Site icon Ayurvedam

દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી, કફ-ઉધરસ અને શ્વાસના રોગથી છુટકારો મેળવવાનો આયુર્વેદનો 100% અસરકારક ઉપચાર છે આ..

લોકો આયુર્વેદિક ઉપચાર અપનાવે તો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જળવાય શકે, ઓક્સિજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે.

ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. શરદી-ઉધરસ,ખાંસીમાં દર્દી કે સાજા વ્યક્તિ દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.દેશી ગાયના ઘીનો હવન કરવાથી વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ વધી જાય છે. દરરોજ ગાય ના ઘીના હવનથી ઘરમાં ઑક્સીજનનું પ્રમાણ જળવાઈ રહેશે જેથી ઑક્સીજન ઘટવાની સમસ્યા નહીં થાય.

દિવસમાં બે વખત 15 મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓક્સિજન લેવલ વધે છે. સવાર-સાંજ રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ.ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી. શરદી-ઉધરસ,ખાંસી અને તાવના દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓક્સિજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

નાકમાં અને ગળામાં ગયેલા વાઇરસ બહાર કથવા માટે ખુબજ સરળ અને અસરકારક ઉપચાર છે લીંબુના ટીપાં, જેમાં લીંબુના રસના બે-બે ટીપા તમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે. જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણે તમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે વાયરસ નીકળી જશે.

નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવાનું છે. આથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હળદર અને મીઠું નાખી તેના કોગળા કરવાના છે. જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇ જશે. બે-ત્રણ રૂપિયામાં આ ઘરગથ્થુ સારવાર લઇ શકશો.

આ ઉપરાંત, શરદી-ખાંસી, તાવ અને વાયરલ ઇન્ફેકશનથી દૂર રહી ઑક્સીજન લેવલ વધારવા કપૂરની પોટલી બનાવીને સૂંઘવી. પોટલી બનાવવા માટે કપૂરની એક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠુ, 2-3 લવિંગ અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો. શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠુ પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો.

પ્રાણાયામ કરતાં ન આવડે તો શાંત મગજ રાખી, ટટ્ટાર બેસી ઉંડા શ્વાસોશ્વાસ લેવા. પૂષ્કળ પર્યાપ્ત માત્રામાં શુધ્ધ પાણી પીવું. કુદરતી હવા શ્વાસમાં જાય તે રીતે દિવસ પસાર કરવો. બારી બારણા ખુલ્લા રાખો. વ્યાયામ કરવો. શક્તિ અને સમય મૂજબ શ્રમ કરવો. હિમોગ્લોબીન વધે, જળવાય તેવો ખોરાક લેવો.

હળદર, આદું અને લસણ દ્વારા પણ ફેફસાને સ્વસ્થ રાખી વાયરલ ઇન્ફેકશનથી બચી શકે છે. ૧ લીટર પાણી, ૨ ચમચી હળદર, ૧ આદુનો નાનો ટૂકડો, થોડું લસણ છીણીને ટૂકડા કરેલું અને થોડો ગોળ. આ ઉપચાર માટે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો. દિવસમાં 1-2 વખત આનું સેવન કરવું અને ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો.

મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version