શું તમને પણ વારંવાર ચડી જાય છે પગ માં સોજા? જાણો તેના કારણ અને તેને મટાડવાના ઉપાય..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

છેલ્લા એક બે દસકા થી શહેર માં વસતા લોકો ની કામ કરવાની ટેવ બદલાઈ ગઈ છે. ખોરાક પણ બદલાઈ ગયા છે. ઘણા ઓછા લોકો એવા હશે કે જે તબિયત ને ધ્યાન માં રાખી ને ખોરાક લેતા હશે અને શરીર ને સ્વસ્થ રાખવા માટે નિયમિત સમયે કસરત કરતાં હશે. અસામાન્ય ખોરાક અને નહિવત કરવામાં આવતી કસરત ને લીધે શરીર અનેક રોગો નું ઘર બને છે. તેમાંનો એક બધા લોકો ને સતાવતો રોગ હોય તો એ પગ માં સોજા ચડી જવા એ છે.

ઘણી વાર ગર્ભવતી સ્ત્રી ઓ ને પણ હલનચલન ન થઈ શકવાને લીધે પગ માં સોજા ચડી જાય છે.એક જ જગ્યા એ વધારે સામે લબડતા પગ રાખી ને જે લોકો બેસી રહે છે એ લોકો  માં પણ વારંવાર આની ફરિયાદ કરતાં જોવા મળે છે.લોકો લગભગ આવી ફરિયાદ કરતાં હોય છે . “સવારે તો હું એકદમ સ્વસ્થ અને હેલ્થી હોવ છું પણ ઓફિસ થી કામ કરી ને ઘરે આવું એટલે પગ સોજી ને દડા જેવા થઈ જાય છે”

ઘણી ઉમર લાયક સ્ત્રી માં પણ આ ફરિયાદ જોવા મળે છે.આમ જોઈએ તો પગે સોજા ચડવા કે પગમાં ખાલી ચડી જવી એ કોઈ ગંભીર બીમારી ગણાતી  નથી, પરંતુ આવી બીમારી ઓ નું નિરાકરણ લાવવું ઘણું જરૂરી છે , કારણ કે એ ખૂબ તફલિક આપે છે.પગ માં સોજા ચડવાની તકલીફ ઊભી થવાનું મુખ્ય કારણ કહીએ તો એ પગમાં લોહીના પરિભ્રમણ ની ગતિ ધીમી પડી જવી એ છે.

પગ તથા તળિયાંની માંસપેશીઓને ઓક્સિજન પહોંચાડયા પછી લોહી શિરાઓ મારફતે ફેફસામાં શુદ્ધ થઈને પાછું હૃદય સુધી પહોંચે છે. નીરોગી શિરાઓની અંદરની દીવાલ ચુસ્ત અને લવચીક હોય છે, સાથોસાથ ઉપરની તરફ ધકેલાતું લોહીપગતરફ પાછું ન ઊતરે, તે માટે શિરાઓમાં માત્ર એક તરફ જ ખૂલતા એકમાર્ગી વાલ્વ હોય છે. પગ ઉપાડતી વખતે શિરાઓની માંસપેશીઓ સંકોચાય છે, જેથીદબાણ આવવાથી લોહી ઉપરની તરફ ધકેલાય છે.

પુરુષો કરતાં સ્ત્રીઓ આ તકલીફની ફરિયાદ વધારે કરતી જોવા મળવાના કારણ તરીકે સ્ત્રી હોર્મોન ઓસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનને ગણવામાં આવે છે. આ હોર્મોન સપાટીની શિરાઓની દીવાલના સ્નાયુતંતુઓને ઢીલા કરી દે છે, જેથી ઉપરની તરફ જતોલોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે.

ઘણી કેટલીક મહિલાઓ માસિક આવતાં પહેલાં તથા ગર્ભનિરોધક ની ટેબલેટ લેવાથી પગે સોજા આવી જવાની ફરિયાદ કરતી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનની અસરની સાથોસાથ બાળકના ભારને કારણે પેલસિવ (બસ્તિપ્રદેશ)ની શિરાઓ પર દબાણ આવે છે, જેના લીધે પગે સોજો આવી જાય છે અને દબાણ આવવાથી હૃદય તરફ ધકેલાતા લોહીનો પ્રવાહ ઘટી જાય છે.

પગમાં સોજા અને ખાલી ચડી જવા જેવી તકલીફોથી બચવા પગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવવું જરૂરી છે. આ માટે અહી  અમે કેટલાક ઉપાય દર્શાવ્યા છે : પગ માં સોજા થી બચવા માટે વોકિંગ કરવું એ સૌથી સરલ ઉપાય છે .રોજ અંદાજિત અડધો કલાક ચાલવાથી તમારા પગ સ્વસ્થ રહે છે અને સોજા ચડતા નાથી. આથી પગની માંસપેશીઓ મજબૂત થશે . વોકિંગ, જોગિંગ અને સાઈક્લિંગ સ્વિમિંગ એ પગ માટેની ઉત્તમ કસરતો છે. તરવું એ પણ પગ માટે એક સારી કસરત છે, કેમ કે પાણી પગ પર પ્રેશર લાવીને હૃદય તરફ જતા લોહીના વહન  ને ઝડપી બનાવે છે. જ્યારે તમારે કોઈએ જગ્યા એ લાંબો સમય સુધી બેસવાનું હોય ત્યારે પગ માં લોહી નું પરિવહન સતત ચાલુ રહે તે માટે પગ પર પગ ચડાવી ને ન બેસવું જોઈએ.

 

એક ની એક જગ્યા એ બહુ લાંબા સામે સુધી ઊભા ન રહેવી કે બેઠા ન રહેવું. જો તમને છુંત મળે તો બે પાંચ મિનિટ હાથ પગ ને ખેચી ને તેની થોડીક કસરત કરી લેવી , જેથી લોહી નું પરિભ્રમણ વ્યવસ્થિત થતું રહે. અહી અમે કેટલાક ઉપાયો બતાવ્યા છે. જે તમે રેટ ઘરે આવી ને આરામ ના સમયે કરી શકો. જમીન પર ચત્તા સૂઈ જાવ. પગને થોડા ઉપર રાખો. પગને થોડા ઉપર રાખવા માટે પગ નીચે એક-બે ઓશીકાં મૂકી શકો છો. સવાર-સાંજ પાંચ-દસ મિનિટ આવી રીતે સૂઈ જાવ. જો શક્ય હોય તો કામના સમય દરમિયાન પણ પાંચ-સાત મિનિટ આવું કરીને પગને આરામ આપો.

જો પગની તકલીફ વધી ગઈ હોય, તો રાત્રે સૂતી વખતે પગ લંબાવ્યા હોય તે બાજુથી પલંગને જમીનથી બે-અઢી ઈંચ ઊંચો કરીને રાખો. તમારા શરીરનું વજન વધારે  હોય તો તેનાથી હૃદય પર નું પ્રેશર વધી જાય છે તથા તેના કાર્યમાં અવરોધ ઊભો થાય છે સાથે સાથે પગમાં સોજો આવવાની સમસ્યા પણ ઊભી થાય છે, એટલે તમારે તમારું વજન કાબૂ માં રાખવું ખૂબ જરૂરી છે. આ માટે નિયમિત કસરત કરો તથા તમારા ખોરાક પર નિયંત્રણ રાખો, લીલાં શાકભાજી, ફળ, ફોતરાંવાળી દાળ, ઓછી ચરબીવાળા પદાર્થ વગેરે ભોજનમાં લો.

વધારે પડતાં ચુસ્ત કપડાં અને મોજાં ન પહેરો, કેમ કે એથી પણ લોહીનો પ્રવાહ અવરોધાય છે. સામાન્ય માન્યતા એવી છે કે ઉષ્મા લોહીના ભ્રમણનેઝડપી બનાવે છે, પણ એવું નથીઊલટાનું તે માંસપેશીઓની ચુસ્તી ઓછી કરે છે, જેથી શિરાઓ ફુલવા લાગે છે, એટલે વધારે પડતા તડકા, શેક વગેરેથી બચવું જ હિતાવહ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top