Site icon Ayurvedam

માત્ર 7 જ દિવસમાં પગ અને ગોઠણના દુખાવાને ગાયબ કરવા આજે જ અપનાવો આ 100% અસરકારક ઉપચાર

આજના સમયમાં માત્ર વૃધ્ધો જ નહિ પરંતુ યુવાનોમાં પણ પગ અને ગોઠણનો દુઃખાવો જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે દવા લેતા હોય છે અથવા તો ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે. પગ અને ગોઠણનો દુઃખાવો ખુબ જ અસહનીય હોય છે. આજે અમે તમને પગ અને ગોઠણ ના દુખવાના ઘરેલુ ઉપચારો વિશે જણાવવા જાઈ રહ્યા છીએ.

નિયમિત તમારે ભોજનમાં બે બાફેલી અને બે કાચી શાકભાજી ખાવી જોઈએ. ગોઠણના ગંભીર દુખાવામાં તે વ્યક્તિને કાચા શાકભાજીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. તે રસનું એક અઠવાડિયા સુધી તેનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજીનો રસ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કોઈ પણ શાકભાજીનો રસ ગાજરના રસમાં મિક્સ કરી તેમાં સેલેરીના પાન અને બીટ પણ ગોઠણના દુખાવા ખુબ માટે ફાયદાકારક છે.

રોજ અડધુ કાચું નારીયેલ ખાવાથી ગઢપણમાં પણ ક્યારેય તમને ગોઠણના દુખાવાની તકલીફ નહી થાય. 5 અખરોટ રોજ ખાલી પેટ ખાવાથી તમને ગોઠણમાં તકલીફ નહી થાય. રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધમાં હળદર નાખીને પીવાથી તમને હાડકામાં દુઃખાવાની તકલીફ માંથી મુક્તિ મળશે.

ગોઠણનો દુખાવો દુર કરવા માટે અમુક ઔષધિઓના લાડુ બનાવીને સેવન કરવાથી ગોઠણનો અનેવ પગનો દુખાવો મટે છે. જેમાં 500 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ સિંગ દાણા, 100 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સુંઠ પાવડર, 700 દેશી ગોળ, 200 ગ્રામ અખરોટ લઈને લાડુ બનાવવા અને તેનું સેવન કરવાથી ગોઠણનો દુખાવો મટે છે.

તમને ગોઠણમાં દુખાવો રહે છે તો રોજ રાત્રે 2 ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. અને સવારે ખાલી પેટ મેથીને ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી તમને ક્યારેય પણ ગોઠણનો દુઃખાવો નહી થાય. કરેણના પાંદડાને ઉકાળીને તેને તેના પાંદડાની ચટણી બનાવો અને તલના તેલમાં ભેળવીને ગોઠણ ઉપર માલીશ કરો આમ કરવાથી તમને દુઃખાવા માંથી મુક્તિ મળી જશે.

નગોડ નામની વનસ્પતિ ના પાનને બાંધીને વરાળીયો શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે.સૂંઢ અને મધ ના ચૂર્ણને ચાટવાથી પણ દુખાવા મટી જાય છે હરડે ખાવાથી આમરસ મટે છે અને દુખાવા થતા નથી. ગળો, અશ્વગંધા, સાટોરી ,હળદર વગેરે નું સેવન કરવાથી પણ લાભ થાય છે. ગોઠણના દુખાવાની સમસ્યા રહેતી હોય તેણે તેના ખોરાકમા આલ્કલાઈન નો ઉપયોગ કરવો જોઈએ.

૫૦ ગ્રામ સરસવનું તેલ એક કઢાઈમાં લઇને તેમાં આઠ-દસ કળી લસણની નાખવી. આ બંનેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેમાં એક ચમચી અજમો, મેથીના દાણા અને સૂંઠ પાઉડર નાખવાં. આ તેલને સવારના તડકામાં બેસીને સાંધા પર આ તેલ લગાવીને માલિશ કરવાથી પગ અને ગોઠણનો દુખાવો દૂર થશે.

જે વ્યક્તિને ઘૂંટણનો દુખાવો હોય તેણે નિયમિત આસનો કરવા જોઈએ. સુકુ આદુ કે પછી આદુના પાવડરનું સેવન કરવાથી સાંધામાં થનારો સોજો કે દુ:ખાવાથી મુક્તિ મળે છે. હળદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ઓસ્ટિયો અને રુમેટાઇડ આર્થરાઇટિસ ઠીક કરવામાં હળદર ઉપયોગી છે. તેમાં રહેલા સરક્યુમિન એન્ટિ-ઓક્સિડન્ટ સોજામાં વધારો કરતાં એન્જાઇમના લેવલને ઘટાડે છે.

ગોઠણના સોજાને દૂર કરવા માટે રેતીને ગરમ શેકી તેની કોટનની થેલીમાં રાખી ૧૦ થી ૧૫ મીનીટ શેક આપવો. ૩૦૦ ગ્રામ ગાયના દૂધમાં ૧ ચમચી અસારીયો ઉકાળી ગાડીને તે દૂધ સવારે રોજ ૩માસ સુધી પીવું બપોરના સમયે ૧૦ થી ૨૦ ગ્રામ ગોળ અને એક મુઠ્ઠી ચણા શેકેલા ચાવીને પાણી પી જવાથી પગ અને ગોઠણનો દુખાવો દૂર થાય છે. ત્રણ માસ કરવાથી કાયમ માટે મટી જશે.

પારિજાત છોડના 6 થી 8 પાંદડાને સપાટ પથરા ઉપર વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. ઉકળતા ઉકળતા જયારે તે અડધું રહી જાય તો તેને હુંફાળું કરીને રોજ ખાલી પેટ પીવો. આમ કરવાથી તમારા શરીર અને સાંધાના દુઃખાવા માંથી તમને મુક્તિ મળશે. તે ઔષધી ની સાથે કોઈ બીજી દવા ન લેવી. આ ઉપાય સૌથી વધુ અસરકારક છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version