આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે.
બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને રાખવાની વાત કરાઈ છે.
બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. જ્યારે તમે બદામ પલાળો છો તો છાલ સરળતાથી નીકળી જાય છે અને પછી બદામના ફાયદા શરીરને મળી શકે છે. પાચનમાં મદદ મળે છે, હાર્ટ સારું રહે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે.
દિવસભરમાં 10 બદામ ખાઈ શકાય. પલાળેલી અને કાચી બદામ ખાવી એ ફક્ત ટેસ્ટ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.શરદીની ઋતુમાં બદામ ખાવાના અનેક ફાયદા હોય છે જેનાથી યાદગીરી વધે જ છે સાથે જ તેમા જોવા મળતા મિનરલ, વિટામિન, ઝિંક કેલ્શિયમ વગેરેથી પણ શરીરને અનેક ફાયદા મળે છે.
આજના સમયમાં લોકોનુ વધતુ વજન પણ તેમને માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસૈચુરેટેડ ફૈટ રહેલુ છે. તેથી આ ભૂખને રોકવામાં ખૂબ મદદ કરે છે.
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે. જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે. એક પછી એક ઘણી સુવાવડો કસુવાવડોને લીધે કે અતિશય કામના બોજાને લીધે જે સ્ત્રીઓનું શરીર ઘસાતું જતું હોય તેમના માટે બદામ ખૂબ જ ઉત્તમ ઔષધ છે.
પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે. તેથી એ બીપી ના સ્તરને બનાવી રાખે છે. બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા વધતી જઈ રહી છે. આ દિલની બીમારીઓ અને ધમનીઓમાં રોક જેવા અનેક રોગોનું એક મોટુ કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બૈડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને મોટા હદ સુધી ઓછુ કરે છે.
ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છાલટા ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે. ચહેરાની કરચલીઓ દૂર કરશે વિટામીન ઇ થી ભરપૂર બદામનું નિયમિત સેવન કરવામાં આવે તો તે એન્ટિએજીંગનું કામ કરે છે. સ્કિન હેલ્ધી બનાવે છે. સ્કિન પરની કરચલીઓ દૂર કરે છે અને સાથે જ લાંબા સમય સુધી તેને કાંતીવાન બનાવે છે.
માનસિક શ્રમનું પ્રમાણ વધી ગયું હોય તો આરામ મેળાવવા બદામ સૌથી બેસ્ટ છે. માનસિક શ્રમના કારણે જ્ઞાનતંતુઓ થાકી ગયા હોય તો નિયમિત બદામનું સેવન બહુ ફાયદાકારક રહે છે, દરરોજ સાંજે 5-6 બદામને પાણીમાં પલાળી રાખવી અને સવારે ઉઠીને આ બદામને વાટીને એક કપ દૂધમાં ભેળવી પી જવું. બદામવાળા દૂધથી જ્ઞાનતંતુઓ તંદુરસ્ત રહે છે.
રાતના 4-5 પાણીમાં પલાળીને બદામનું સેવન સવારે વધારે ફાયદો થાય છે. પલાળેલી બદામથી એવા એન્જાઈમ રિલીજ થાય છે, જે તેમાં રહેલા ફેટને પચાવવામાં મદદ કરે છે.બદામમાં રહેલા ફોસ્ફરસ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેની સાથે જ હાડકા કે દાંતના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદ પ્રમાણે બદામ સ્વાદમાં મધુર, ગરમ, પચવામાં ભારે અને ભૂખ લગાડનાર છે તથા તેનાથી પિત્ત મટે છે, મૂત્રનું પ્રમાણ વધે છે, ધાવણ વધે છે, ગેસ મટે અને વીર્ય પણ વધે છે.
મગજની નબળાઇ, કબજીયાત, વાયુના રોગો, મૂત્રાશયની નળી પર સોજો, સફેદ પાણી પડવાની સમસ્યા અને માસિકની સમસ્યા દૂર કરે છે. સાત દાણા બદામને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે તેનું છોતરું છોલીને થોડીક પીસી લો. આ પેસ્ટને 250 ગ્રામ દૂધમાં નાખી થોડી વાર ઉકાળો. એક ચમચી ઘી અને બે ચમચી ખાંડ મેળવી ઠંડુ કરીને પીવો. 15-20 દિવસ સુધી આમ કરવાથી યાદદાસ્ત તેજ બને છે.
પલાળેલી બદામને કાળીમરી સાથે પીસીને અથવા ખૂબ જ ચાવીને ખાઓ અને દૂધ પીવાથી મગજ સતેજ બને છે .અને શરીરને તાકાત મળે છે.એક ચમચી શંખપુષ્પીનું ચૂરણ દૂધ કે સાકરની સાથે રોજ ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો. આવું કરવાથી શરીરની નબળાઈ દૂર થશે. માથાનો દુઃખાવો, આંખોની નબળાઈ, આંખોમાંથી પાણી આવવું. આંખોમાં દર્દ જેવા અનેક રોગોમાં લાભદાયક રહે છે.