પાલક મનુષ્ય લાભકારક શાકભાજી માનવામાં આવે છે. અને આ શાકભાજી પોતે જ સંપૂર્ણ ખોરાક છે, કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન-સી અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીર માટે પોષક તત્વોથી ભરપુર મનાય છે. પાલક નો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાઈ છે.
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક રહે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પણ પાલકનું સેવન લાભદાયક મનાય છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિ માટે પાલક ખૂબ ફાયદકારક સાબિત થાય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ ખોરાક મનાય છે.
પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે. પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જરૂરી છે . પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરી શકાય છે.
પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે. સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે ત્વચાને ડ્રાય થતી બચાવવા માં મદદ કરે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે. પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય જેવો રોગ થવાથી પણ બચાવી શકે છે. પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
નિયમિત પણે પાલક ખાવાથી સાંધાના દુખાવા દૂર થઈ શકે છે. પાલક સાથે ટામેટા, કાકડી, ગાજર જેવા શાકભાજી નો પણ ઉપયોગ કરવો જોઈએ. પાલકમાં રહેલું વિટામિન કે કેલ્શિયમનું અવશોષણ અટકાવે છે. તે પેશાબમાં નીકળી જતા કેલ્શિયમની માત્રા ને પણ નિયંત્રિત કરી શકે છે. પાલક હાડકાને મજબૂત બનાવે છે.
પાલક ચાવવાથી દાંત માં થતા પણ આરામ મળે છે. પાલકના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને પીવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે. પાલકમાંથી પ્રાપ્ત થતું પોષક તત્વ કોલેસ્ટ્રોલ અને ચરબીને પણ નિયંત્રિત કરી શકે છે અને હ્રદયરોગથી શરીરને બચાવવામાં પણ સહાયક બને છે.
પાલક માં વિશેષ પ્રમાણમાં ફાઈબર હોવાથી તે મેટાબોલિઝમ ની પ્રક્રિયાને પણ સંચાલિત કઋ શકે છે. પાલક વજન ઘટાડવામાં ઉપયોગી બને છે. પાલક માં આયર્ન ની માત્રા વધારે પ્રમાણ માં હોય છે આ કારણે તે શરીર માં હિમોગ્લોબીન વધારવામાં લાભકારી છે, તેના નિયમિત સેવન થી લોહી ની ભારી કમી પણ પૂરી કરી શકાય છે.
પરંતુ પાલક નો રસ બનાવીને તેમાં ગાજર નો રસ મેળવીને પીવો છો તો તેનાથી શરીર ની વધેલ ચરબી ઓછી થવા લાગે છે. લીલા પાંદડાવાળી શાકભાજીઓ જેવી મેથી, પાલક, બથુઆ અને શલગમ ના સેવન થી મગજ તંદુરસ્ત બની રહે છે અને યુવાઓ ની જેમ સક્રિય રહે છે, સાથે જ પાચન સંબંધી સમસ્યાઓ માટે પાલક ના જ્યુસ નું સેવન લાભકારી માનવામાં આવે છે. કબજિયાત ની સમસ્યાઓ માં પણ પાલક નું જ્યુસ લાભકારી સાબિત થાઈ છે.
સો ગ્રામ પાલકમાં છવ્વીસ ટકા કેલરી હોય છે. તેમાં બે ટકા પ્રોટીન, ત્રણ ટકા કાર્બોહાઈડ્રેટ, નવ ટકા પાણી, જીરો પોઈન્ટ સાત ટકા ચરબી, જીરો પોઈન્ટ છ ટકા રેસા, જીરો પોઈન્ટ સાત ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવ્યું છે.
આયુર્વેદ અનુસાર પાલક વાયુ કરનાર, કફ કરનાર, ઝાડો છૂટો પાડનાર અને મળને રોકનાર છે. એ મદ, શ્વાસ, પિત્ત, લોહીનો બગાડ અને કફનો નાશ પણ કરે છે. તથા પાલકના બી શીતળ છે. તે યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, કફરોગ અને શ્વાસની વિકૃતિમાં હિતકારી સાબિત થાઈ છે. તેના બીમાંથી ચરબી જેવું ઘટ્ટ તેલ નીકળે છે જે કૃમિ અને મૂત્રરોગો પર લાભદાયક મનાય છે.
પાલકમાં મોટા પ્રમાણમાં પોષકતત્ત્વો જોવા મળે છે. જો પાલકને કાચી, વરાળમાં રાંધી કે તરત ઓછા પાણીમાં બાફીને ખાઈએ તો તેમાંથી વિપુલ માત્રામાં પ્રતિઓક્સિકારકો (એન્ટીઓક્સિડેન્ટ) મળી રહે છે. અન્ય ભાજીઓની સરખમણી એ પાલક માં લોહતત્ત્વનો ઉત્તમ સ્રોત જોવા મળે છે.
પાલકમાં ઘણાં પોષક તત્ત્વો રહેલા છે. તેથી જ્યારે દૂધ પુરતા પ્રમાણમાં ન મળે ત્યારે બાળકોને પાલકનો રસ પાવાની સલાહ અપવામાં આવે છે. જે આપણા ઈમ્યુનિટી સીસ્ટમ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમને કોઈપણ ચેપ લાગવાની શક્યતાઓ રેહતી નથી.
લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. જો તમારી કોઈ ચામડીને લઇને સંબંધિત સમસ્યા હોય તો પાલક નો રસ પીવાથી તમને લાભ મળશે . પાલકના પાનના રસનો ઉપયોગ ત્વચાને ફળદ્રુપ અને યુવાન રાખવામાં મદદ કરે છે.
પાલકના રસમાં મધ અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી ખાંસી અને શ્વાસની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે. પાલક અને તુલસીના પાનનો રસ કાઢી બન્ને મિક્સ કરી ફોલ્લી અને સોજાવાળા ભાગ પર લગાવવાથી જલ્દી ફાયદો થઈ શકે છે. અડધો કપ પાલકના રસમાં અડધો કપ ટામેટાંનો રસ મિક્સ કરીને સવાર-સાંજ પીવાથી શારીરિક નબળાઈ દૂર કરી શકાય છે.
એક કપ પાલકના રસમાં એક ચમચી મધ અને ચપટી જીરું પાઉડર મિક્સ કરીને પીવાથી થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે. પાલકમાં રહેલ કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરથી બચવામાં મદદરૂપ બની શકે છે. પાલક ની અંદર પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે.