Site icon Ayurvedam

બદામ કરતાં પણ વધારે ગુણકારી છે આનું સેવન, આવી અનેક બિમારીઓથી મળી જશે કાયમી રાહત..

આખી રાત ચણા પલાળીને સવારે ખાવાથી તે શરીર માટે ખૂબ ફાયદાકારક નીવડે છે. એમાં મળી આવતા પૌષ્ટિક તત્વોની તુલના પલાળેલી બદામ કરતાં પણ વધારે હોય છે. પલાળેલા ચણામાં વિટામીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ વગેરે તત્વો ભારે પ્રમાણમાં મળી આવે છે.

એનું નિયમિત રૂપથી સેવન કરવાથી શરીર ને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો ચાલો જાણીએ પલાળેલા ચણા ખાવાથી થતાં બીજા અનેક ફાયદા. રોજ સવારે એક નાનું બાઉલ પલાળેલા ચણા ખાવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ચણામાં વિવિધ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી તેનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.

સવારના નાસ્તામાં રોજ પલાળેલા ચણા ખાવાથી સુંદરતા વધે છે તેમજ મગજનો વિકાસ થવામાં પણ મોટો ફાયદો થાય છે. ચણાને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે લેવાથી ડાયાબિટીસમાં પણ ઘણી રાહત મળે છે. અંકુરિત ચણા ખાવા સૌથી વધુ ફાયદારૂપ છે. અંકુરિત ચણા શરીર ની માંસપેશીઓને તાકતવર બનાવે છે અને શરીર એકદમ વ્રજ સમાન બનાવે છે.

પલાળેલા ચણામાં ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે. તે આપણા પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય એમણે પલાળેલા ચણાનું જરૂરથી સેવન કરવું જોઈએ. આ ડાયાબિટીસ ને દૂર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન લોકોએ 25 ગ્રામ ચણાને આખી રાત પલાળીને રાખવા જોઈએ. સવારે ખાલી પેટે એને ખાવા જોઈએ.

જો વજન વધારવું હોય તો પલાળેલા ચણા અવશ્ય ખાવા જોઈએ. તેનાથી મસ્લસ મજબૂત બને છે તેમજ બોડી માસ પણ વધે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની તાકાત મળે છે.

પેટથી જોડાયેલી સમસ્યાઓ માટે પલાળેલા ચણા ખૂબ જ ફાયદાકરાક સાબિત થાય છે. એના માટે આખી રાત ચણા પલાળીને રાખો. સવારે આ ચણા માં આદુ, જીરુ અને મીઠું મિક્સ કરીને ખાવો, આવું કરવાથી એસિડિટી, કબજિયાત, પેટના દુખાવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

પલાળેલા ચણા ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઉલટી થતી નથી. આવી સ્ત્રીઓને શેકેલા ચણામાં લીંબુ નાખીને ખાવા. પરંતુ તે અધિક માત્રામાં હોય તો નુકશાન કરે છે. પલાળેલા ચણા ગોળ સાથે ખાવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યામાં આરામ મળે છે. તેનાથી પાઈલ્સમાં પણ રાહત મળે છે.

પલાળેલા ચણા માં મેગેનીઝ હોય છે. જે આપણા શરીર ની કોશિકાઓ ને ઉર્જા પૂરી પાડે છે. વધતી ઉમરની સાથે ચહેરા પર કરચલીઓ પડવા  લાગે છે. દરરોજ એક મુઠી પલાળેલા કે ફણગાવેલા ચણા ખાવાથી કરચલીઓ પડતી નથી. પલાળેલા ચણા માં રહેલું ફાઈબર બાઈલ એસિડ સાથે જલ્દી થી શરીર માં ભળી જાય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ કરે છે. જો દરરોજ અડધો કપ પલાળેલા ચણા ખાવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે.

પલાળેલા ચણાનું સેવન કેન્સરના જોખમને ઓછુ કરે છે. તેમાં બ્યૂટીરેટ નામનું ફેટી એસિડ સમાયેલું હોય છે, જે કેન્સર નો ઉદભવ કરતી કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે.ત્વચા ની સાથે સાથે પકલાળેલા ચણા વાળ માટે પણ ફાયદેમંદ છે. ચણા માં રહેલું પ્રોટીન વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. ખરતા વાળ ની સમસ્યા થી પરેશાન વ્યક્તિઓએ  દરરોજ પલાળેલા ચણા ખાવા જોઈએ.

લોહીમાંના રક્ત કણની કમીને એનિમિક કહેવામાં આવે છે. પલાળેલા ચણા રોજ ખાવાથી ચણામાં મોજૂદ આર્યન શરીરને મળે છે. જે આપણા શરીરમાં હિમોગ્લોબીનની પૂરતી માત્રા ને જાળવી રાખે છે. ખરજવાના રોગમાં પલાળેલા ચણા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. 3 વર્ષ સુધી સતત ચણા ખાવાથી આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે. પલાળેલા ચણા રોજ ખાવાથી રક્તપિત્ત નો રોગ દૂર થાય છે.

પલાળેલા ચણાનું સેવન આંખની દ્રષ્ટિ વધારે છે. તેમાં સમાયેલ બી-કેરોટિન તત્વ આંખની કોશિકાઓને નુકસાન થતા બચાવે છે. જેથી દ્રષ્ટિની ક્ષમતા સ્વસ્થ રહે છે. પલાળેલા ચણામાં રહેલાં એમિનો એસિડ્સ સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, અને ટેન્શન અને સ્ટ્રેસ ને દૂર રાખે છે.

પલાળેલા ચણામાંથી દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ મળી રહે છે, જે હાડકાંને તંદુરસ્ત અને મજબૂત રાખે છે. પલાળેલા ચણામાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે હિમોગ્લોબિનના લેવલને વધારે છે અને કિડનીમાંથી વધારાના ક્ષારને બહાર કાઢે છે.

Exit mobile version