ઘણી વાર લોકો ને પગ માં દર્દ થવા લાગે છે. અને આ દર્દ ઘણા પ્રકાર ના હોય છે. કોઈ વાર પગ માં થકાન ના લીધે દુખે છે તો કોઈ વાર ખેંચાવા થી દર્દ થાય છે. કોઈ વાર નખનો અને પંજા ના દુખાવો થાય છે. જેમ કે પગ કાપવો પડે, પગ નો દુખાવો કોઈ વાર મોટાપા ને લધી તો કોઈ વાર કોઈ બીમારી ને લીધે થાય છે. કેમ કે શરીરનો પૂરો ભાગ પગ પર આવે છે.
મોટાપા વાળા શરીરમાં ખાસ કરીને પગ માં વધારે દર્દ થાય છે. ઘણા લોકોને સાંધા ની અંદર દુખાવો ઊપડે છે તેનું કારણ સાંધામાં પડેલી પોષક તત્વો ની ઉણપ છે સાંધા વચ્ચે રહેલું પ્રવાહી ઓછું થઈ જવાથી બંને હાડકા ઘસાય છે જેનાથી દુખાવો ઉપડે છે પગના દુખાવા નું અન્ય લક્ષણ છે નસો ની અંદર જમા થયેલું અશુદ્ધ લોહી જેને સાઈટીકા તરીકે પણ દર્શાવવામાં આવે છે આ અશુદ્ધ લોહી ની નસો અને લોહી જામ થઈ જવાથી હલનચલન ઓછું થઈ જાય છે
પગ માં થકાન અને ખેંચાવ જેવા ઘણા દર્દ ને દૂર કરવાના સરળ ઉપાય છે. પગ અને નજીકની રચનાઓમાં દુખાવો ખૂબ જ તકલીફકારક હોઈ શકે છે. અને ઘૂંટણ, હિપ અને પીઠ જેવી બીજી જગ્યાએ વળતરની ફરિયાદો થઈ શકે છે. પગમાં દુખાવો વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય રીતે સ્નાયુઓ, સાંધા અને કંડરામાં દુખાવો, ઓવરલોડ, આઘાત, વસ્ત્રો, સ્નાયુબદ્ધ ખામી અને યાંત્રિક તકલીફને કારણે થાય છે.
ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી જોઈંટના દુખાવાથી છુટકારો મળે છે. તેમા આમળાનો રસ મળે લેવા પર આ વધુ ગુણકારી થઈ જાય છે. જો શરીરમાં થકાવટ આવી ગઈ હોય તો પગની પગની પાની માં પણ ખુબ જ દુખાવો થતો હોય છે ઘણા લોકોને આ દુખાવો સામાન્ય થઇ ગયો હોય છે, જે ઘણી દવા કરવા છતાં સારો થતો નથી.
પગ અથવા પગમાં દુખાવો એ એક ઉપદ્રવ છે જે વસ્તીના મોટા પ્રમાણને અસર કરે છે. તેની માટે નો બેસ્ટ ઉપાય છે પંજા ને ઉઠાવો પંજા ને વધારે વાળી ને ખુરશી પર સીધા બેસી જાવ. હવે એડીઓ પર હાથ રાખી ને આંગળીઓ ને પાંચ સેકેન્ડ માટે ઉપર ની તરફ ઉઠાવી લો.એની નીચે લાવી પછી પાંચ સેકેન્ડ માટે ઉપર ની તરફ ખેંચો.પગ ને સામાન્ય અવસ્થામાં લાવી ને પાછળ ની તરફ લો અને પંજા ને ફર્સ ની બાજુ વાળી દો.પાંચ સેકન્ડ સુધી આજ અવસ્થામાં રહો.અને પછી પગ ને સામાન્ય અવસ્થામાં લાવો.હવે આવી જ રીતે 10 વાર કરવાનું આ પંજા ને મજબૂત બનાવવામાં મદદ કરશે.
દૂધ અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરીને લસણ અને વાયવ ડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી માંસપેશીયો મજબૂત થાય છે. લસણ ને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી સંધિવાત અને અન્ય બીમાઅરીઓમાં રાહત મળે છે.
બોલ રોલ ખુરશી પર બેસીને જમીન પર એક ટેનિસ બોલ રાખો અને પછી પગનો નીચેના ભાગ વડે ધીમેથી ફેરવો એડીઓથી લઈ ને આંગળીઓ સુધી ફેરવતા રહવું અને પછી 2,3 મિનિટ સુધી એવું રહેવા દો. આજ રીતે બીજા પગે પણ કરવાનું અને રોજ બે વાર આવું કરવાનું. આના માટે નાનો બોલ પણ લઈ શકો છો.આવું કરવાથી આર્ચ નો દર્દ ઓછો થશે.અને પંજા માં લચીલાપન વધશે અને પગ ના દુખાવા માં રાહત મળે છે.
સિટેડ સ્ટ્રેચ ખુરશી પર સીધા બેસીને ડાબા પગને જમના પર ઘૂંટણ પર રાખો.હવે પંજા ને હાથ ના મદદ થી પાછળ ના તરફ ખેંચો અને દસ સેકેન્ડ રાખી પછી આગળ ની બાજુ ખેંચી લો.આવી જ રીતે બીજા પગ માં પણ કરો અને બંને બાજુ 15 15 મિનિટ કરતા રહો. આનાથી પગ નો દુખાવો ઓછો થશે અને આંગળીઓ મજબૂત બને છે.
ઘણીવાર પગમાં દુખાવો માત્ર થાકના કારણે નહીં કોઈ આંતરિક સમસ્યાના કારણે પણ થઈ શકે છે. આવી જ એક સમસ્યા સ્પાઈડર વેન્સ છે. સ્પાઈડર વેન્સ નાની, વળેલી રક્તવાહિની હોય છે જે ટેલેજિક્ટાસિયા તરીકે પણ ઓળખાય છે.
તે લાલ, પર્પલ કે બ્લૂ રંગની હોઈ શકે છે. સામાન્ય રીતે આ પગ અથવા ચહેરા પર જોવા મળે છે. સ્પાઈડર વેન્સમાં હંમેશા અસહ્ય દુખાવા અને પગમાં કળતર થાય છે. આ સ્થિતિ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સામાન્ય છે. સ્પાઈડર વેન્સ નસમાં નબળા વાલ્વના કારણે થાય છે.