ગંભીર અને મોટામાં મોટા રોગનો એક ઈલાજ છે આ રીત, આજના ડોક્ટરો પણ આપે છે આની સલાહ, ચામડી, પાચન અને સાંધાના દુખાવામાં તો માત્ર 5 દિવસમાં 100% અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પંચકર્મ એ આયુર્વેદ ની એક વિશિષ્ટ પ્રકાર ની સારવાર ની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓ થી તે રોગ ના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીર માં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીર ની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા કપડા ને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મ થી શરીર ની સાફ સફાઇ થી શરીર ની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણો માં મુખ્ય છે, આ ત્રણેય ને દોષ કહેવામાં આવેલ છે. આ દોષો ના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગ માંથી પંચકર્મ દ્વારા તે દોષ ને દૂર કરવામાં આવે છે.

પંચ એટલે પાંચ, કર્મ એટલે પ્રક્રિયા, આમ અલગ અલગ રોગો માટે કરવામાં આવતી મુખ્ય પાંચ પ્રક્રિયાઓ એટલે પંચકર્મ. આમાં પાંચ ક્રિયાઓ નો સમાવેશ થાય છે, જેથી પંચકર્મ તરીકે ઓળખવામાં આવે છે.પંચકર્મના પાંચ તત્વો માં વામન, વિરચના, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષ નો સમાવેશ થાય છે. પંચકર્મ કરતા પહેલા સ્નેહન અને સંવેદન આ બે પૂર્વ કર્મ કરવામાં આવે છે.

સ્નેહના: આ એક રોગનિવારક તેલ મસાજ છે, જેમાં ચોક્કસ આયુર્વેદિક હર્બલ તેલ સમગ્ર શરીર પર ટોચ પર લાગુ કરવામાં આવે છે. આ સુપરફિસિયલ અને erંડા પેશીઓ બંનેને નરમ પાડે છે, માત્ર તણાવથી મુક્ત થાય છે અને શરીરને પોષતું નથી, પણ ઢીલું પાડે છે. એમાં અને કોઈપણ દોશા પેશીઓમાંથી બિલ્ડઅપ અને શોરોટા અથવા ચેનલો. આ પંચકર્મ ઉપચાર દરમિયાન કચરાના સરળ નિવારણને મંજૂરી આપશે. પંચકર્મ પહેલાં ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા સ્નેહનાનું દૈનિક સંચાલન કરવામાં આવે છે.

સ્વેદના: આ બીજી પંચકર્મ પૂર્વ પ્રથા છે જે શરીરને ઝેરના ભંગાણ અને પ્રકાશન માટે તૈયાર કરે છે. તે પરસેવો અથવા પરસેવો પાડવાની તકનીક છે જેનો ઉપયોગ સ્નેહના પછી તરત જ કરવો જોઈએ. વરાળ સ્નાન દ્વારા ઔષધિય વનસ્પતિઓનો ઉપયોગ શામેલ છે, ઉપચારાત્મક રીતે ગરમીનો ઉપચાર કરવામાં આવે છે. આ ઝેર અને અવરોધને વધુ ઢીલું કરવામાં મદદ કરે છે, સરળ નાબૂદી માટે જઠરાંત્રિય માર્ગ તરફની તેમની હિલચાલને પ્રોત્સાહિત કરે છે.

વમન: કફ વધવાથી થતા રોગોમાં કફને જડમૂળ થી દૂર કાઢવા માટે વિશિષ્ટ પ્રકારની દવા વડે ઊલ્ટી કરાવવાની ક્રિયા છે. ખાસ કરીને શ્વસનતંત્ર ના રોગો, શ્વાસ, જૂની શરદી, સાયનસ વિ. તથા અન્ય ચામડી ના રોગો – ખીલ ખરજવુ – સોરાયસીસ અને માનસિક રોગોમાં અત્યંત ફાયદાકારક છે.

વિરેચન :વિવિધ પ્રકારની આયુર્વેદિક દવા વડે રેચ આપી, ખાસ કરીને પિત્ત (ગરમી) અને તેના રોગો દૂર કરવા માટે થતી એક સારવાર છે. જે ચામડીના રોગો, લોહી વિકાર, એસીડીટી, વંધ્યત્વ, એલર્જી અને અન્ય પાચન તંત્રના અને સ્ત્રીરોગો પર ખૂબ અસરકારક છે. વમન અને વિરેચન માં પહેલા થોડા દિવસ માટે પાચન ની દવાઓ આપી, પછી ઔષધિ (દવા) યુક્ત ધી પીવડાવવામાં આવે છે. ઘી એક ચોક્કસ પ્રમાણ માં અને ચોક્કસ સમયે થોડા વખત સુધી આપવામાં આવે છે. ત્યારબાદ માલીશ- શેક વિ. ઉપચારો કરીને વમન કે વિરેચન આપવામાં આવે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ એક ચોક્કસ પ્રકારનો આહાર નો ક્રમ આપવામાં આવે છે.

બસ્તિ :જુદા જુદા ઔષધિ વાળા તેલ – ઉકાળા – દૂધ અને દ્રવ્યોથી બનાવેલ મિશ્રણ ને મળમાર્ગેથી આંતરડા માં પહોંચાડીને, ખાસ કરીને વાયુ ને કાબૂમાં કરનાર અત્યંત વિશિષ્ટ પ્રકારની અને અક્સીર ચિકિત્સા પદ્ધતિ છે. આજે આંતરડા ને સેકન્ડ બ્રેઇન (બીજુ મગજ) ની ઉપમા અપાય છે, ત્યારે આ ચિકિત્સા દ્વારા મળતા પરિણામો પર શંકા અસ્થાને છે. આયુર્વેદ મુજબ આંતરડુ એ વાયુ નુ મુખ્ય સ્થાન છે, જેથી વાયુ ના રોગો માં આ સારવાર ખૂબ લાભદાયીછે. સાંધા ના રોગો, વા, સાયટીકા, કમરનો દુઃખાવો, લકવો, પેરાલીસીસ, અને અન્ય ચેતાતંત્ર ના રોગો, કબજીયાત, કીડની ના રોગો અને વંધ્યત્વ તથા સ્ત્રીરોગોમાં ખૂબજ લાભદાયી છે.

નસ્ય :નાક દ્વારા ઔષધિઓ નાંખવામાં આવે તેને નસ્ય કહેવાય છે. આયુર્વેદ અનુસાર નાક એ મગજ નો દરવાજો છે. જેથી નસ્ય થી મગજ ની ક્રિયા, કાર્યો અને યાદ શક્તિ માં વધારો થાય છે. આથી આ ચિકિત્સા માથા – ડોક કે ખભા નો દુઃખાવો, મોં નો લકવો, જૂની શરદી, સાયનસ, તોતડાપણું, વાળના રોગો, દાંતની તકલીફો, જડબા ના રોગો માં સારૂ પરિણામ આપે છે, સાથે સાથે ડીપ્રેશન, હાઇપરટેન્શન, અનિદ્રા, ઉદ્વેગ વિ. જેવા માનસિક રોગોમાં પણ ખૂબ લાભકારી છે.

રક્તમોક્ષણ :બગડેલા લોહી ને વિશિષ્ટ યંત્રો કે જળો થી શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયા. લોહીના બગાડ થી થતા ચામડીના રોગો, સફેદ દાગ, શીળસ, વિ. માં અસરકારક સારવાર છે. આ ઉપરાંત આગળ કહ્યુ તેમ માલિશ અને શેક ના ઘણા બધા પ્રકારો આયુર્વેદ માં આપ્યા છે, તે પણ ઘણી વાર મુખ્ય પ્રક્રિયા રૂપે કરવામાં આવે છે. હાલ ના જમાના માં માલિશ – શેક અને શિરોધારા ખૂબ પ્રખ્યાત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top