ખવડાવવાથી ધીમે ધીમે રક્તગુલમ ઓગળી જાય છે.કાચા પપૈયાનું એક તોલો દૂધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી બરોળ વૃદ્ધિ અને યકૃત વૃદ્ધિ મટે છે. કાચા પપૈયાનું તાજું દૂધ એક તોલો, મધ એક તોલો અને ઊકળતું પાણી ચાર તોલા લઈ, એકત્ર કરી ઠંડુ થાય ત્યારે પિવડાવવાથી અને બે કલાક પછી તેના ઉપર એરંડિયાનો ગુલાબ આપવાથી ગોળ કૃમિ નીકળી જાય છે. (તેનાથી પેટમાં ચૂંક આવે તો લીંબુનો રસ અને ખાંડ પીવડાવતી.)પપૈયા ના પાનની ચા બનાવીને પીવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે. પપૈયાના પાનનો ફાંટ હૃદય રોગમાં ખૂબ ઉપયોગી છે. તેનાથી ગભરામણ ઓછી થાય છે. તાવમાં હૃદય અશક્ત થઈને નાડી વધારે તેજ થાય છે ત્યારે પણ તેનાં પાનનો ફાંટ આપવાથી નાડીની ગતિ શાંત બને છે અને તાવ ઓછો થાય છે.

સગર્ભાવસ્થામાં કાચું કે પાકું પપૈયું ખાવું નહીં. જે સ્ત્રીઓને ઋતુધર્મ (માસિક) વધારે આવતું હોય તેમણે પણ પપૈયું ખાવું નહીં. પ્રમેહના રોગીઓને, કોઇ ગરમીવાળાઓને અને અર્શ-મસાના રોગીઓમાં કાચું પપૈયું અતિ ઉષ્ણ પડે છે. તેનાથી હરસમાંથી વધારે લોહી પડે છે. કાચું પપૈયું રક્તપ્રદર વાળી સ્ત્રી ને પણ નુકસાન કરે છે.યુનાની વૈદકના મત પ્રમાણે પાકા પપૈયાં અગ્નિ દીપક, સુધા વર્ધક, પાચક, આધ્યાને નાશક (આફરા નો નાશ કરનાર), દુધ પ્રદ, મૂત્રલ, ઉદર દાહનાશક, બરોળ અને મૂત્રાશય રોગ નો નાશ કરનાર, પથરીમાં ફાયદાકારક, મેદનાશક, કફ સાથે આવનાર લોહીને રોકનાર, રક્તાર્શ તેમ જ મૂત્રનળીમાં વ્રણમાં લાભદાયક છે. વૌજ્ઞાનિક મત પ્રમાણે પપૈયામાં વિટામિન ‘એ’, ‘બી’, ‘સી’ અને ‘ડી’ છે. તેમાંય

ખાસ કરીને વિટામિન “એ” તથા “સી” થી ભરપૂર છે. બીજા ફળોની સરખામણીમાં પપૈયામાં વિટામિન “એ” વધારે પ્રમાણમાં છે. આથી જ તે નેત્રના રોગ, મૂત્રાશય તેમ જ વૃક્ર-ગુરદા સંબંધી રોગ, શારીરિક વૃદ્ધી રોગ વગેરે રોગોથી મનુષ્યનું રક્ષણ કરે છે. તેમાં વિટામિન ‘સી’ સારા પ્રમાણમાં હોવાથી અસ્થિ રોગ, દાંતના રોગો, લોહીના દબાણની વૃદ્ધિ, પક્ષાઘાત, ગાંઠિયો વા, ઉલટી વગેરે રોગોથી બચાવે છે.પપૈયા ની અંદર “કાર પેન’ નામનું એક ક્ષારીય દ્રવ્ય છે, જે લોહી દબાણ વૃદ્ધિ રોગમાં સારો પ્રભાવ દાખવે છે. આંતરડાના કરમ (કૃમિ), લિવર તથા બરોળના વિકારો પપૈયું ખાવાથી મટે છે. કેરી તથા પપૈયામાં એટલો ફરક છે કે કેરી જેમ વધારે પાકે છે તેમ તેમાં વિટામીન ‘સી’નું પ્રમાણ ઘટતું જાય છે, જ્યારે પપૈયું જેમ વધારે પાકે છે તેમ તેમાં વિટામીન ‘સી’નું પ્રમાણ વધતું જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top