જો રોજ રાત્રે બે થી ત્રણ ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી રાખવી. આ મેથીના દાણાને સવારે ખાલી પેટ ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી પણ પિંડીનો દુઃખાવો દૂર કરી શકાય છે. સરસિયાના તેલમાં જાયફળના તેલને મિક્સ કરીને પિંડીના દુખાવા પર માલિશ કરવાથી પિંડીનો દુખાવો દૂર કરી શકાય છે અથવા તો પિંડીના દુખાવાથી રાહત મેળવી શકાય છે.
તલના તેલમાં કરેણના પાંદડાને ઉકાળીને તેને તેના પાંદડાની ચટણી ભેળવીને પિંડી ઉપર માલીશ કરવાથી પિંડીના દુઃખાવા માંથી મુક્તિ મેળવી શકાય છે.
નાળિયેરના તેલને સહેજ ગરમ કરવાનું છે. તેલ થોડું હૂંફાળું કરી અને તેલ જ્યાં દુખાવો થતો હોય પીંડીઓમાં અથવા તો સાથળના ભાગમાં અથવા પિંડીમાં ગોટલા ચડી ગયા હોય તો ત્યાં નાળિયેરનું તેલ ગરમ કરી પાંચ મિનિટ માલીસ કરો એટલે જાદુની જેમ પગની પિંડી નો દુખાવો થતો મટી જાય છે.
આ સાથે જો તમારી પાસે કપુર હોય અને તેને નારિયેળ તેલની અંદર નાખી અને થોડું હલાવી અને પછી તેની માલિશ કરો તો આ દુખાવામાં ખૂબ જ ઝડપી તમને જાદુની જેમ અસર દેખાવા લાગે છે અને તરત જ દુખાવો બંધ થઈ જાય છે. અથવા સાંધાનો દુખાવો થતો, અથવા ગોટલા ચડી ગયા હોય તો તે પણ ઉતરી જાય છે.
મોટાપા વાળા શરીરમાં ખાસ કરીને પગ માં વધારે દર્દ થાય છે. ઘણા લોકોને સાંધા ની અંદર દુખાવો ઊપડે છે તેનું કારણ સાંધામાં પડેલી પોષક તત્વો ની ઉણપ છે સાંધા વચ્ચે રહેલું પ્રવાહી ઓછું થઈ જવાથી બંને હાડકા ઘસાય છે જેનાથી દુખાવો ઉપડે છે પગના દુખાવા નું અન્ય લક્ષણ છે નસો ની અંદર જમા થયેલું અશુદ્ધ લોહી જેને સાઈટીકા તરીકે પણ દર્શાવવામાં આવે છે આ અશુદ્ધ લોહી ની નસો અને લોહી જામ થઈ જવાથી હલનચલન ઓછું થઈ જાય છે.
પગ માં થકાન અને ખેંચાવ જેવા ઘણા દર્દ ને દૂર કરવાના સરળ ઉપાય છે. પગ અને નજીકની રચનાઓમાં દુખાવો ખૂબ જ તકલીફકારક હોઈ શકે છે. અને ઘૂંટણ, હિપ અને પીઠ જેવી બીજી જગ્યાએ વળતરની ફરિયાદો થઈ શકે છે. પગમાં દુખાવો વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય રીતે સ્નાયુઓ, સાંધા અને કંડરામાં દુખાવો, ઓવરલોડ, આઘાત, વસ્ત્રો, સ્નાયુબદ્ધ ખામી અને યાંત્રિક તકલીફને કારણે થાય છે.
બોલ રોલ ખુરશી પર બેસીને જમીન પર એક ટેનિસ બોલ રાખો અને પછી પગનો નીચેના ભાગ વડે ધીમેથી ફેરવો એડીઓથી લઈ ને આંગળીઓ સુધી ફેરવતા રહવું અને પછી 2,3 મિનિટ સુધી એવું રહેવા દો. આજ રીતે બીજા પગે પણ કરવાનું અને રોજ બે વાર આવું કરવાનું. આના માટે નાનો બોલ પણ લઈ શકો છો.આવું કરવાથી આર્ચ નો દર્દ ઓછો થશે.અને પંજા માં લચીલાપન વધશે અને પગ ના દુખાવા માં રાહત મળે છે.
સિટેડ સ્ટ્રેચ ખુરશી પર સીધા બેસીને ડાબા પગને જમના પર ઘૂંટણ પર રાખો.હવે પંજા ને હાથ ના મદદ થી પાછળ ના તરફ ખેંચો અને દસ સેકેન્ડ રાખી પછી આગળ ની બાજુ ખેંચી લો.આવી જ રીતે બીજા પગ માં પણ કરો અને બંને બાજુ 15 15 મિનિટ કરતા રહો. આનાથી પગ નો દુખાવો ઓછો થશે અને આંગળીઓ મજબૂત બને છે.
ઘણીવાર પગમાં દુખાવો માત્ર થાકના કારણે નહીં કોઈ આંતરિક સમસ્યાના કારણે પણ થઈ શકે છે. આવી જ એક સમસ્યા સ્પાઈડર વેન્સ છે. સ્પાઈડર વેન્સ નાની, વળેલી રક્તવાહિની હોય છે જે ટેલેજિક્ટાસિયા તરીકે પણ ઓળખાય છે. સ્પાઇડર વેન્સ લાલ, પર્પલ કે બ્લૂ રંગની હોઈ શકે છે. સામાન્ય રીતે આ પગ અથવા ચહેરા પર જોવા મળે છે. સ્પાઈડર વેન્સમાં હંમેશા અસહ્ય દુખાવા અને પગમાં કળતર થાય છે. આ સ્થિતિ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સામાન્ય છે. સ્પાઈડર વેન્સ નસમાં નબળા વાલ્વના કારણે થાય છે.