ક્રોસ લેગ કરીને બેસવાથી બ્લડપ્રેશર પર અસર પડે છે, સાથે બ્લડ સરક્યુલેશન પણ ડિસ્ટર્બ થાય છે. એવું એટલે થાય છે કેમ કે, તમે જ્યારે એક પગ પર બીજો પગ રાખીને બેસો છો તો બંને પગમાં બ્લડ સરક્યુલેશન એકસરખું થઇ શકતું નથી. આ કારણે પગમાં ઝણઝણાહટની સમસ્યા થાય છે.
ક્રોસ લેગ પોઝિશનમાં આપણા પેલ્વિક મસલ્સ ઈમ્બેલેન્સ થઇ શકે છે, કેમ કે દરરોજ કેટલાય કલાક સુધી આ સ્થિતિમાં બેસવાથી આપણા થાઇઝમાં ખેંચાણ, સોજો કે દુખાવાની સમસ્યા થઇ શકે છે.
એક જ જગ્યાએ ખાસ કરીને ઓફિસમાં ખુરશી પર 8 થી 9 કલાક રોજ ક્રોસ લેગ કરીને બેસવાથી પગના જોઇન્ટ્સમાં પેઇનની સમસ્યા થાય છે. એક્સરસાઇઝ અને યોગ કર્યા બાદ પણ આપણા જોઇન્ટ્સમાં દુખાવો કેમ થઇ રહ્યો છે. આ દુખાવાનું કારણ બીજું કંઇ નહીં પણ આપણા ક્રોસ લેગ પોશ્ચર હોય છે.
ઘણા હેલ્થ સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, એક ઉપર એક પગ રાખીને બેસવાથી આપણી નસ પર દબાણ પડે છે. આ કારણે આપણું બ્લડપ્રેશર વધી જાય છે. તેથી બીપીના દર્દીએ આ પોઝિશનમાં બેસવાથી બચવું જોઇએ. સાથે જે લોકોને બીપીની સમસ્યા હોય તેમણે લાંબા સમય સુધી આ પોઝિશનમાં ન બેસવું જોઇએ.
શું તમને ઊઠતા બેસતાં કમરના નીચેના ભાગમાં દુખાવો થાય છે? અથવા ક્યારેય તે જકડાઇ જાય તેવો અનુભવ થાય છે? જો આ સવાલનો જવાબ હા હોય તો તમારે બેસવાની રીતમાં સુધારો કરવાની જરૂર છે. આજથી જ ક્રોસ લેગ પોઝિશનમાં બેસવાનું બંધ કરવું જોઇએ.
ઓફિસમાં સિટિંગ જોબ હોય અને તમારે એક જ જગ્યાએ બેસવાનું હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહો. દર 45 મિનિટ બાદ પાંચ મિનટનો બ્રેક લો. જ્યારે એક જ જગ્યાએ કલાકો સુધી બેસવાનું હોય તો, થોડા થોડા સમયે સિટિંગ પોઝિશન ચેન્જ કરો. વચ્ચે તમે ઊભા પણ થઇ શકો છો.
વચ્ચે વચ્ચે બ્રેક લેવાથી બોડી મૂવમેન્ટ થશે અને થાક પણ નહીં લાગે. જ્યારે આપણે ઘણો સમય બેઠા બાદ ઊભા થઇએ છે, તો આપણું બ્લડ સરક્યુલેશન ઝડપી બને છે અને બોડીમાં ઓક્સિજન લેવલ પણ વધે છે. જેથી આપણે તાજગીનો અનુભવ કરીએ છીએ.
ઘણા હેલ્થ સ્ટડીમાં આ વાત સાબિત થઈ છે કે એક પગ પર બીજો પગ ચડાવીને બેસવાથી નર્વ્સ સિસ્ટમ પર દબાણ આવે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. આ જ કારણે બીપીના દર્દીઓએ આ રીતે બેસવાનું ટાળવું જોઈએ. સાથે જે લોકોને બીપીની સમસ્યા ના હોય તેમણે પણ લાંબા સમય સુધી ક્રોસ લેગની પોઝિશનમાં બેસવું ના જોઈએ.